મહાકાલનુ એ સામ્રાજ્ય જ્યાં મોદી સહિતના નેતાઓ રાત ગુજારતા ફફડે છે, જાણો કેમ?
ભારતમાં ભગવાન શિવનો અનોખો મહિમા છે. દેવોના દેવ મહાદેવ મહાકાલના નામે ભારતના ઉજ્જૈનમાં નિવાસ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહાકાલના આ શહેરમાં ભારતના કોઈપણ નેતા રાત ગુજારતા પહેલા ફફડે છે.
કહેવાય છે કે મહાકાલના નગરમાં રાત રહેવાથી નેતાઓ સત્તા ગુમાવે છે. મધ્યપ્રદેશના આ શહેરમાં કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી રાત વિતાવતા ડરે છે. માનવામાં આવે છે કે જે પણ મંત્રી અહીં રાતે રોકાય છે તેના સત્તાના દિવસો પુરા થઈ જાય છે.

ઘણા નેતા સમયે સમયે મહાકાલની નગરી કહેવાતા ઉજ્જૈનની મુલાકાત લેતા રહે છે. તે અહીં આવે તો છે પણ રાત રોકાવાની હિંમત કરી શકતા નથી. ભગવાન મહાકાલને તેનું કારણ માનવામાં આવે છે.
કહેવાય છે કે મહાકાલ આજે પણ ઉજ્જૈનના રાજા છે તેથી અન્ય કોઈ રાજા માટે ત્યાં રહેવું યોગ્ય નથી. જો તે આવું કરે તો તેને સજા ભોગવવી પડી શકે છે. પૌરાણિક કથાઓમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.
મહાકાલનો આ આદેશ આજે પણ નેતાઓ નકારી શકતા નથી. ભગવાન મહાકાલ આગળ ભલે તે નમન કરે પરંતુ મોટાભાગના નેતાઓ હજી પણ આ મહાકાલની નગરીમાં રહેવાથી સંકોચ અનુભવે છે. સત્તામાં તેમના પગ ગમે તેટલા મજબૂત હોય પણ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ આ જોખમ લેતા ડરે છે.
એવું નથી કે માત્ર ઉજ્જૈન વિશે જ આવી માન્યતા છે. આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં એવા ઘણા આવાસો કે જગ્યાઓ છે જ્યાં મુખ્યમંત્રી કે મંત્રી રહેતા નથી. કેટલાક લોકો વાસ્તુ દોષને કારણે આવું કરતા નથી, જ્યારે અન્યને પૌરાણિક કથાઓ પછી શક્તિ ગુમાવવાનો ડર હોય છે.












Click it and Unblock the Notifications
