For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો પાછળ છુપાયું છે આ રહસ્ય

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર વનનું ગત મહિને કામ પૂર્ણ થઇ ગયું. 541 મીટર ઉંચા આ ટાવર મેનહૈટનની એક પ્રમુખ ઇમારત છે અને પશ્ચિમી વિશ્વની ગગનચુંબી ઇમારતોમાં સૌથી ઉંચી. આધુનિકતાની પ્રતીક અને ભવિષ્યની ઝલક માટે આ ઇમારત શહેર માટે આશાના એક કિરણ સામન છે. પરંતુ આ નવી ગગનચુંબી ઇમારતની જડો એક જૂની અને વિલુપ્ત થઇ ગયેલી દૂનિયામાં છે. ટાવર વન જ નહીં પરંતુ ન્યુયોર્કની અન્ય તમામ ગગનચુંબી ઇમારતોની જડો પણ વિતેલી દૂનિયામાં છે.

ન્યુયોર્કની લગભગ તમામ ઉંચી ઇમારતો માત્ર બે વિસ્તારમાં જોવા મળે છે. ડાઉન ટાઉન જેને ન્યુયોર્કની આર્થિક રાજધાની કહેવામાં આવે છે અને મિડટાઉન જ્યાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. પ્લિમથ વિશ્વવિદ્યાલય કે ભૂ-વૈજ્ઞાનિકના પ્રોફેસર યાન સ્ટીવર્ટે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે, જેનાથી ન્યુયોર્કના અતિતને સમજવામાં ઘણી મદદ મળે છે. પ્રોફેસર સ્ટીવર્ટ અનુસાર મૈનહૈટનની નીચ તેમની જડોમાં જે પથ્થર છે અને મૈનહૈટન શિસ્ટના નામથી ઓળખાય છે. આ ગગનચુંબી ઇમારતોની વધુ માહિતી તસવીરોના માધ્યમથી જાણીએ.

 પથ્થરોમાં મળવી આવતુ ખનિજ

પથ્થરોમાં મળવી આવતુ ખનિજ

આ પથ્થરોમાં મળી આવતા ખનિજ અમેરિકાના પ્રાચિન ઇતિહાસ અને મેનહૈટનની ગગનચુંબી ઇમારતોનું રહસ્ય સમજવામાં મદદ કરે છે.

'ક્યાનાઇટ' નામની એક ખનિજ

'ક્યાનાઇટ' નામની એક ખનિજ

પ્રોફેસર સ્ટીવર્ટ 'ક્યાનાઇટ' નામની એક ખનિજ અંગે શોધ કરી રહ્યાં હતા. તેમના જણાવ્યા અનુસાર મેનહૈટનમાં દરેક સ્થળે જોવા મળતા ભુરા રંગનું આ ખનિજ જમીનની અંદર ઉંડાણમાં અત્યાધિક દબાણ બનાવે છે. આ ખનિજ એક ફિગર પ્રિન્ટની જેમ છે, જેનાથી ઘણી બધી માહિતી મળે છે.

પેનજિયા નામના મહાદ્વીપનું થયું હતું નિર્માણ

પેનજિયા નામના મહાદ્વીપનું થયું હતું નિર્માણ

આ ખનિજની હાજરીમાં જાણવા મળ્યું છે કે અંદાજે 30 કરોડ વર્ષ પહેલા મેનહૈટન શિસ્ટનો નિર્માણ થયો હતો. તેમણે જણાવ્યાનુસાર, બે મોટા ભૂભાગ એક સાથે મળી ગયા હતા, જેના કારણે પૈનજિયા નામના એક સુપર મહાદ્વીપનું નિર્માણ થયું હતું. જ્યારે બન્ને ભૂભાગો મળ્યા તો તેમના કિનારાના પથ્થર એક સાથે જોડાઇ પહાડની જેમ ઉપર ઉઠી ગયા. મેનહૈટન શિસ્ટ આ નવી પર્વત શ્રેણીમાં 13 કિમી નીચે દબાયેલા હતા.

અલગ-અલગ દિશામાં મહાદ્વીપોનું નિર્માણ

અલગ-અલગ દિશામાં મહાદ્વીપોનું નિર્માણ

લગભગ 10 કરોડ વર્ષ બાદ પેનજિયા મહાદ્વીપ તૂટીને અલગ-અલગ દિશાઓમા જવા લ્ગયો અને આ પ્રકારે હાલના મહાદ્વીપોનું નિર્માણ થયું. આ વિભાજન બાદ પેનજિયાનો એક હિસ્સો ત્યાં રહી ગયોજેની ઉપર આજે મેનહૈટન વસેલું છે.

મેનહૈટનની નીચે દબાયેલા પથ્થર

મેનહૈટનની નીચે દબાયેલા પથ્થર

મેનહૈટન નીચે દબાયેલા પથ્થર ઘણા સખ્ત છે અને તેની સપાટી પણ ઘણી સખ્ત છે, આ સખ્ત સપાટી ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો માટે એક શાનદાર બુનિયાદનું કામ કરે છે. ડાઉનટાઉન અને મિડટાઉનની નીચે આ સખ્ત પથ્થર મળી આવે છે, જેના કારમે આ વિસ્તારમાં ગગનચુંબઈ ઇમારતો બનાવી સહેલી છે.

ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો પાછળ છુપાયું છે આ રહસ્ય

ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો પાછળ છુપાયું છે આ રહસ્ય

ન્યુયોર્કના બીજા ભાગોમાં આટલી ઉંચી ઇમારત બનાવવી સંભવ નથી કારણ કે નીચે પથ્થર એટલા સખ્ત નથી અને ત્યાં જમીન ઉંચી ઇમારતોનો ભાર ઉઠાવી શકતી નથી. આ કેટલી આશ્ચર્યની વાત છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ટાવર વન જે ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતોની સૌથી તાજા મિસાલ છે અને જે આધુનિક દુનિયાની એક ઓળખ છે, તેની જડો એક પ્રાચીન અને ખોવાયેલી દુનિયામાં છે.

English summary
history behind new york high rise building
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X