For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદે મારી નવરાત્રીની મઝા, લોકો કાઢ્યો ટ્વિટર પર રોષ

|
Google Oneindia Gujarati News

હવામાન ખાતાએ તો પહેલા જ જાહેરાત કરી હતી કે 5 દિવસ સુધી ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. એટલું જ નહીં કાલે નવરાત્રી રમીને હરખાઇ ઉઠેલા અમદાવાદીઓને આજે પણ મનમાં થોડી આશ હતી પણ જે રીતે અમદાવાદમાં મંગળવારથી રાતે 3 વાગ્યાથી પડી રહેલા વરસાદે આજે જે રીતે રોદ્ર સ્વરૂપ લીધુ છે તે જોતા આજે નવરાત્રીના કોઇ પણ આસાર દેખાતા નથી.

ગુજરાતભરમાં વરસાદની ધબધબાટી, જુઓ તસવીરોગુજરાતભરમાં વરસાદની ધબધબાટી, જુઓ તસવીરો

ત્યારે નવરાત્રી ટાણે પડેલા આ કમોસમી અને "અપ્રિય" વરસાદથી ત્રસ્ત લોકોએ સોશ્યલ મીડિયા પર પોતાનો આ રોષ નીકાળ્યો છે. તેમણે ટ્વિટર દ્વારા પોતાના આ દુખને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. તો વાંચો અહીં લોકોએ નવરાત્રીમાં પડી રહેલા આ વરસાદને જોઇને શું રદિયો આપ્યો છે!

મોર બનીને થનગાટ કરે

એક બાજુ જ્યાં નવરાત્રી સમયે ખેલૈયાઓનું મન નાચવા માટે મોર બનીને થનગાટ કરી રહ્યું છે ત્યાં જ વરસાદે તેમની બધી ઇચ્છા પર ઠંડી પાણી નાંખ્યું છે.

નવરાત્રીના સ્ટેપ

નવરાત્રીમાં વરસાદી માહોલમાં સ્ટેપ લેવા પણ કેટલા મુશ્કેલ બની રહ્યા છે તે કંઇક સરસ શબ્દોમાં આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે.

વરસાદની પણ રમજટ

એક બાજુ જ્યાં ખેલૈયાઓના મનમાં ગરબાની રમજટ જમાવાના વિચારો આવી રહ્યા છે ત્યાં જ બીજી બાજુ વરસાદ પણ જમાવટ કરી રહ્યો છે.

આભલા વાળી છત્રી

એટલું જ નહીં લોકો હવે છત્રી લઇને પણ નાચવા લાગ્યા છે. જેથી નવરાત્રી પણ રમી શકાય અને વાંધો પણ ના આવે! જો કે માટે જ લોકો પણ કહે છે કોઇ આભલા વાળી છત્રી હોય તો કહેજો!

આજનો ડ્રેસકોડ

તો કેટલાક લોકો હાલ ચાલી રહેલા ભારે વરસાદને જોતા લખ્યું છે કે આજે નવરાત્રીનો ડ્રેસ કોડ છે રેનકોટ!

ભારે દુખ

તો કેટલાક લોકોએ નવરાત્રીમાં ગરબા રમવા નહીં મળે તે વાતના દુખને કંઇક આ રીતે વાચા આપી છે!Laughing

English summary
Heavy rain in Gujarat during Navratri time, this is how people react on it in social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X