Hindu Temple In Pakistan : હાલ પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિર છે? જાણો કેવી રીતે થાય છે તેની સંભાળ?
Hindu Temple In Pakistan : હિન્દુઓ માટે નર્ક ગણાતા પાકિસ્તાનમાં સમયે સમયે હિન્દુ મંદિરો પર હુમલાના અહેવાલો આવતા રહે છે. આજે પણ પાકિસ્તાનમાં ઘણા હિન્દુ મંદિરો આવેલા છે.
આઝાદી બાદ એક તરફ ભારત આઝાદ બનીને બિનસંપ્રદાયિક દેશ બન્યો તો બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર બન્યુ અને લઘુમતિ માટે નર્ક બની ગયુ.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું દેશનું વિભાજન થયું અને પાકિસ્તાન ઇસ્લામિક દેશ બન્યો ત્યારે ત્યાં હજારો મંદિરો હતા. આજે પણ પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો છે.
પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓને નિશાન બનાવીને હત્યા કરવી અને તેમના ધાર્મિક સ્થળોમાં તોડફોડ સામાન્ય ઘટના છે. કટ્ટરપંથીઓ વારંવાર હિંદુ મંદિરોને નિશાન બનાવે છે.
સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો શેર કરવામાં આવે છે, જેમાં કટ્ટરપંથીઓ હિંદુ મંદિરો અને દેવી-દેવતાઓના ફોટાને નષ્ટ કરતા જોવા મળે છે.
પાકિસ્તાનમાં કેટલા મંદિરો છે તેનો જવાબ એ છે કે આઝાદી સમયે પાકિસ્તાનના ભાગમાં ઘણા મંદિરો હતા પરંતુ હાલ પાકિસ્તાનમાં મંદિરોની સંખ્યા નહિવત છે.પાકિસ્તાનમાં આઝાદી બાદથી મંદિરો તોડવામાં આવી રહ્યા છે, કટ્ટરવાદીઓએ ઘણા મંદિરોને પણ તોડી પાડ્યા છે.
આજે હિન્દુ પરિવારો પાકિસ્તાનમાં મજબૂરીમાં જ રહે છે. પાકિસ્તાન હિંદુ રાઈટ્સ મૂવમેન્ટ અનુસાર, જ્યારે 1947માં વિભાજન થયું ત્યારે પાકિસ્તાનના ભાગમાં 428 મંદિરો હતા. પરંતુ 1990 સુધીમાં 408 મંદિરો રેસ્ટોરન્ટ, હોટેલ, સરકારી શાળા અથવા મદરેસામાં ફેરવાઈ ગયા હતા.
સ્થાનિકો અનુસાર, દારા ઈસ્માઈલ ખાને પાકિસ્તાનમાં કાલીબારી મંદિરની જગ્યાએ તાજમહેલ હોટેલ બનાવી છે. પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં એક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે અને ત્યાં મીઠાઈની દુકાન ખોલવામાં આવી છે, જ્યારે કોહાટના શિવ મંદિરમાં હવે એક શાળા ચલાવવામાં આવે છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં હવે માત્ર 22 હિંદુ મંદિરો જ બચ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સૌથી વધુ 11 મંદિરો છે. પંજાબમાં ચાર, પખ્તુનખ્વામાં ચાર અને બલૂચિસ્તાનમાં ત્રણ મંદિર છે.
આ મંદિરોમાં નજીકમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો તેમની પૂજા અને જાળવણી કરે છે. પાકિસ્તાનમાં હજુ પણ લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેઓને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
