For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના મૉડલમાં આ 10 સમાવેશ થાય તો ભારતના દરેકમાં ઘરમાં હશે વિજળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: ભારતની વિજળી વ્યવસ્થા સાથે વિદેશોની વિજળી વ્યવસ્થાની તુલના પર ઘણા લેખ તમે વાંચ્યા હશે. મોટાભાગે આશાઓ વિશ્વાસ તરફ પગલાં ભરવાનો આત્મવિશ્વાસ પુરો પાડે છે. આજે અમે વિજળી વપરાશ અને ઉત્પાદન વચ્ચેનું અંતર શબ્દો અને દ્રષ્ટિકોણના માધ્યમથી અલગ-અલગ રીતે રજૂ કરી રહ્યાં છે.

આ રિપોર્ટમાં જુઓ કે જો નરેન્દ્ર મોદી સરકાર ઉદ્યોગ ધંધાની નિર્ભરતા અક્ષય ઉર્જાના ઉપકરણો પર નક્કી કરી દે તો ઘણી હદે વિજળી સંકટમાંથી રાહત મળી શકે છે. તો ફેરવો સ્લાઇડર અને જાણો શું કર્યું જર્મનીએ જેથી ઉત્પન્ન થવા લાગી વિજળી જ વિજળી-

જર્મની

જર્મની

જર્મની દુનિયાની પ્રથમ એવી અર્થવ્યવસ્થા બની ગયું છે જેને આખા વિશ્વમાં આધુનિક ઉર્જાનું મૉડલ રાષ્ટ્ર કહેવામાં આવી શકે છે. જર્મની હાલ પોતાની કુલ વિજળીનો લગભગ 29 ટકા અક્ષય ઉર્જા (રિન્યુએબલ એનર્જી) સ્ત્રોતોથી તૈયાર કરી રહ્યું છે.

ઉત્પાદન ખર્ચ

ઉત્પાદન ખર્ચ

ભારતમાં કુલ કેન્દ્રીય મૂડીનો 15 ટકા કે તેનાથી વધુ રકમ વિજળે ઉત્પાદન પર ખર્ચ કરવામાં આવે છે ત્યારેપણ વિજળીનું સંકટ. રાજ્યોના વિદ્યુત બોર્ડ સંપૂર્ણપણે કંગાળ છે, કોલસાની ભારે અછત છે. સબસિડીની કોઇ યોગ્ય પદ્ધતિ નથી. યોજના પંચના અનુસાર 'ઉત્પાદનથી વધુ વિતરણમાં પરેશાની' છે.

ફોટોવોલ્ટેઇક પેનલ

ફોટોવોલ્ટેઇક પેનલ

ફોટોવોલ્ટેઇક પેનલ બનાવવાના મુદ્દે જર્મની દુનિયામાં અલગ છે અને તેને આકર્ષક ભાવ પર ઉપલબ્ધ કરાવવામાં પણ સફળતા મેળવી છે. વૈકલ્પિક ઉર્જામાં સૌથી આગળ છે.

અક્ષય ઉર્જા

અક્ષય ઉર્જા

ભારતનું સૌથી પહેલું વિજળી ઉત્પાદન કંપની ખાનગી ક્ષેત્રનું હતું. તે કંપનીનું નામ કલકત્તા ઇલેક્ટ્રિક સપ્લાઇ કોર્પોરેશન હતું. તે 1899માં શરૂ થયું હતું. ડીઝલથી પહેલીવાર વિજળીનું ઉત્પાદન દિલ્હીમાં 1905માં શરૂ થયું હતું. હવે વિકલ્પ અક્ષય ઉર્જા શેષ છે.

ભારતમાં વધતા જતા ભાવ

ભારતમાં વધતા જતા ભાવ

ફોટોવોલ્ટેઇક પેનલોના ઓર્ડર ફક્ત જર્મની જ નહી પરંતુ ઇટાલી અને સ્પેન જેવા બીજા યૂરોપીય દેશોથી પણ વધ્યા છે. 2003માં આનાથી થનાર ઉર્જા ઉત્પાદનની કિંમત પ્રતિ કિલોવોટ 5 યૂરો સુધી પડે છે જે 2013માં સસ્તી થઇને લગભગ 0.7 યૂરો જ રહી ગઇ છે.

ત્યારથી માંડીને અત્યાર સુધીની તસવીર

ત્યારથી માંડીને અત્યાર સુધીની તસવીર

મૈસુરમાં 1902માં જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર બન્યું હતું. આઝાદીના સમયમાં 60 ટકા વિજળી ઉત્પાદનનું કામ ખાનગી કંપનીઓના હાથમાં હતું જ્યારે આજે લગભગ 80 ટકા વિજળીનું ઉત્પાદન સરકારી ક્ષેત્રના હાથમાં છે અને ફક્ત 12 ટકા વિજળી ખાનગી કંપનીઓના હાથમાં છે.

સારો છે વિકલ્પ

સારો છે વિકલ્પ

રાજધાની બર્લિનની આસપાસનો વિસ્તાર બ્રાંડેનબુર્ગ તો આ કેસમાં એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. અહીં ઉપયોગ થનારી કુલ વિજળીનો લગભગ 78 ટકા પવનચક્કીઓ, ફોટોવોલ્ટેઇક પેનલો અથવા બાયોમાસથી પેદા કરવામાં આવે છે.

અક્ષય ઉર્જા

અક્ષય ઉર્જા

વર્ષ 2000માં જર્મનીમાં લાગૂ થયેલા અક્ષય ઉર્જા અધિનિયમના કારણે એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. આ નવા અધિનિયમમાં ફીડ-ઇન-ટેરિફ ગેરેન્ટી નીતિ લાવવામાં આવી જેના અનુસાર પવન અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરનારાઓને ઉર્જાની નક્કી કિંમત મળવાની ગેરેન્ટી મળી. પરિણામ સકારાત્મક આવ્યું.

ચાલુ છે વિકાસની સફર

ચાલુ છે વિકાસની સફર

વર્ષ 2013 આવતાં આવતાં, જર્મનીમાં સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા 114થી વધીને 36,000 મેગાવૉટ અને પવન ઉર્જા ક્ષમતા 6,000થી વધીને 35,000 મેગાવૉટ સુધી પહોંચી ગઇ. આધિકારિક યોજના કુલ ઉર્જામાં અક્ષય ઉર્જાની ભાગીદારીને 2020 સુધી 35 ટકા સુધી અને 2050 સુધી લગભગ 80 ટકા સુધી વધારવાની છે.

ભારતમાં ઘટ્યો વપરાશ, તેમછતાં વિજળી સંકટ

ભારતમાં ઘટ્યો વપરાશ, તેમછતાં વિજળી સંકટ

ભારતમાં ઉદ્યોગ અને વેપારની તુલનામાં વિજળીનો વપરાશ ઘરેલૂ અને કૃષિ ઉત્પાદનમાં વધુ થાય છે. વર્ષ 1970-71માં ઉદ્યોગ જગત 61.6 ટકા વિજળી વપરાશ કરતો હતો, જે વર્ષ 2008-09માં ઘટીને 38 ટકા થઇ ગયો છે. આ આંકડોઓના કારણે વિજળી ચોરી સાથે જોડીને જોવામાં આવે છે.

English summary
If Narendra Modi wants he can apply electricity model of Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X