મંગળવારે રાત્રે મુંબઇમાં વિરાટ-અનુષ્કાએ કરી લીધી સગાઇ, જૂનમાં લગ્ન

મુંબઇ, 1 એપ્રિલ: હવે આપના મોસ્ટ એલિજિબલ બેચલર વિરાટ કોહલી હવે બેચલર નથી રહી ગયા કારણ કે તેમણે મંગળવારે રાત્રે પોતાની પ્રેમિકા અનુષ્કા શર્માની સાથે મુંબઇમાં પોતાના ઘરે સગાઇ કરી લીધી છે. આ આયોજનમાં માત્ર વિરાટ અને અનુષ્કાના નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. મીડિયાને આ પ્રસંગની જરા પણ જાણ થવા ના દીધી, જેની પાછળનું કારણ વિરાટ અને અનુષ્કાની મીડિયામાં થયેલી ફજેતીને માનવામાં આવે છે.

virat
કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ-અનુષ્કા જૂનમાં લગ્ન કરશે, લગ્નની તારીખ હજી ફાઇનલ નથી થઇ પરંતુ આઇપીએલ બાદ બંને લગ્નના બંધનમાં બંધાઇ જશે. હવે અનુષ્કા લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરશે કે નહીં તેના પર હજી રહસ્ય અકબંધ છે. હાલમાં અંદરની માહિતી ધરાવનાર કહે છે કે બંને હવે પોતાના સંબંધો પર કોઇની પણ સાથે ચર્ચા નહીં કરે, કારણ કે વિશ્વકપના સેમીફાઇનલમાં વિરાટના ફ્લોપ હોવા પર જે રીતે અનુષ્કાને નિશાનો બનાવવામાં આવ્યો, તેનાથી બંને ઘણા દુ:ખી છે. નોંધનીય છે કે 8 એપ્રિલના રોજ આઇપીએલ શરૂ થવા જઇ રહી છે.

ડિસ્ક્લેમર: આ સંપૂર્ણ પ્રકારે ઉપજાવી નાખેલા સમાચાર છે, જેને 1 એપ્રિલના રોજ માત્ર મનોરંજ માટે લખવામાં આવ્યા છે અને પબ્લિશ કરવામાં આવ્યા છે. આ સમાચારનું વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. આનાથી કોઇની પણ ભાવનાને ઠેસ પહોંચી હોય તો વનઇન્ડિયા હૃદયથી માફી માગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X