Happy Friendship Day 2023 : તમારા મિત્રએ તમને બાંધ્યો ફ્રેન્ડશીપ બેલ્ટ, કલર પરથી જાણો મતલબ

Happy Friendship Day 2023 : મિત્રતા દિલથી થાય છે. દોસ્ત એક એવો વ્યક્તિ જેનાથી તમે પોતાના સુખ-દુખ અને એવી વાતો જે તમે કોઇને કહી નથી શકતા તે પણ તેને કહી શકો છો. આ સંબંધને દોસ્તી કહેવામાં આવે છે, જેને માણસ ખુદ પસંદ કરે છે. ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે. જે દિવસે દોસ્તો એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે.

દરેક ફ્રેન્ડશિપ બેન્ડના રંગ પાછળ એક ખાસ અર્થ છૂપાયેલો હોય છે. જે તમારી મિત્રતામાં નવો રંગ તો ઉમેરે જ છે, પરંતુ તેને સુંદર બનાવવાનું પણ કામ કરે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, ફ્રેન્ડશીપ ડે પર બાંધવામાં આવતા ફ્રેન્ડશીપ બેલ્ટના રંગનો અર્થ શું છે.

friendship bands

રોઝ ગોલ્ડ - જેઓ તેમના મિત્રો પ્રત્યે ઉદારતા અને ખુશી વ્યક્ત કરવા માગે છે, તેમના માટે રોઝ ગોલ્ડ કલર યોગ્ય છે. તમે તમારી મિત્રતાને વધુ મજબૂત કરવા માટે આ રંગ પસંદ કરી શકો છો.

લાલ/કોરલ - આ એક બોલ્ડ ફ્રેન્ડશીપ કલર છે. તમે તમારા મિત્રોને લાલ રંગની પટ્ટી બાંધી શકો છો, જેમને તમે શુભકામના કહેવા માંગો છો. તમે તેને તમારા મિત્રના ડાબા રંગ પર બાંધી શકો છો.

વાદળી - વાદળી એક ખૂબ જ સુંદર રંગ છે. આ સાથે આ રંગ હિંમતનું પ્રતીક પણ છે. તમારા મિત્રને તેની તાકાતનો અનુભવ કરાવવા માટે તમે વાદળી રંગનો બેન્ડ પસંદ કરી શકો છો.

પીળો - પીળો રંગ મિત્રતાનો પર્યાય છે. જે લોકો સાથે તમે વાત કરીને અને તેમની નજીક રહીને સકારાત્મક લાગણી અનુભવો છો, તે મિત્રોને યલો ફ્રેન્ડશીપ કલર બેન્ડ આપો.

કાળો - કાળો એક બોલ્ડ અને મજબૂત રંગ છે, જે સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. જે મિત્રો સાથે તમારું ખૂબ જ મજબૂત બોન્ડ છે, તેમને બ્લેક ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધો.

લીલા - કોઈપણ મજબૂત સંબંધમાં સત્યતા એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. જે મિત્રો પર તમે આંધળો વિશ્વાસ કરો છો, તેમને ગ્રીન ફ્રેન્ડશીપ બેલ્ટ આપો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X