For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ સ્વર્ગની જેણે નથી લીધી મુલાકાત એ ગુજરાતી નથી!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ઑગસ્ટ: હાલમાં સોમાચાની રોમાંચક મોસમ જામી છે. આ સમય વરસાદ થકી કૂદરતના ખોળામાં તાદાત્મ્ય સાધવાનો છે. રજાના દિવસોમાં આપ પરિવાર સાથે હંમેશા કોઇ હિલ સ્ટેશન પર અથવા દરિયા કિનારે જવાનું પસંદ કરશો. પરંતુ હું તમને એક એવા સ્થળે રજા માણવા જવાનો આગ્રહ કરવા ઇચ્છું છું. જો તમે આ સ્થળે પોતાના પરિવાર સાથે અને એ પણ આ મોસમમાં નથી ગયા અને નહીં જાવ તો આપ કૂદરતને માણવાનો લ્હાવો ચૂકી જશો.

હું તમને જ્યાં જવાનો આગ્રહ કરવા માંગુ છું તે એક હિલ સ્ટેશન છે, આ હિલ સ્ટેશન ગુજરાતનો એકમાત્ર હિલ સ્ટેશન છે. જેને ગુજરાતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. જેને ગુજરાતની આંખોના તારા સમાન ગણાવવામાં આવે છે. આ હિલ સ્ટેશન સુધી પહોંચતી વખતે જ તમને કૂદરતના અસલી ખોળાનો અહેસાસ થવા લાગશે. તે સહ્યાદ્રી પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી આશરે 1000 મીટર ઊંચાઇ પર આવેલું છે. નીચેથી ઉપર જતી વખતે જ ખળખળ કરતા ઝરણાંઓ તમારા માર્ગમાં આવી જાણે તમને આવકાર આપતા હોય તેવું લાગે છે. ઊંચા ઊંચા વૃક્ષો અને તેમના મોટા મોટા પાન પર અડતા પવનનો અવાજ તમારા હૃદયમાં તાજગીનો સંચાર કરી નાખે છે.

એટલે જ તો આ હિલ સ્ટેશનને કહેવાય છે 'ગુજરાત કી આંખો કા તારા સાપુતારા'...

ચોમાસાની સિઝનમાં જાણે સાપુતારા સોળે કળાએ ખીલી ઊઠતું હોય તેવું દેખાઇ આવે છે. અત્રે તમે સૂર્યોદય પણ જોઇ શકો છો અને સૂર્યાસ્ત પણ જોઇ શકો છો. સાપુતારા હિલ સ્ટેશન પર વિશાળ તળાવ પણ આવેલું છે જ્યાં તમે બોટિંગ પણ કરી શકો છો. અત્રે એક પોઇન્ટ પરથી બીજા પોઇન્ટ પર જવા માટે ઉડન ખટોલાની પણ વ્યવસ્થા છે. સાપુતારામાં રોકાવાની તમામ યોગ્ય વ્યવસ્થા છે. અત્રે આદિવાસીઓના જીવનને ઉજાગર કરતું અને ડાંગની સંસ્કૃતિને વ્યક્ત કરતું એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.

દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા અત્રે મોનસૂન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. આ વખતે આ ફેસ્ટિવલ 3 ઑગસ્ટથી શરૂ થઇ ગયો છે. ગયા વર્ષે આ મોનસૂન ફેસ્ટિવલમાં બંને રાજ્યોના મળીને લગભગ 60,000 જેટલા સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિલવલને આ વર્ષે વધુ આકર્ષિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં ગઇ વખત કરતા વધું ગેમ પેકેજ રાખવામાં આવ્યા છે. 13 જેટલી એડવેન્ચર સ્પોર્ટ્સ પણ છે.

એટલું જ નહીં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતા સ્થળો પણ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં 'સિતાવન', 'પાંડવ ગૂફા' નો સમાવેશ થાય છે. એટલું જ નહીં સાપુતારામાં ફરતા ફરતા તમે વાદળોની વચ્ચે ફરવાનો અનુભવ પણ કરી શકશો....હવે કહો તમે પણ મારી વાત સાથે સહમત છો કે નહીં કે ગુજરાતના આ સ્વર્ગની જેણે નથી લીધી મુલાકાત એ ગુજરાતી નથી...

1

1

હાલમાં સોમાચાની રોમાંચક મોસમ જામી છે. આ સમય વરસાદ થકી કૂદરતના ખોળામાં તાદાત્મ્ય સાધવાનો છે. રજાના દિવસોમાં આપ પરિવાર સાથે હંમેશા કોઇ હિલ સ્ટેશન પર અથવા દરિયા કિનારે જવાનું પસંદ કરશો.

2

2

હું તમને એક એવા સ્થળે રજા માણવા જવાનો આગ્રહ કરવા ઇચ્છું છું. જો તમે આ સ્થે પોતાના પરિવાર સાથે અને એ પણ આ મોસમમાં નથી ગયા અને નહીં જાવ તો આપ સાચા ગુજરાતી નથી.

3

3

હું તમને જ્યાં જવાનો આગ્ર કરવા માંગુ છું તે એક હિલ સ્ટેશન છે, આ હિલ સ્ટેશન ગુજરાતનો એકમાત્ર હિલ સ્ટેશન છે. જેને ગુજરાતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. જેને ગુજરાતની આંખોના તારા સમાન ગણાવવામાં આવે છે. આ હિલ સ્ટેશન સુધી પહોંચતી વખતે જ તમને કૂદરતના અસલી ખોળાનો અહેસાસ થવા લાગશે.

4

4

આ હિલ સ્ટેશન સુધી પહોંચતી વખતે જ તમને કૂદરતના અસલી ખોળાનો અહેસાસ થવા લાગશે. તે સહ્યાદ્રી પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી આશરે 1000 મીટર ઊંચાઇ પર આવેલું છે. નીચેથી ઉપર જતી વખતે જ ખળખળ કરતા ઝરણાંઓ તમારા માર્ગમાં આવી જાણે તમને આવકાર આપતા હોય તેવું લાગે છે.

5

5

ચોમાસાની સિઝનમાં જાણે સાપુતારા સોળે કળાએ ખીલી ઊઠતું હોય તેવું દેખાઇ આવે છે. અત્રે તમે સૂર્યોદય પણ જોઇ શકો છો અને સૂર્યાસ્ત પણ જોઇ શકો છો. સાપુતારા હિલ સ્ટેશન પર વિશાળ તળાવ પણ આવેલું છે જ્યાં તમે બોટિંગ પણ કરી શકો છો.

6

6

અત્રે એક પોઇન્ટ પરથી બીજા પોઇન્ટ પર જવા માટે ઉડન ખટોલાની પણ વ્યવસ્થા છે. સાપુતારામાં રોકાવાની તમામ યોગ્ય વ્યવસ્થા છે

7

7

દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા અત્રે મોનસૂન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. આ વખતે આ ફેસ્ટિવલ 3 ઑગસ્ટથી શરૂ થઇ ગયો છે. ગયા વર્ષે આ મોનસૂન ફેસ્ટિવલમાં બંને રાજ્યોના મળીને લગભગ 60,000 જેટલા સહેલાણીઓએ મુલાકાત લીધી હતી.

8

8

સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિલવલને આ વર્ષે વધુ આકર્ષિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં ગઇ વખત કરતા વધું ગેમ પેકેજ રાખવામાં આવ્યા છે. 13 જેટલી એડવેન્ચર સ્પોર્ટ્સ પણ છે.

9

9

અત્રે આદિવાસીઓના જીવનને ઉજાગર કરતું અને ડાંગની સંસ્કૃતિને વ્યક્ત કરતું એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.

10

10

એટલું જ નહીં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતા સ્થળો પણ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં 'સિતાવન', 'પાંડવ ગૂફા' નો સમાવેશ થાય છે. એટલું જ નહીં સાપુતારામાં ફરતા ફરતા તમે વાદળોની વચ્ચે ફરવાનો અનુભવ પણ કરી શકશો....હવે કહો તમે પણ મારી વાત સાથે સહમત છો કે નહીં કે ગુજરાતના આ સ્વર્ગની જેણે નથી લીધી મુલાકાત એ ગુજરાતી નથી...

'ગુજરાત કી આંખો કા તારા સાપુતારા'...

'ગુજરાત કી આંખો કા તારા સાપુતારા'...

English summary
if You do not visit this place then you are not Gujarati. Monsoon Magic at Saputara: Gujarat’s “Aankhon ka taara”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X