7 વડાપ્રધાનમંત્રીઓનો સાક્ષી બન્યો 7RCR, હવે મોદીનો ઇંતઝાર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: દિલ્હી સ્થિત 7 આરસીઆરનો બંગલો દેશના ભાવિ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇંતઝાર કરી રહી છે. નરેન્દ્ર મોદી આવતાં પહેલાં બંગલાની સજાવટનું કામ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ હાઇટેક તથા લક્સરી બંગલામાં શિફ્ટ થઇ જશે. નરેન્દ્ર મોદી હાઇટેક ટેક્નોલોજીને અપનાવવામાં નંબર વન છે. પાંચ બંગલાઓના સમૂહથી બનેલા આશિયાનામાં હેલિપેડથી માંડીને ટેનિસ કોર્ટ સહિત વાઇ-ફાઇ સુવિધાઓ યુક્ત છે. વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગત વડાપ્રધાનની જેમ પોતાની પસંદ અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરશે.

સૌથી પહેલીવાર 1984માં 7 આરસીઆરમાં પ્રથમવાર દેશના વડાપ્રધાનમંત્રીનું આધિકારીક નિવાસ બન્યું હતું. લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજીવ ગાંધીએ તેને પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું હતું, જ્યારે 1989માં વીપી સિંહે તેને દેશના વડાપ્રધાનમંત્રીના આધિકારીક નિવાસસ્થાનનો દરજ્જો આપ્યો હતો. ત્યારબાદથી દેશમાં વડાપ્રધાનમંત્રીનું પદ પ્રાપ્ત કરનારનું આ નિવાસસ્થાન બન્યું ફક્ત ચંદ્રશેખર આ નિવાસસ્થાનમાં રહ્યાં નહી.

વીપી સિંહ, નરસિંહ રાવ, એચડી દૈવાગૌડા, આઇકે ગુજરાલ, અટલ બિહાર વાજપાઇ અને મનમોહન સિંહ બાદ નરેન્દ્ર મોદી એવા 7મા વડાપ્રધાન હશે જે 7 આરસીઆરમાં વડાપ્રધાન તરીકે નિવાસ કરશે. 7 આરસીઆરની કેટલીક ખાસિયતો તસવીરોના માધ્યમથી જોઇએ.

મોદી માટે તૈયાર છે 7 RCR

મોદી માટે તૈયાર છે 7 RCR

7 RCR ફક્ત એક ઘર નથી, પરંતુ પાંચ બંગલાનો એક સમૂહ છે. આ બંગલા નંબર 1,3,5,7 અને 9થી મળીને બનેલો છે. આ બંગલા અલગ-અલગ જરૂરિયાતોના મુજબ વડાપ્રધાન ઉપયોગ કરે છે.

પીએમ માટે તૈયાર

પીએમ માટે તૈયાર

7 RCRમાં વડાપ્રધાનના નિવાસ માટે બધી સુવિધાઓ છે. બંગલા નંબર 1માં હેલિપેડ, બંગલા નંબર 7 વડાપ્રધાનનું કાર્યાલય તથા આધિકારીક નિવાસ અને બંગલા નંબર 9માં પીએમ સુરક્ષાની વિશેષ ટુકડી તથા ટેનિસ કોર્ટ પણ સામેલ છે.

બંગલાનો સમૂહ

બંગલાનો સમૂહ

રેસકોર્સ મેટ્રો સ્ટેશનથી રેસકોર્સ રોડની તરફ આગળ વધતાં તમને અહેસાસ થશે કે તમે મનમોહન સ્થાન પર ભ્રમણ કરી રહ્યાં છો. પીએમ આવાસની અંદર અર્જુન, મુમોહર, તાર, સેમલ જેવા વૃક્ષોની કતાર છે. હરિયાળીથી ભરપૂર છે પીએમ આવાસ. અહીં તમે કોયલની કુક અને નાચતા મોર જોવા મળી શકે છે.

પીએમ માટે સેવકોની ફૌજ

પીએમ માટે સેવકોની ફૌજ

માળી, ઇલેક્ટ્રિશિયન અને સહાયકોની પુરી ફૌજ પીએમ આવાસમાં 24 કલાક હાજર હોય છે. લગભગ 50ની સંખ્યામાં આ લોકો વડાપ્રધાનમંત્રી અને તેમના પરિવારની સેવા માટે હાજર હોય છે.

બીએમડબ્લૂથી નેનો સુધી

બીએમડબ્લૂથી નેનો સુધી

પીએમ નિવાસ સ્થાનમાં કારોનો કાફલો છે. 6 બીએમડબ્લૂ કારોનો કાફલો વડાપ્રધાનમંત્રી માટે તૈયાર છે. પીએમઓની પાસે કારના કાફલામાં નેનો પણ સામેલ છે.

English summary
Prime Minister designate Narendra Modi will move to 7 Race Course Road soon after taking the oath. 7 RCR has been the official residence of the prime minister of India since the last 30 years. Manmohan Singh has been living at 7 RCR since 10 years and now it’s time for Modi to move in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X