For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-જેડીયુ બ્રેક અપઃ મોદીને કેવી રીતે થશે મદદગાર

By Rakesh
|
Google Oneindia Gujarati News

એક સમયે મોદી...મોદીની માળા જપ્યા કરતા નીતિશ કુમાર અને તેમની કંપનીએ મોદીના વધતા કદથી ગભરાઇને અને ત્રીજા મોરચાની રચના કરવામાં આવે તો દેશના વડાપ્રધાન બનવા(જો દેશમાં ત્રીજા મોરચાની સરકાર રચાય તો)ની ચોકલેટથી લોભાઇ ગયેલા નીતિશ કુમાર અને જેડીયુએ એનડીએ અને ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો છે. તેમને હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ સાથે રહેવાથી તેમને નુક્સાન અને અલગ થવાથી ફાયદો થશે, પરંતુ ભાજપના પક્ષ તરફથી જોવામાં આવે તો કદાચ જેડીયુ સાથેનો નાતો તૂટી ગયા બાદ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાની શક્યતાઓ જેડીયુ કરતા વધારે છે, તેમા પણ ખાસ કરીને નરેન્દ્ર મોદીને.

છેલ્લા કેટલાક સમયથી ભાજપ દ્વારા કરવામાં આવતા નિર્ણયો ખાસ કરીને નરેન્દ્ર મોદીને લઇને જે નિર્ણયો કરવામાં આવે છે, તેમાં કારણ વગર જેડીયુ દ્વારા સ્પષ્ટ કે પછી આડકતરી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે. તેઓ વિરોધ નોંધાવીને અત્યારસુધી એ બાબત સાબિત કરી રહ્યાં હતા કે, એનડીએમાં જેટલું મહત્વ ભાજપનું છે તેટલું જ મહત્વ જેડીયુનું છે અને ભાજપ દ્વારા જો કોઇ નિર્ણય કરવામાં આવે તો એ નિર્ણય જેડીયુને પસંદ હોય તો જ ભાજપ કરી શકે એવો એક ખોટો સંદેશો મનમાં સંગ્રહીને જેડીયુ અત્યારસુધી રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની રમત રમી રહ્યું હતું.

જો કે, મોદી દ્વારા સતત રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરીને નોંધાવવી અને ભાજપ દ્વારા પોતાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે મોદીની નિયુક્તિ કરવાથી જેડીયુને લાગ્યું કે તેઓ આ બાબતનો વિરોધ કરશે અને ભાજપે અત્યારસુધી જેટલી બાબતો માની છે, એ રીતે આ વાતને પણ તે માની લેશે, પરંતુ જે રીતે મોદીને લઇને ભાજપે પોતાનું જે વલણ રજૂ કર્યું તેનાથી જેડીયુને અંદેશો આવી ગયો કે હવે ભાજપ પાસે આપણી દાળ ગળે તેમ નથી તેથી તેણે ભાજપ પર પોતાનું દબાણ વધારવા માટે નવી એક ચાલ ચાલી.

જેડીયુએ એનડીએ સાથે છેડો ફાડી નાખવાની ધમકી આપી છતાં ભાજપ નમ્યું નહીં અને છેવટે જેડીયુએ ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો પરંતુ તેનાથી ભાજપને ફાયદો થઇ શકે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી એ બાબતો પર પ્રકાશ પાડીએ કે ભાજપ અને મોદીને જેડીયુથી અલગ થવાથી કેવી રીતે ફાયદો થઇ શકે છે.

ભાજપ બિહારમાં પોતાની શક્તિ મુક્તપણે દર્શાવી શકશે

ભાજપ બિહારમાં પોતાની શક્તિ મુક્તપણે દર્શાવી શકશે

જેડીયુ સાથેના ગઠબંધનથી ભાજપ 2005થી 2013 સુધી સત્તાસુખ ભોગવી રહ્યું હતું, પરંતુ મોદી પ્રત્યેના અણગમાના કારણે જેડીયુ એ ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો. હવે એવી ધારણા બાંધવામાં આવી રહી છે કે ભાજપને તેનાથી બિહારમાં નુક્સાન પહોંચી શકે છે, પરંતુ બીજી દ્રષ્ટિથી વિચારવામાં આવે તો છેલ્લા 8 વર્ષથી(એટલે કે 2005)થી ભાજપે બિહારમાં જેડીયુના સહયોગની જરૂર હોય તેવું સાબિત કર્યું છે, જો કે હવે ભાજપ પોતાની શક્તિને બિહારમાં મુક્તપણે દર્શાવી શકશે, જે બેઠકો પર જેડીયુ પ્રભુત્વ છે અને ભાજપ પાસે પણ એ બેઠક પર ચૂંટણી લડી શકે અને પોતાનુ સામર્થ્ય દર્શાવી શકે તેવા નેતા છે પરંતુ જેડીયુના કારણે ભાજપ તે કરી શક્યું નહોતું, જે આગામી ચૂંટણીમાં ચોક્કસ પણે જોવા મળશે, આવું જ 2014માં આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ લાગું પડશે.

મોદીને બિહારમાં એક સક્ષમ અને પ્રગતિશીલ પછાતવર્ગના નેતા તરીકે આગળ કરશે

મોદીને બિહારમાં એક સક્ષમ અને પ્રગતિશીલ પછાતવર્ગના નેતા તરીકે આગળ કરશે

એ વાત બધા જાણે છે કે મોદી એ પછાત વર્ગમાંથી આવતા નેતા છે, ગુજરાતમાં અને દેશમાં તેમની લોકપ્રિયતાનો ગ્રાફ જેટલો દિવસે નથી વધી રહ્યો તેટલો રાત્રે વધી રહ્યો છે. બીજી તરફ બિહારમાં પણ નીતિશ કુમાર એક પછાત વર્ગમાંથી આવતા નેતા છે, પરંતુ પછાત વર્ગ એ લાગણીઓની અનુભૂતિ નથી કરી શકતા કે રાજ્યમાં તેમના વર્ગના નેતા છે, જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદી પોતાના વિકાસ કાર્યોની સાથે સાથે રાજકારણમાં પોતાના પ્રભુત્વથી બિહારના એ પછાત વર્ગના લોકોને પોતાની તરફ આકર્ષી શકશે, જેમાં નીતિશ કુમાર પોતાનો જાદૂ ચલાવી શક્યા નથી.

2003માં વખાણ, 2013માં વિરોધ નીતિશને પડશે મોંઘો

2003માં વખાણ, 2013માં વિરોધ નીતિશને પડશે મોંઘો

2003માં કચ્છમાં નીતિશ કુમારે કહેલું કે, નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણની ક્ષિતિજોને પારી કરી શકે તેમ છે. તેમણે મોદીને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઇ બહુ લાંબો સમય ગુજરાતના દાયરામાં સિમિત નહીં રહે અને તેમને દેશની સેવા કરવાનો લાભ મળશે, પરંતુ આજની વાત કરવામાં આવે એટલે કે 2012-13ની વાત કરવામાં આવે તો નીતિશ કુમાર એ જ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ બોલી રહ્યાં છે જેમના વખાણ કરતા તે થાકતા નહોતા. તેમની આ જ બેવડી નીતિ તેમને ભારે પડી શકે છે, કારણ કે જે વ્યક્તિના વિકાસની વાતોથી નીતિશ કુમાર અંજાઇ ગયા હતા, તેનો તેઓ વિરોધ કરી રહ્યાં છે, ગુજરાતમાં જે થયું છે, તે વિશ્વ અને બિહારની જનતા સારી પેટે જાણે છે, ત્યારે હવે પછી જ્યારે પણ ભાજપ બિહારમાં જશે ત્યારે નીતિશ કુમારને તેમના દ્વારા કરવામાં આવેલા વખાણ અને વિરોધનો સામનો કરવો પડશે.

English summary
JDU and BJP alliance broke up after 17 year. so how bjp and modi will get gain after break up with jdu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X