For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગામમાં છેલ્લા 100 વર્ષોથી નથી મનાવી હોળી, રંગથી રમનારાને લાગે છે મોતનો ડર

એક જગ્યાએ એવી માન્યતા છે કે જેણે પણ હોળી મનાવી તેનુ મૃત્યુ નિશ્ચિત છે. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રંગોના તહેવાર હોળીનુ દેશમાં અલગ જ મહત્વ છે. મથુરા, વૃંદાવન સહિત ઘણી ખાસ જગ્યાઓએ તેને ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. જો કે કોરોના મહામારીના કારણે આ વર્ષે ઘણા રાજ્યોએ સાર્વજનિક રીતે હોળી મનાવવા પર રોક લગાવી દીધી છે પરંતુ લોકો તહેવાર પહેલાથી જ ઉજવણીમાં મૂડમાં છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ઘણા ગામ એવા છે જ્યાં હોળીની ઉજવણી ફીકી રહે છે. એક જગ્યાએ તો એવી માન્યતા છે કે જેણે પણ હોળી મનાવી તેનુ મૃત્યુ નિશ્ચિત છે.

100 વર્ષોથી નથી મનાવવામાં આવી હોળી

100 વર્ષોથી નથી મનાવવામાં આવી હોળી

ઉત્તર ભારતના મુખ્ય રાજ્ય ઝારખંડમાં હોળી ધામધૂમથી મનાવવામાં આવે છે પરંતુ એક ગામ એવુ છે જ્યાં લોકો રંગોથી ડરે છે. અહીં રહેતા વૃદ્ધોના જણાવ્યા મુજબ દૂર્ગાપુરમાં બોકારોના કસમાર બ્લૉકમાં 1000થી વધુ લોકો રહે છે પરંતુ તેઓ હોળી નથી મનાવતા. આ પરંપરા આજથી નહિ પરંતુ 100 વર્ષોથી ચાલતી આવે છે. માનવામાં આવે છે કે જો કોઈએ અહીં હોળી રમી તો તેનુ મોત નિશ્ચિત છે. તેની પાછળ એક કિસ્સો પણ ઘણો પ્રચલિત છે.

રાજાએ મોત સમયે કહી આ વાત

રાજાએ મોત સમયે કહી આ વાત

સ્થાનિક વડીલોના જણાવ્યા મુજબ ઘણા દશકો પહેલા અહીં દૂર્ગા પ્રસાદ નામના રાજા રાજ કરતા હતા. તેમણે એક વાર હોળીનો તહેવાર ધામધૂમથી મનાવ્યો. જેની સજા રાજાને મળી જ્યાં હોળીના દિવસે તેમના દીકરાનુ મોત થઈ ગયુ. ત્યારબાદગ રાજાનુ પણ મોત હોળીના દિવસે થયુ. રાજાએ મોત પહેલા ગામના લોકોને ક્યારેય હોળી ન મનાવવાની વાત કહી હતી. ત્યારબાદથી આ ગામમાં રંગો નથી ઉડ્યા. ગામ લોકોનુ માનવુ છે કે જો તેમણે હોળી મનાવી તો રાજાનુ ભૂત ગામમાં કહેર વરસાવશે. સાથે જ અકાળ, ભૂખમરો અને મહામારી પણ ફેલાઈ શકે છે. આમ તો હોળી ન મનાવવાની પ્રથા દૂર્ગાપુરમાં છે પરંતુ ડરના માર્યા આસપાસના લોકો પણ રંગોથી દૂર રહે છે.

ઉત્તરાખંડમાં આવા બે ગામ

ઉત્તરાખંડમાં આવા બે ગામ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નામનો એક જિલ્લો છે જ્યાં અકલનંદા અને મંદાકિની નદીનો સંગમ થાય છે. આ જિલ્લાના કુરઝાં અને ક્વિલી નામના બે ગામ એવા છે જ્યાં હોળી નથી મનાવાતી. લગભગ 150 વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે જેનો ગામ લોકો આજે પણ પાલન કરે છે. જો કે અહીં ભૂત-પ્રેતની કહાની નથી. માન્યતા અનુસાર વિસ્તારના મુખ્ય દેવી ત્રિપુર સુંદરીનો અહીં વાસ છે અને તેમને શોર-બકોર બિલકુલ પસંદ નથી જેના કારણે અહીં લોકોએ રંગોથી અંતર જાળવી લીધુ છે.

કોરોનાની બીજી લહેર થઈ શકે છે પહેલા કરતા વધુ ખતરનાકકોરોનાની બીજી લહેર થઈ શકે છે પહેલા કરતા વધુ ખતરનાક

English summary
Holi 2021: No holi celebration in these villages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X