• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતના કયા-કયા ખજાનામાંથી મળી આવી અખૂટ સંપત્તિ

By Kumar Dushyant
|

ગાંધીનગર, 21 ઓક્ટોબર: ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આજથી ખોદકામ શરૂ કરી દિધું છે. આ ખોદકામ કથિત રીતે શોભન સરકાર નામના એક સાધુને સપનું આવ્યું હોવાના આધારે છે.

આ સાધુએ સપનામાં જોયું હતું કે રાજા રાવ રામબક્શ સિંહના કિલ્લાના ખંડેરમાં એક હજાર ટન સોનું દબાયેલું છે. જ્યારે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણમાં આ જમીનની નીચે ભારે માત્રામાં કોઇ ધાતુ દબાયેલું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતમાં આ પહેલાં પણ આ પ્રકારના ખજાના મળ્યા હોવાની વાત જ્યારે-ત્યારે સામે આવી છે. આવો જાણીએ એવા કેટલાક ચર્ચિત કિસ્સાઓ વિશે:

અન્ય ખજાનાઓ વિશે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

શ્રી પદ્યાનાભાસ્વામી મંદિર

શ્રી પદ્યાનાભાસ્વામી મંદિર

ફેબ્રુઆરી, 2012માં કેરલના તિરૂવનંતપુરમમાં 16મી સદીના શ્રી પદ્યાનાભાસ્વામી (વિષ્ણુ) મંદિરના બે ભૂમિગત ભોંયરામાંથી અરબો રૂપિયાના કિંમતી હિરા, સોનું, અને ચાંદી મળી આવી હતી. આ મંદિરને 16મી સદીમાં ત્રાવનકોરના રાજાઓએ બનાવ્યું હતું. સ્થાનિક લોકગાથાઓમાં ઉલ્લેખ છે કે મંદિરની દિવાલો અને ભોંયરામાં રાજાઓએ ખાસ હિરા-ઝવેરાત સંતાડ્યા હતા. દેશમાં ભગવાન વિષ્ણુના મશહૂર મંદિરોમાં સામેલ આ મંદિરમાં નવ સો અરબ રૂપિયાની કિંમતનો ખજાનો હોવાની વાત કહેવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર મંદિરના ખજાનાને સૂચિબદ્ધ કરવા માટે વિશેષ રીતે વિકસીત કરવામાં આવેલા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંદાજીત 25 અરબ રૂપિયાની કિંમતનો ખજાનો

અંદાજીત 25 અરબ રૂપિયાની કિંમતનો ખજાનો

કહેવામાં આવે છે કે શ્રી પદ્યાનાભાસ્વામી (વિષ્ણુ) મંદિરના ચારમાંથી બે ભોંયરાને ગત 130 વર્ષોથી ખોલવામાં આવ્યા ન હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર સાત સભ્યોની એક સમિતિને તેમાં દાખલ થવા અને ત્યાં હાજર વસ્તુંઓની આકલન કરવાનો આદેશ આપ્યો હતો. બિનસત્તાવાર અંદાજા મુજબ ચાર દિવસના નિરીક્ષણમાં મળી આવેલી વસ્તુઓની કિંમત લગભગ 25 અરબ રૂપિયા હતી. પરંતુ ઇતિહાસકારોનું કહેવું છે કે આ વસ્તુઓની અસલી કિંમત કહેવી ઘણી મુશ્કેલ છે.

હૈદ્વાબાદમાં ખજાનો

હૈદ્વાબાદમાં ખજાનો

ફેબ્રુઆરી 2012માં જ હૈદ્વાબાદમાં પુરાતત્વ વિભાગે કથિત ખજાનાની શોધમાં એક સ્કૂલ પાસે અંધાધૂધ ખોદકામ કર્યું પરંતુ ખજાનો મળવો તો દૂર એક કોડી પણ ન મળી.જે પહાડી પર ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તેને નૌબત પહાડ તરીકે ઓળખવામાં આવે છે જેના પર મશહૂર બિરલા મંદિર બનેલું છે. રાજ્ય સચિવાલય પણ આ મંદિરથી નજીક છે. ચન્ના રેડ્ડીના નેતૃત્વમાં ગંભીરતા પૂર્વક ખોદકામ કરી રહેલા પુરાતત્વ વિભાગના અધિકારીઓને વિશ્વાસ હતો કે અહીં એક ગુફા અને ખજાનો નિકળશે. પરંતુ સ્થાનિક લોકો અને અન્ય પુરાતત્વ વિશેષજ્ઞ આ પ્રયત્નનો મજાક ઉડાવી રહ્યાં હતા. તેમનું કહેવું હતું કે આ જગ્યા પર કોઇ ગુફા નથી.

કંઇપણ હાથ ન લાગ્યું

કંઇપણ હાથ ન લાગ્યું

ખોદકામની જગ્યાએ વાનપર્તિ સંસ્થાનો માલિકીનો હક છે. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેઝની સંયોજક અનુરાધા રેડ્ડી આ ખોદકામથી નારાજ પણ છે. આંધ્ર પ્રદેશના પુરાતત્વ વિભાગના મંત્રી વટ્ટી વસંત કુમાને પણ ખોદકામવાળી જગ્યાની મુલાકાત લીધી હતે. અધિકારીઓએ ખોદકામની જગ્યા ત્રણવાર બદલી પરંતુ તેમને કંઇ ન મળ્યું.

બિહારના ભરતપુરામાં ખજાનો

બિહારના ભરતપુરામાં ખજાનો

બિહારના ભરતપુરા ગામમાં દેખાતા ઉંચા ટેકરા પર એક માલિકીના મકાનના એક ભાગમાં દુર્લભ પાંડુલિપિઓ ઉપરાંત અતિ પ્રાચીન સિક્કાઓ અને કલાકૃતિઓનો અદભૂત સંગ્રહ હોય શકે છે. ભરતપુરા લાઇબ્રેરીના નામે જાણીતા આ નાના સંગ્રહાલયની સુરક્ષા ત્યારથી વધારી દેવામાં આવી, જ્યારથી દશકા પહેલાં અહીં ચોરવામાં આવેલી કેટલીક કિંમતી કૃતિઓ સીબીઆઇને ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત કરી હતી

જયગઢનો ખજાનો

જયગઢનો ખજાનો

એવું માનવામાં આવે છે કે જયપુરના રાજા માન સિંહ સિંહ પ્રથમે પોતાનો અખૂટ ખજાનો સમ્રાટ અકબરથી બચાવીને જયગઢના કિલ્લામાં સંતાડી દિધો હતો. સ્થાનીક પૂર્વજોના અનુસાર રાજા માન સિંહે આ ખજાનો ભૂમિગત કુવાઓમાં સંતાડ્યો હતો. કહેવામાં આવે છે કે પૂર્વ વડાપ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી સમયે જયગઢના કિલ્લામાં ખોદકામનો ઓર્ડર આપ્યો હતો.

ખજાનો વડાપ્રધાનમંત્રી નિવાસસ્થાને લઇ જવાયો

ખજાનો વડાપ્રધાનમંત્રી નિવાસસ્થાને લઇ જવાયો

તે સમયે વિપક્ષી દળોએ ઇન્દિરા ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમને દિલ્હી-જયપુર માર્ગ જનતા માટે બંધ કરી દિધો હતો અને કિલ્લામાં મળેલા ખજાનાને સેનાના ટ્રકોમાં ભરીને વડાપ્રધાનના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો. જો કે આ અંગે કોઇ સચોટ જાણકારી મળી નથી જે માનસિંહનો ખજાનો હતો કે નહી, અને જો હતો તો તે હજુસુધી પણ જયગઢના કિલ્લામાં જ છે કે પછી નિકાળી દેવામાં આવ્યો?

કોલ્હાપુરના મહાલક્ષ્મીનો મંદિરનો ખજાનો

કોલ્હાપુરના મહાલક્ષ્મીનો મંદિરનો ખજાનો

જાન્યુઆરી 2010માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત મહાલક્ષ્મી મંદિરના મહાખજાનાએ સૌથી આંખો ચાર કરી દિધી. લગભગ 900 વર્ષ જૂના આ મંદિરમાં ખજાનાની ગણતરી દરમિયાન કરોડોના હિરા, ઝવેરાત અને આભૂષણ મળ્યા હતા. કહેવામાં આવે છે કે મંદિરમાં કોંકણના રાજાઓ, ચાલુક્ય રાજાઓ, આદિલ શાહ, શિવાજી અને તેમની માતા જીજાબાઇએ ચડાવો ચઢાવ્યો હતો. આ મંદિર 27 હજાર વર્ગફૂટમાં ફેલાયેલું છે. આદી શંકરાચાર્યે મહાલક્ષ્મીની મૂર્તિની મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી.

English summary
India was the richest country long before British rule and long after numerous conquests from outside invaders. Territories of most of the kings were larger than England, Spain, Portugal, France or Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X