For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aadhaar Card અંગે ભારત સરકારે જાહેર કર્યો નવો નિયમ, જાણી લો નવા અપડેટ

Aadhaar Card Update : આધાર કાર્ડ અંગે ભારત સરકાર તરફથી મોટા અપડેટની જાણકારી આપવામાં આવી છે. આ અપડેટ બાલ આધાર અંગે કરવામાં આવ્યું છે. જે બાળકો 5 થી 15 વર્ષના વયજૂથ માટે છે.

|
Google Oneindia Gujarati News

Aadhaar Card Update : આધાર કાર્ડ અંગે ભારત સરકાર તરફથી મોટા અપડેટની જાણકારી આપવામાં આવી છે. આ અપડેટ બાલ આધાર અંગે કરવામાં આવ્યું છે. જે બાળકો 5 થી 15 વર્ષના વયજૂથ માટે છે. UIDAIએ હાલ બાળકોના આધાર કાર્ડ અંગે એક ગાઇડલાઇન જાહેર કરી છે. નવી અપડેટ ગાઇડલાઇન અનુસાર 5 અને 15 વર્ષની ઉંમર બાળકોના આધાર ડેટામાં બાયોમેટ્રિક જાણકારી અપડેટ કરવું અનિવાર્ય છે.

અપડેટ કરવી ફરજિયાત છે બાળકોની બાયોમેટ્રિક વિગતો

અપડેટ કરવી ફરજિયાત છે બાળકોની બાયોમેટ્રિક વિગતો

UIDAI એ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, 5-15 વર્ષની વયના બાળકોની બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે અને આમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત રહેશે.

ઓથોરિટીએ અન્ય એક ટ્વીટમાં જાહેરાત કરી કે, બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા બાદ બાળકનાઆધાર નંબરમાં કોઈ ફેરફાર થશે નહીં.

ઓથોરિટી દ્વારા માતા-પિતાને ફોર્મ ભરવા અને બાળકનો બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે.

બાળકના આધારને બે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની જરૂર રહેશે

બાળકના આધારને બે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની જરૂર રહેશે

ઉલ્લેખનીય છે કે, 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરમાં બાળકના આધાર કાર્ડને અપડેટ કરવા માટે કોઈ ફી નથી. તે સંપૂર્ણપણે મફત છે.

UIDAI એ તેની સત્તાવાર પોસ્ટમાં પણ ઉલ્લેખ કર્યો છે કે, બાળકના આધાર માટે બે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરવાની જરૂર છે. જેમાં પ્રથમ બાયોમેટ્રિક અપડેટ બાળકની 5 વર્ષની ઉંમરે અને બીજી 15 વર્ષની ઉંમરે કરવાની ફરજિયાત છે.

ઇસ્યુ થાય છે વાદળી રંગનું બાલ આધાર

ઇસ્યુ થાય છે વાદળી રંગનું બાલ આધાર

UIDAI અનુસાર, બાળકોના ફિંગરપ્રિન્ટ સહિત શરીરના તમામ ભાગોમાં ઉંમરની સાથે બદલાવ આવે છે. જેના કારણે આ અપડેટ્સઆધારમાં કરવા પડશે.

બાલ આધાર અને સામાન્ય આધાર વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવા માટે, સરકારે તેને 0-5 વર્ષના બાળકો માટેવાદળી એટલે કે વાદળી રંગનું બાલ આધાર ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે.

આ વાદળી રંગનું આધાર કાર્ડ 5 વર્ષની ઉંમર બાદ માન્ય રહેશેનહીં. તેને 5 વર્ષની ઉંમર બાદ અપડેટ કરાવવું જરૂરી છે

મફત છે બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરવું

મફત છે બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરવું

જો તમારા બાળકોની ઉંમર 5 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય, તો તમારે તાત્કાલિક તમારા નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અનેતમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ. આ એકદમ મફત સેવા છે.

આ પછી તમારા બાળકો દ્વારા મેળવેલા વાદળી રંગનું બાલ આધાર કાર્ડ સફેદ રંગના કાર્ડમાં બદલાઈ જશે. જે બાદ તમારું બાળક 15 વર્ષનું થશે, ત્યારે તેને ફરી એકવાર અપડેટ કરવું પડશે.

શું છે બાલ આધાર?

શું છે બાલ આધાર?

UIDAI દ્વારા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલ આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. આમાં 12 અંક પણ છે. આ કાર્ડ વિવિધ કલ્યાણ લાભોની ઍક્સેસ પ્રદાન કરે છે અને જન્મથી બાળકો માટે ડિજિટલ ફોટો ઓળખના પુરાવા તરીકે સેવા આપે છે.

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફિંગરપ્રિન્ટ્સ જેવી બાયોમેટ્રિક્સ વિકસિત હોતી નથી. બાલ આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ થતો નથી. તેથી સરકારે બાળકોના બાયોમેટ્રિક્સને એકવાર તેઓ પાંચ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

બાળ આધાર કાર્ડ માટે કેવી રીતે કરશો અરજી?

બાળ આધાર કાર્ડ માટે કેવી રીતે કરશો અરજી?

સ્ટેપ 1 - સૌ પ્રથમ UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ uidai.gov.in ની મુલાકાત

સ્ટેપ 2 - આધાર કાર્ડ નોંધણી વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3 - બાળકનું નામ, વાલીનો ફોન નંબર અને બાળક અને તેના માતાપિતાને લગતી અન્ય જરૂરી બાયોમેટ્રિક માહિતી જેવી ફરજિયાતમાહિતી ભરો.

સ્ટેપ 4 - આ સરનામાં બાદ રાજ્ય અને અન્ય વિગતો ભરવાની રહેશે.

સ્ટેપ 5 - બધી વિગતો તપાસો અને સબમિટ કરો.

સ્ટેપ 6 - આગળ એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 7 - યુઝર્સને ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મ તારીખ અને સંદર્ભ નંબર જેવા સહાયક દસ્તાવેજોની જરૂર પડશે.આધાર એક્ઝિક્યુટિવ આગળની પ્રક્રિયા હાથ ધરશે અને અરજી પ્રક્રિયાને ટ્રૅક કરવા માટે એક સ્વીકૃતિ નંબર પ્રદાન કરશે.

સ્ટેપ 8 - આધાર કાર્ડ 60 દિવસની અંદર યુઝર્સના નોંધાયેલા સરનામા પર પોસ્ટ કરવામાં આવશે

English summary
Government of India has announced a new rule regarding Aadhaar Card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X