• search

રાફેલ જેટની ખરીદીના ફાયદા-ગેરફાયદા પર એક નજર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  પેરિસ, 11 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દસ દિવસી માટે ત્રણ દેશોના પ્રવાસ પર છે. તેઓ પહેલા ફ્રાંસ પહોંચ્યા છે. પરંતુ મોદીની આ વખતની વિદેશ યાત્રા યોગ્ય નથી લાગી રહી. જે પ્રકારે વડાપ્રધાન મોદીએ ફ્રાંસ પાસેથી 36 રાફેલ જેટ ખરીદવાના સોદાને મંજૂરી આપી છે તે ખૂબ જ નિરાશાજનક છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસો ઓલાંદ વચ્ચે શુક્રવારે 17 કરાર થયા. જેમાં રેલવે, સ્પેસ રિસર્ચ, પરમાણુ ઉર્જા, વિજ્ઞાન અને ટેકનિકલ તથા મરીન ટેક્નોલોજીના ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે 36 રફાલ ફાઈટર પ્લેન ખરીદવાના કરાર પણ કર્યા, જેની જાહેરાત બંને દેશોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કરી.

  વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ભારતના વિશ્વાસપાત્ર મિત્ર દેશમાનો એક ફ્રાંસ છે. મારી અને ઓલાંદ વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ છે. ભારત ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનની ખરીદી કરશે.' જોકે મોદી સરકારના આ નિર્ણયથી રક્ષા ક્ષેત્રના વિશ્લેષકોમાં ચર્ચાનો મુદ્દો ચગ્યો છે. શું મોદીનો આ નિર્ણય યોગ્ય છે કે ખોટો છે? આવો જાણીએ વિસ્તારથી...

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  1. ડેસોલ્ટ રાફેલ ફ્રાંસનું 2 એન્જિનવાળું મલ્ટીરોલ ફાઈટર એર ક્રાફ્ટ છે. તેની ડિઝાઈન અને નિર્માણ ડેસાલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવી છે.

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  2. રાફેલ ફાઇટર વિમાનને 1970માં ફ્રાંસની સેનાએ પોતાના જૂના લડાકુ વિમાનને બદલવાની માગણી કરી હતી. જેના બાદ ફ્રાંસે 4 યુરોપીય દેશો સાથે મળી વિમાન બનાવવાની તૈયારી કરી.

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  3. જોકે સંયુક્ત કામગીરી લાંબો સમય ચાલી નહીં. તેમાં મતભેદ સર્જાયો અને આખરે ફ્રાંસે એકલા હાથે જ નવું લડાકું વિમાન બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું.

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  4. રસપ્રદ વાત એ છે કે 1996માં પહેલા વિમાન ફ્રાંસી સેનામાં સામેલ થવાનું હતું, પરંતુ તેને 2001માં સામેલ કરવામાં આવ્યું.

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  5. આ લડાકુ વિમાન ત્રણ રીતે બનાવવામાં આવ્યું છે. જેમાં રાફેલ સી સિંગલ સીટનું વિમાન છે અને રાફેલ બી બે સીટનું વિમાન છે. તથા રાફેલ એમ સિંગલ સીટ કેરિયર બેસ્ડ વિમાન છે.

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  શું છે રાફેલ ફાઇટર વિમાનની ખાસિયતો

  6.રાફેલને ફ્રાંસીસી વાયુસેના બાદ જલસેનામાં પણ સામેલ કરવામાં આવ્યું. જો કે આ વિમાનનો ઉપયોગ અફઘાનિસ્તાન, ઈરાક, લિબીયા અને માલીમાં થઈ ચૂકેલો છે.

  દુનિયાના ઘણા દેશોએ ઠોકર મારી છે રાફેલ જેટને

  દુનિયાના ઘણા દેશોએ ઠોકર મારી છે રાફેલ જેટને

  વડાપ્રધાન મોદીએ જે 36 રાફેલ જેટને ખરીદવાની સમજૂતી કરી છે જેને બ્રાઝીલ, કેનેડા, નેધરલેન્ડ, નોર્વે, સાઉથ કોરિયા, સિંગાપુર અને દુનિયાના સૌથી ધનાઢ્ય દેશોમાં ગણાતા એવા સાઉદી અને મોરક્કોએ પણ આ જેટ ખરીદવાની ના કહી દીધી હતી.

  ટેકનિકલ ખામી

  ટેકનિકલ ખામી

  બ્રાઝીલની સેનાને આ વિમાનની એઇએસએ પર શંકા હતા જે રડારના માધ્યમથી જડપથી જમીન અને આકાશમાં જવામાં સહાયરૂપ હોય છે. કિંમત અને ટેકનિકલ ખામીને કારણે બ્રાઝીલે આ ડીલ કેન્સલ કરી દીધી.

  રાફેલની ડીલ રદ થતા ફ્રાંસને મોટુ નુકસાન

  રાફેલની ડીલ રદ થતા ફ્રાંસને મોટુ નુકસાન

  જો ભારતની સાથે આ રાફેલ ડીલને મંજૂરી ના મળતી તો ફ્રાંસમાં લડાકૂ વિમાનના નિર્માણનો ખર્ચ 5 મિલિયનથી લઇને 10 મિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. એવામાં જો ફ્રાંસને જો વિદેશોમાંથી આર્થિક સહાયતા નહીં મળે તો ફ્રાંસ ખુદ વિમાનોના નિર્માણ ખર્ચને ઉઠાવી શકશે નહીં. એવામાં ફ્રાંસમાં યુદ્ધ સામગ્રી નિર્માણ કાર્ય મુશ્કેલીમાં પડી જશે.

  વિમાનનો બેગણો ભાવ ચૂકવશે ભારત

  વિમાનનો બેગણો ભાવ ચૂકવશે ભારત

  કોંગ્રેસ સરકારના શાસન દરમિયાન 2009માં ભારત માટે આ જેટની કિંમત 10 બિલિયન ડોલર હતી, જ્યારે હાલમાં ભારત માટે તેની કિંમત 22 બિલિયન ડોલર રાખવામાં આવી છે, અને મોદી સરકારે તેને ખરીદવાની મંજૂરી પણ આપી દીધી છે.

  અતિમોંઘા છે રાફેલ જેટ

  અતિમોંઘા છે રાફેલ જેટ

  બ્રાજીલ મીડિયા અનુસાર બ્રાઝીલે આ 36 રાફેલ જેટની ડીલને કેન્સલ કરી દીધી હતી કારણ કે તેની કિંમત 8.2 બિલિયન ડોલરની નજીક હતી. સાથે જ તેમાં 4 બિલિયન ડોલરની વધારાની કિંમત હતી જે આ વિમાનોની દેખરેખ અને મેઇન્ટેનન્સ માટે આપવાની હતી.

  યૂકેની સમજદારી કેમ ના દાખવી મોદીએ?

  યૂકેની સમજદારી કેમ ના દાખવી મોદીએ?

  યૂકેએ આ વિમાનો કરતા સારી એવી ટેકનોલોજી ધરાવતા 60 લોકહીડ એફ-35 વિમાનોને ખરીદ્યા છે. જેની કિંમત રાફેલ કરતા વિમાન દિઠ 190 મિલિયન ડોલર છે.

  English summary
  Get to know why buying Rafale Jet is biggest mistake of Narendra Modi government. Advantages and disadvantages of Rafale Jet.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more