For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 વર્ષોમાં ચીનને પાછળ રાખી ભારત બનશે નંબર 1

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ઓગસ્ટ: ભારતની વસ્તી જે ગતિથી વધી રહી છે તેને જોઇને એવું પ્રતિત થઇ રહ્યું છે, નજીકના ભવિષ્યમાં આપણે દુનિયાના શક્તિશાળી દેશમાંથી એક ચીનને પણ પાછળ રાખી દઇને નંબર એક પર આવી જઇશું.

હા, આ અમે નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો હાલમાં આવેલ અહેવાલ કહી રહ્યો છે. યૂએનના રિપોર્ટ અનુસાર ભારત 2022 સુધી વસ્તીના મામલે ચીનને પછાડી દેશે.

જો જાણવા માંગતા હોવ કેવી રીતે તો તસવીરો પર ક્લિક કરો...

ચીનને પછાડી દેશે ભારત

ચીનને પછાડી દેશે ભારત

યૂએનના રિપોર્ટ અનુસાર ભારત 2022 સુધી ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધારે વસ્તીવાળો દેશ બની જશે.

ચીનને આપશે માત

ચીનને આપશે માત

વર્ષ 2022 સુધી ભારતની વસ્તી પણ 1.4 અરબ થઇ જશે અને ચીનને પણ, પરંતુ ત્યારે ભારતની વસ્તી ઝડપથી વધી રહી હશે. આ ગતિમાં ભારત ચીનને પછાડી દેશે.

સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક વિભાગની વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ: ધ 2015 રિવિઝન નામના રિપોર્ટ અનુસાર 2030 સુધી ભારતની વસ્તી વધીને 1.5 અરબ અને 2050 સુધી 1.7 અરબ થવાનું અનુમાન છે.

ચીનની વસ્તી

ચીનની વસ્તી

જ્યારે 2030 સુધી ચીનની વસ્તી સ્થિર બની રહી શકે છે. એટલું જ નહીં તેમાં ધીરે-ધીરે પડતી આવવાની પણ સંભાવના છે. એવામાં ચીનને પછાડીને ભારત ઘણો આગળ વધી શકે છે.

પહેલા પણ આવ્યો હતો રિપોર્ટ

પહેલા પણ આવ્યો હતો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્રનો આવા પ્રકારનો રિપોર્ટ બે વર્ષ પહેલા પણ જારી કરવામાં આવ્યો હતો, જેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બંને દેશોની વસ્તી 2028 સુધી અલગ-અલગ 1.45 અરબ થઇ જશે.

વિશ્વની વસ્તી

વિશ્વની વસ્તી

રિપોર્ટમાં અનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે વિશ્વની હાલની વસ્તી 7.349 અરબ છે, જે આવનારા 15 વર્ષોમાં એક અરબ વધીને 8.5 અરબ થઇ જશે. એટલે 2050 સુધી 9.725 અરબ હોવાનું અનુમાન છે.

ભારતની વસ્તીની અસર

ભારતની વસ્તીની અસર

રિપોર્ટ અનુસાર ભારતની આ વિશાળ વસ્તીથી પ્રારંભમાં દેશને જનસાખ્યિકી લાભાંશ અને યુવાઓની ઉત્પાદકતાથી લાભ મળી શકે છે, પરંતુ તેનાથી ચીનના 9,597,000 વર્ગ કિલોમીટરની તુલનામાં ભારતના 3,288,000 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ સંસાધનો પર વ્યાપક દબાણ બનશે.

ભારતીયોની મધ્ય ઉંમરમાં વધારો

ભારતીયોની મધ્ય ઉંમરમાં વધારો

રિપોર્ટ અનુસાર ઘટતી પ્રજનન દર, જનસાંખ્યિકી લાભાંશના ઓછા થવાના કારણે ભારતીયોની મધ્ય ઉંમરમાં વધારો થશે.

ચીનને પછાડશે ભારત

ચીનને પછાડશે ભારત

ભારતની વર્તમાન બાળજન્મ દર 2.48 છે અને તે 2020 સુધી નીચે જઇને 2.34 થઇ જશે. 2030 સુધી 2.14 અને 2050 સુધી ઘટીને 1.89 થવાનું અનુમાન છે.

English summary
India will overtake China as the world’s most populous nation by 2022, says a new UN report which revises its previous estimates, which put the date around 2028.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X