અહીં લગ્નમાં સાસુમા જમાઈને પીવડાવે છે દારૂ, જાણો ક્યાં જોવા મળે છે અનોખી પરંપરા
ભારત વિવિધતાઓને દેશ છે અને લોકો હજારો વર્ષોથી ઘણી વિચિત્ર પરંપરાઓ સાથે જીવતા આવ્યા છે. ખાસ કરીને લગ્નની બાબતમાં ભારતમાં અનોખી પરંપરાઓની કોઈ કમી નથી.
આજે પણ ભારતમાં ઘણી એવી પરંપરાઓ જોવા મળે છે જે સાંભળીને જ લોકોને આશ્ચર્ય થાય છે. આવી જ એક પરંપરાની દુનિયાભરમાં ચર્ચા થાય છે.

સામાન્ય રીતે લગ્ન પહેલાં અને લગ્ન દરમિયાન એવુ ધ્યાન રાખવામાં આવે છે કે દુલ્હા-દુલ્હન નશો ન કરે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક જગ્યાએ એવી પરંપરા જોવા મળે છે જેમાં ખુદ વરરાજાના સાસુમા જ દારૂ પીવડાવે છે.
ભારતના એક રાજ્યમાં જોવા મળતી આ પરંપરામાં લગ્ન પહેલા કન્યાની માતા વરરાજાને ખૂબ દારૂ પીવડાવે છે. આ પછી આખો પરિવાર વરરાજા અને દુલ્હન સાથે બેસીને દારૂ પીવે છે. આ પરંપરા છત્તીસગઢમાં જોવા મળે છે.
છત્તીસગઢના કવર્ધા જિલ્લાના બૈગા આદિવાસી સમુદાયમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. અહીં લગ્ન દરમિયાન દારૂ પીરસવાની વિધિ કરાય છે. દુલ્હનની માતા દારૂ પીરસવાની પ્રક્રિયા શરૂ કરે છે અને તે વરરાજાને દારૂ પીરસનાર પ્રથમ વ્યક્તિ હોય છે, આમ વિધિ પૂર્ણ થાય છે. વાત અહીં પૂરી થતી નથી. પરંપરા મુજબ સાસુ પછી કન્યા પોતે તેના પતિને દારૂ પીરસે છે.
દારૂ પીરસવાની આ વિધિ અહીં સમાપ્ત થતી નથી. બૈગા આદિવાસી સમાજમાં કન્યા અને વરરાજા સાથે આખો પરિવાર પણ સાથે બેસીને દારૂ પીવે છે. આ પછી જ લગ્નની અન્ય વિધિઓ શરૂ થાય છે અને ઉજવણી શરૂ થાય છે.
ખાસ વાત એ છે કે બૈગા આદિવાસી સમાજમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર થતો નથી. એનો અર્થ એ કે અહીં દહેજ જેવી કોઈ પ્રથા નથી. ભેટ પણ આપવામાં આવતી નથી.












Click it and Unblock the Notifications
