ગૂગલે લોકસભા ચૂંટણી માટે રજૂ કર્યું નવું પોર્ટલ

Google Oneindia Gujarati News

દુનિયાના પ્રમુખ સર્ચ એન્જિન ગૂગલે દેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીને સમર્પિત એક પોર્ટલ રજૂ કર્યું છે, જેની પર દેશના નાગરિક પોતાના લોકસભા ઉમેદવારો સાથે સંબંધિત જાણકારી હાસલ કરી શકશો. આ જાણકારી ગૂગલે મંગળવારે એક નિવેદન આપી. ગૂગલ ઇન્ડિયાએ જણાવ્યું કે 'અમારુ નવું પોર્ટલ- ગૂગલ ડોટ કો ડોટ ઇન સ્લેસ ઇલેક્શન - સામાન્ય લોકોને પોતાના લોકસભા ચૂંટણી વિસ્તાર, પોતાના વિસ્તારના ઉમેદવારો તથા વર્તમાન સાંસદો અંગે પણ જાણકારી મેળવવામાં મદદ કરશે.'

આ પોર્ટલ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર), પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અને લિબર્ટી ઇન્સ્ટીટ્યૂટથી મળેલી સામગ્રીઓની સહાયતાથી તૈયાર કરવામાં આવ્યા છે અને આની પર ઉમેદવારોની શિક્ષણ, નાણાકિય સ્થિતિ અને સોશિયલ મીડિયા પર તેમની હાજરીથી સંબંધિત સૂચના લેવામાં આવી શકે છે.

google election
નિવેદ અનુસાર આ પોર્ટલ પર હાલના ભારતના નકશામાં તેના ઉપયોગકર્તા પોતાના શહેર પર ક્લિક કરી અને જૂમ કરી તમારા શહેર સુધી પહોંચી શકો છો, અને પોતાના વિસ્તારના ઉમેદવાર, મતદાનની તારીખ તથા અન્ય તાજી જાણકારી મેળવી શકો.

એડીઆરના સંસ્થાપક સદસ્ય ત્રિલોચન શાસ્ત્રીએ આ અવસર પર જણાવ્યું કે 'પોર્ટલ મતદાતાઓને ચૂંટણી દરમિયાન સૂચનાઓ પર આધારિત નિર્ણય લેવામાં મદદ કરશે.' નિવેદન અનુસાર દક્ષિણ પૂર્વ એશિયામાં મલેશિયા અને થાઇલેન્ડ સહિત દુનિયાભરમાં 20 દેશો માટે ગૂગલના ચૂંટણી સંબંધિત પોર્ટલ છે.

English summary
Google to know your Lok Sabha candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X