કેટલી ગરમી સહન કરી શકે છે માણસનું શરીર? જાણો તેનાથી વધુ તાપમાન વધે તો શું થાય?
આ દિવસોમાં ગુજરાત અને રાજસ્થાન સહિતના મોટાભાગના રાજ્યો ભારે ગરમીની ઝપેટમાં છે. હિટવેવને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
ઘણી જગ્યાએ તાપમાન એટલું વધી ગયું છે કે ગરમીના કારણે લોકો માટે દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં શું તમને ક્યારેય એવું વિચાર્યુ છે કે માનવ શરીર કેટલું તાપમાન સહન કરી શકે?

માનવ શરીર કેટલું તાપમાન સહન કરી શકે?
વૈજ્ઞાનિકોના મતે માનવ શરીરનું સામાન્ય તાપમાન 98.9 ડિગ્રી ફેરનહીટ હોય છે. જે તમારી આસપાસના પર્યાવરણ એટલે કે બહારના તાપમાનના 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે. વિજ્ઞાન અનુસાર, માનવી ગરમ લોહીવાળા સસ્તન પ્રાણીઓ છે. જે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરી શકે છે. માનવ શરીરમાં એક ખાસ મિકેનિઝમ હોમિયોસ્ટેસિસ છે, જે આ તાપમાનમાં પણ વ્યક્તિને સુરક્ષિત રાખે છે.
કેટલુ તાપમાન થાય તો મુશ્કેલી પડે?
માણસ 42 ડિગ્રી તાપમાનમાં જીવી શકે છે અને આનાથી વધુ તાપમાન માનવ શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીનના રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં ગરમીના કારણે થતા મૃત્યુમાં 257 ટકાનો વધારો થશે.
વિજ્ઞાન કહે છે કે માનવ શરીર 35 થી 37 ડિગ્રી તાપમાનને કોઈપણ સમસ્યા વિના સહન કરી શકે છે, જ્યારે આ જ તાપમાન જ્યારે 40 ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે લોકો સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. આના પર કરવામાં આવેલા સંશોધન મુજબ, મનુષ્ય માટે મહત્તમ 50 ડિગ્રી તાપમાન સહન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
જો તાપમાન આનાથી વધુ પહોંચે છે તો તે જીવન માટે પણ નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે. મેડિકલ જર્નલ લેન્સેટના રિપોર્ટ અનુસાર, 2000-04 અને 2017-2021 વચ્ચેના 8 વર્ષમાં ભારતમાં હિટ વેવ ખૂબ જ વધારે હતી અને આ સમયગાળા દરમિયાન ગરમીના કારણે મૃત્યુમાં 55 ટકાનો વધારો થયો છે.
ગરમી ક્યારે મોતનું કારણ બને?
હેલ્થ એક્સપર્ટના મતે જો તાપમાન 45 ડિગ્રી હોય તો બેહોશી, ચક્કર આવવા કે નર્વસનેસ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સામાન્ય છે. જો તમે લાંબા સમય સુધી 48 થી 50 ડિગ્રી અથવા વધુ તાપમાનમાં રહો છો તો સ્નાયુઓ સંપૂર્ણ રીતે પ્રતિક્રિયા કરી શકે છે જે મૃત્યુ તરફ દોરી શકે છે.












Click it and Unblock the Notifications
