આ છે વિશ્વભરની પ્રભાવશાળી કિસિંગ સ્ટાઇલ્સ
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ એટલે કે વર્લ્ડ કિસ ડેની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 6 જુલાઇના રોજ વર્લ્ડ કિસ ડે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને પ્રેમની અભિવ્યક્તિના આ માધ્યમથી અવગત કરાવવાનો છે. આ સાથે કોઇને પણ ચુંબન કરીને પ્રેમ કેવી રીતે દર્શાવી શકાય તે જણાવવાનો છે.
જો કે ભારત જેવા રૂઢિચુસ્ત દેશમાં હજી આ દિવસને મોટા પાયે મનાવવામાં આવતો નથી કારણ કે ભારતીય સંસ્કૃતિમાં તેને બેડરૂમ કે ખાનગી સ્થળની બહાર વ્યક્ત કરવા માટે યોગ્ય માનવામાં આવતું નથી. આમ છતાં હવે બોલીવુડની ફિલ્મોમાં આ મર્યાદા વટાવી દેવામાં આવી છે. આજે દરેક ફિલ્મમાં ઓછામાં ઓછો એક કિસિંગ સીન તો હોય જ છે.
ચુંબનને માત્ર શારીરિક ક્રિયાના ભાગ તરીકે જોવું ખોટું છે. કિસના અનેક પ્રકાર હોય છે. સમય, સ્થલ અને વ્યક્તિને અનુરૂપ તેનો પ્રયોગ કરવામાં આવે છે. બાળકો, વડીલો, મોટા ભાઇ કે બહેન વગેરેને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કિસ કરીને કરી શકાય છે. વ્યક્તિને અનુરૂપ તેનો પ્રકાર કે શૈલી બદલાય છે. કિસ એ ભાવનાઓ વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે. આવો જોઇએ બોલીવુડ સેલિબ્રિટીઝ જુદા જુદા મૂડમાં કેવા પ્રકારની કિસ કરે છે...

ફ્લાયિંગ કિસ
એશ્વર્યા દ્વારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફ્લાયિંગ કિસ

બોલીવુડનું પ્રથમ ચુંબન દ્રશ્ય
બોલીવુડનું પ્રથમ ચુંબન દ્રશ્ય 1933માં દેવિકા રાણી અને હિમાંશુ રાયની વચ્ચે ફિલ્માવવામાં આવ્યું હતું.

રણબીર બિપાશા
ફિલ્મ બચના એ હસીનોમાં રણબીર અને બિપાશાના કિસિંગ સીને ભારે ચર્ચા મચાવી હતી

બેન્ડ બાજા બારાત
ફિલ્મના આ દ્રશ્ય બાદ તેના કલાકારો રણવીર સિંહ અને અનુષ્કા શર્મા વચ્ચે અફેર્સ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું

સિલ્વિયો બર્લુસ્કોની
સિલ્વિયો બર્લુસ્કોનીએ એગ્રીકલ્ચર મિનિસ્ટર નૂનજિયાનો હાથ ચૂમ્યો હતો

બર્નાડ ટોમિક
ઓસ્ટ્રેલિયાના બર્નાડ ટોમિકે સિડની ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને ટેનિસ કોર્ટને આ રીતે ચૂમ્યું હતું

ઇસાઇ ધર્મમાં લગ્ન
ઇસાઇ ધર્મમાં લગ્ન બાદ નવદંપતિ એક બીજાને ચુંબન કરે એ પ્રથા ઘણી જુની છે

ભાઇ - બહેનના પ્રેમની અભિવ્યક્તિ
પરિવારમાં માતા પિતા ભાઇ બહેન પર પ્રેમ અભિવ્યક્ત કરવાની પરિભાષા ચુંબન છે

ક્રિસ્ટોફર ઓ નીલ
સ્ટોકહોલ્મના પ્રિન્સ ક્રિસ્ટોફર ઓ નીલે સ્વીડનની રાજકુમારી મેડેલિનનો પોતાની લગ્નતિથિ પ્રસંગે કિસ કરી હતી

પક્ષીઓમાં પણ ચુંબન
કિસ દ્વારા પ્રેમની અભિવ્યક્તિ પક્ષીઓ પણ કરે છે

ફાયર્ડ
ફિલ્મ ફાયર્ડનો કિસિંગ સીન

ક્રુકમાં ઇમરાન
ફિલ્મ ક્રુકમાં ઇમરાન હાશ્મીએ એક વિદેશી યુવતીને કિસ કરી હતી

વેલેન્ટાઇન કિસ
ડેનિયલ બ્રાબમે વેલેન્ટાઇન ડેના દિવસે આ પ્રકારે કિસ કરી હતી

ફ્રેન્ચ કિસ
વિશ્વભરમાં ફ્રેન્ચ કિસ તેની હોટ ફિલિંગ માટે જાણીતી છે. વાસ્તવમાં આ એ ચુંબન છે જે શારીરિક ક્રિયાઓના આરંભમાં કરવામાં આવે છે

રમકડાંને પ્રેમ
બાળકો પોતાના માનીતા રમકડાંઓને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરતા હોય છે

પ્રાણીઓ વચ્ચે કિસ
વિશ્વના દરેક પ્રકારના પ્રાણીઓ જુદી જુદી રીતે કિસ કરતા હોય છે

મર્ડર 2
મર્ડર 2માં ઇમરાન હાશ્મી અને જેકલીન ફર્નાન્ડિઝ

જો વિલફ્રીડ
ટેનિસ પ્લેયર જો વિલફ્રીડે ડૉલ્ફિનને આવી રીતે ચૂમી હતી

કાઇટ્સમાં કિસ
ફિલ્મ કાઇટ્સના આ કિસિંગ સીન બાદ વાસ્તવિક જીવનમાં હ્રિતિકના પારિવારિક સંબંધો પર અસર થઇ હતી

મારિયા કિરિલેનકો
રશિયાની મારિયા કિરિલેનકોએ પટ્ટયા ટૂર્નામેન્ટમાં જીતેલી ટ્રોફી ચૂમી લીધી હતી

પ્રાણી પ્રેમ
આ પ્રાણી પ્રેમનું વધુ એક ઉદાહરણ છે

કાંગારુ
કાંગારુઓ પણ પ્રેમની અભિવ્યક્તિ આ રીતે કરે છે

મારિયા શારાપોવા
એક મેચ્ જીત્યા બાત વિજય પર લોકોને કિસ આપતી ટેનિસ પ્લેયર મારિયા શારાપોવા

મર્ડર
ફિલ્મ મર્ડરમાં ઇમરાન અને મલ્લિકા શેરાવત

મર્ડર 2
ઇમરાન હાશ્મી અને જેકલિન

નીલ એલેક્ઝાન્ડર
નીલ જિંગાશીના અને એલેક્ઝાન્ડર ગાજસીની આ કિસ ખૂબ જાણીતી બની હતી

પ્રેમની ભાષા
પ્રેમની અનેક ભાષાઓ પૈકી એક છે કિસ

નોવાક જોકોવિક
રાફેલ નડાલને હરાવ્યા બાદ મોન્ટી કાર્લો ટૂર્નામેન્ટની ટ્રોફી જીત્યાનો પ્રેમ વ્યક્ત કરતા નોવાક

ક્રિસમસ ડે
ક્રિસમસના અવસરે બેબી જીજસને કિસ કરીને પ્રેમ અને પ્રાર્થના કરતા નન

પેરટ કિસ
બે પોપટ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ

બરાક અને મિશેલ ઓબામા
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના પત્ની મિશેલ ઓબામાને કિસ કરે છે

સ્ટાઇલ ઓફ કિસ
પક્ષીઓનો પ્રેંમ

સચિન તેંદુલકર
સચિન તેંદુલકરે બાંગ્લાદેશમાં પોતાની 100મી સદી લગાવ્યા બાદ હેલ્મેટને ચૂમી લીધું હતું

રાઝ 3
ફિલ્મ રાઝ 3નું એક દ્રશ્ય

વીણા મલિક
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકને તેમના જન્મદિવસે મુંબઇમાં ચાહકોએ આવી રીતે અભિનંદન આપ્યા હતા
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
