તમારા પૂર્વ પ્રેમીને પાછો મેળવવા ઈચ્છો છો તો કરો આ ઉપાય?

Posted By:
Subscribe to Oneindia News

જો તમે તમારા પૂર્વ પ્રેમીને પાછો મેળવવા ઉત્સુક છો તો એવું તો શું કરશો કે જેનાથી તમારા સંબંધોની ગાડી પાટે ચઢી જાય? આ લેખમાં અમે તમને જણાવીશું કે, તમારે તમારા પ્રેમીને પાછો મેળવવા માટે તેમની રાશિ પ્રમાણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું. અહીં દરેક રાશિના એવા લક્ષણો આપેલા છે કે જેને આધારે તેમને મનાવશો તો તેઓ તમને જરૂર પ્રતિક્રિયા આપશે અને તમને સ્વીકારશે પણ. પરિણામે જાણો તમારા પ્રેમીની રાશિ પ્રમાણે તમારા માટે કયો સૌથી સારો ઉપાય છે, જેનાથી તમારી રિલેશનશિપ શરૂ થઈ શકે અને સારી રીતે આગળ વધી શકે.

મેષ

મેષ

જો તમારો પૂર્વ પ્રેમી આ રાશિનો છે, તો તેમનો સ્વભાવ સમય ન વેડફતા સીધે સીધા પોઈન્ટ પર વાત કરવાનો છે. તેમને અસ્પષ્ટ વસ્તુઓથી ચીડ છે. પરિણામ ધ્યાન રાખો કે તે તમારી સાચી લાગણીઓને પિછાણે. લાગણીઓ અને સંબંધોની વાત આવે ત્યારે તેમને તેમાં ખેલ ખેલવુ્ં પસંદ નથી. પોતાના દિલની વાત સીધેસીધી જણાવી દો.

 વૃષભ

વૃષભ

એવું મનાય છે કે જો તમારો સાથી આ રાશિનો હોય તો તેઓ હંમેશા વિશ્વાસ કરવાનું પસંદ કરે છે. તેઓ પોતાના જીવનમાં ઉદેશ્યો માટે આત્મનિર્ભર રહે છે. તમારી સાથે રહેવામાં તેમને સંકોચ થવો જોઈએ નહિં. તો તમે જાણી ગયા હશો કે તમારે શું કરવાનું છે.

મિથુન

મિથુન

આ રાશિના લોકો સ્વભાવે વિનોદી હોય છે. પરિણામે તે એવા લોકોને પસંદ કરે છે જે સ્વભાવે રમુજ અને આકર્ષક હોય. તેમના આ સ્વભાવને આધારે તમારે તેમને યાદ કરાવવું કે તમે બંને સાથે હતા અને ચોક્કસ ફરી તે ક્ષણોને જીવતી કરી શકાય છે.

કર્ક

કર્ક

જો તમારો ભૂતપૂર્વ પ્રેમી કર્ક રાશિનો હોય તો તમારે તેમની માટે કોઈ આકસ્મિક રસ્તો અપનાવવો જોઈએ. તેમની પસંદ અને નાપસંદ વિશે જાણી તમારે તેમને સરપ્રાઈઝ આપવું જોઈએ. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારુ આકર્ષણ તેમના પર જળવાઈ રહે.

સિંહ

સિંહ

સિંહ રાશિના લોકોને પોતાના તરફે ખેંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તમારે તેમને એ વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે તમે ખરેખર તેમને કેટલો પ્રેમ કરો છો.

કન્યા

કન્યા

જો તમારો ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમીકા કન્યા રાશિના છે તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમને હંમેશા તમારા સાથે વિતાવેલા પળોની યાદ કરાવતા રહેવું. જૂના રોમાંચિત પળો તેમને ભૂલવા દેવા નહીં.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો તેમના પ્રેમીને મળવાના બહાના શોધતા હોય છે. જો તમારો એક્સ બોયફેન્ડ કે ગલફ્રેન્ડ તુલા રાશિનો હોય તો તેમની માટે એક મજેદાર અનેૉ રોમાંચિત ડેટ ધીરે ધીરે તમારા સંબંધોને ફરી જીવતો કરશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના લોકો પોતાની જાત પર ખૂબ સંયમ ધરાવે છે. તેઓ સ્વભાવે પરિપક્વ હોય છે. જો તમે તેમની સાથે ફરી રિલેશન શરૂ કરવાની વાત કરશો તો તે આ વાતને સમજશે અને તેઓ સરળતાથી બંનેની જૂની યાદોમાં સરી પડશે.

 ધન

ધન

જો તમારો પ્રેમી ધન રાશિનો હોય તો તમે તેમને તમારો મજાકિયા અને શરારતી સ્વભાવ દર્શાવો. તેમને એહસાસ કરાવો કે તેઓ શું ખોઈ બેઠા છે. જેનાથી અસર પામી તેઓ ફરી તમારી સાથે રિલેશનમાં આવી શકે છે.

મકર

મકર

જો તમારો પ્રેમી આ રાશિનો છે તો શરૂઆતમાં તેમને સચ્ચાઈ જણાવો, પણ તેમની આગળ પોતાના પ્રેમની ભીખ માંગવી નહિં. તેઓ એક ઈમાનદાર સાથી ઈચ્છે છે, પણ તે માટે તેઓ દરેક ચેલેન્જો માટે તૈયાર છે.

કુંભ

કુંભ

જો તમારો એક્સ પાર્ટનર આ રાશિનો છે તો તમે સાહસી બની તેમની માટે અચાનકથી કોઈ પ્લાન કરો અને તેમને જણાવો કે તમે હજું પણ તેમને પ્રેમ કરો છો. તેઓ વિના વાતચીતે પણ તેમના સાહસી પાર્ટનરને ફરી પ્રેમ કરવા લાગશે.

મીન

મીન

આ રાશિના લોકોને મનાવવા માટે જાણો કે તેમનું લાગણીજનક પાસુ કયું છે. તેઓ તમારા વિશે શું વિચારે છે તે જાણ્યા વિના તમારી લાગણીઓને જણાવશો નહીં. આ માટે તમારે અત્યંત સાવધાન રહીને વ્યવહાર કરવાની જરૂર છે. જેનુ પરિણામ યોગ્ય જ આવશે.

English summary
Wondering how to get back to your ex? Find out the tricks that you can try. these are based on the zodiac sign of your ex, take a look.
Please Wait while comments are loading...