For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ક્યાં સુધી 'પપ્પા-દાદી'ની ટિકિટ પર 'લોકતંત્ર-રેલ'માં મુસાફરી કરશે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અંકુર કુમાર શ્રીવાસ્તવ] ચૂંટણી જેમ-જેમ નજીક આવે છે તેમ તેમ નેતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાવુક વાતો કરે છે. રાજકારણને નજીકથી સમજનાર અને અનુભવની વાત કરીએ તો આ દેશમાં ચૂંટણી ભાવુક એજન્ડા પર નક્કી કરવામાં આવી છે તો કોઇપણ નેતાની ભાવુકતાની વાત રાખવી ભારતીય રાજકારણમાં કોઇ નવી વાત નથી. જો ભારતીય રાજકિય સિસ્ટમ જોઇએ તો એક મોટો વર્ગ છે જેને ભાવુક મુદ્દાઓ પર રાજકારણ રમ્યું છે અને સફળ રાજકારણ કર્યું છે. પરંતુ જ્યારે જ્યારે આવું રાજકારણ રમવામાં આવ્યું છે ત્યારે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.

સવાલ એ પેદા થાય છે કે મુદ્દાની અછતના કારણે આમ કરી રહ્યાં છે. તો બીજી તરફ એમ વિચારે છે કે જો પોતાની સ્પીચમાં ઇમોશનલ ઇલીમેન્ટ નાખશે તો જનતા ઝડપથી તેની સાથે જોડાઇ જશે. શું નેતા આમ કરશે તો પોતાની નબળાઇને સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અથવા ઇમોશનલ મુદ્દા ઉપાડીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો? જી હાં અમે વાત કરી રહ્યાં છીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જેમને રાજસ્થાનના ચુરૂમાં પોતાની દાદી અને પિતાની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે દુખને અનુભવ્યું છે.

rahul-gandhi

રાહુલ ગાંધીએ રાજસ્થાનના ચુરૂમાં દુનિયાને તે દર્દનાક રાત યાદ અપાવી જ્યારે તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. તેમને એ દિવસ પણ યાદ કરાવ્યો જ્યારે હત્યા બાદ એક તરફ તેમની દાદી ઇન્દિરા ગાંધીની લાશ રાખી હતી તો બીજી તરફ તેમના આંસૂ વહી રહ્યાં હતા. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે રાહુલ ગાંધીનું રોટી, કપડાં અને મકાનનો એજન્ડા પર ચૂંટણી લડવી કેટલી યોગ્ય છે.

ભારતની પ્રજા રાહુલ ગાંધીની તે ઇમોશનલ સ્પીચના વખાણ તો કરી રહી છે પરંતુ હવે એ ગુજારિશ પણ કરવામાં આવી છે કે તે પારિવારિક એલબમથી બહાર નિકળે. એવું હોવું પણ જોઇએ કારણ કે એક 14 14 વર્ષનો બાળક રેલવેમાં પોતાની ટિકિટ પર ચાલે છે તો રાહુલ ગાંધી ક્યાં સુધી પોતાના 'પપ્પા-દાદી'ની ટિકિટ પર લોકતંત્રની રેલવેમાં મુસાફરી કરતાં રહેશે. રાહુલ ગાંધી અંત સુધી સંવેદનાઓનું દુખ લઇને લોકો પાસે સહાનૂભૂતિ મેળવતાં રહેશે કારણ કે તેમને જે દુખ અનુભવ્યું છે તેનો અંદાજો કરવો મુશ્કેલ છે પરંતુ શું રાહુલના આ દર્દને 121 કરોડની વસ્તીવાળા આ દેશને બે ટાઇમનું ભોજન, શરીર ઢાંકવા માટે કપડાં અને માથે છત આપી શકશે. તમારું આ અંગે શું માનવું છે? તમારું મંતત્વ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો.

English summary
There was nothing unusual in Congress Vice President Rahul Gandhi's election rallies on Wednesday in Rajasthan. He woos voters through emotional speeches, but silent on burning issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X