Happy Birthday Nita Ambani: નીતાનું આ સપનું અધુરું રહી ગયું!

54 વર્ષના આજે થયે નીતા અંબાણી. ત્યારે જાણો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની કેટલીક અજાણી વાતો. સાથે જ જાણો તે નાનપણમાં શું બનવા માંગતા હતા. વધુ વાંચો અહીં.

નીતા અંબાણીને ઓળખની જરૂર નથી. તેમની સૌથી સારી વાત તે છે કે મુકેશ અંબાણી સાથે તેમનું નામ જોડાયેલું હોવા છતાં બિઝનેસ વૂમલ અને સમાજીક કાર્યકર્તા તરીકે તે આગવી ઓળખ ધરાવે છે. આ ગુજરાતણે રિલાયન્સના મોટા નિર્ણય પણ લીધા છે અને દાનની દેવી બનીને લોકોને છૂટા મને મદદ પણ કરી છે. કૃષ્ણની ભક્તિ કરવા તે મન થાય ત્યારે દ્વારકા દોડી આવે છે પણ ભક્તિ વખતે કોઇ તેમનો ફોટો પાડે તે તેમને ગમતું નથી. ઉલ્લેખનીય છે કે આજે નીતા અંબાણી 54 મો જન્મદિવસ છે. બહાર ભલે તેમને ગ્લેમરસ ઇમેજના કારણે સમાચારોમાં તે ચર્ચામાં રહેતા હોય પણ સાદગી અને જમીન સાથે જોડાયેલા રહેવાની ખાસિયત પણ નીતા અંબાણીમાં છે. ત્યારે તેમના જન્મદિવસ પર જાણો તેમની કેટલીક અજાણી વાતો

ક્લાસિકલ ડાન્સર

ક્લાસિકલ ડાન્સર

નીતા અંબાણી જ્યારે નાના હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે તે ક્લાસિકલ ડાન્સર બને. બહુ ઓછા લોકો તે વાત જાણે છે કે એક સારી ટ્રેઇન ક્લાસિકલ ડાન્સર છે. ખૂબ જ નાની ઉંમરે નીતા અંબાણીના લગ્ન થઇ ગયા હતા. જે કારણે તે પોતાના આ શોખને આગળ વધારી નહતી શકી. પણ આજે પણ શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે તે રસ ધરાવે છે.

સ્ટ્રેસ દૂર કરવા આ કરે છે

સ્ટ્રેસ દૂર કરવા આ કરે છે

આજે પણ નીતા કોઇ મુશ્કેલીમાં હોય કે તેમને ચિંતા હોય તો તે પોતાનો સ્ટ્રેસ દૂર કરવા ડાન્સ કરે છે. તેમનું કહેવું છે કે ડાન્સ તેમના માટે મેડિટેશન છે. રિલાયન્સ ફાઉન્ડેશન, આઇપીએલ અને અન્ય કામ કાજ વચ્ચે તે પોતાનો સ્ટ્રેસ ઓછા કરવા માટે નૃત્યુનો સહારો લે છે તેવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું

દિકરી અને નૃત્યુ

દિકરી અને નૃત્યુ

નીતા પોતે ક્લાસિકલ ડાન્સર ના બની માટે તે તેમની દિકરીને ડાન્સ શીખવવા માંગતી હતી. તેમની ઇચ્છા હતી કે તેમની દિકરી આ મામલે નામ કમાય. પણ તેમની દિકરીની ઇચ્છા નૃત્યુમાં ઓછી હતી. માટે નીતાની આ ઇચ્છા અધૂરી જ રહી ગઇ. વધુમાં નીતા અંબાણીને પરિવાર સાથે સમય પસાર કરવો પણ ખૂબ જ ગમે છે. કોઇ ટિપિકલ ગૃહણીની જેમ જ તે સમય મળતા તેમના પરિવાર અને બાળકોમાં ખોવાઇ જાય છે. વધુમાં ડાન્સ સિવાય નીતા બાળકો સાથે સ્વિમિંગ કરવાનું પણ ખૂબ જ પસંદ કરે છે.

બિઝનેસ વુમન

બિઝનેસ વુમન

નીતા અંબાણી ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક છે. 2016ના ફોબ્સ મેગેઝીનમાં તેમનું નામ એશિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાં જોડવામાં આવ્યું હતું. અને તેમને ભારતની પૈસાદાર બિઝનેસ મહિલામાંથી એક માનવામાં આવે છે. વળી આંતરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિમાં સદસ્ય બનનાર તે ભારતની પહેલી મહિલા છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X