લૉકડાઉનની અસરઃ ડિસેમ્બર સુધીમાં ભારતમાં જન્મશે સૌથી વધુ બાળકો

કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરાયા બાદથી નવ મહિનાની અંદર (ડિસેમ્બર) સુધી ભારતમાં રેકોર્ડ સ્તરે 20 મિલિયન એટલે કે બે કરોડથી વધુ બાળકોનો જ જન્મ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ(યુનિસેફ)નુ અનુમાન છે કે કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરાયા બાદથી નવ મહિનાની અંદર (ડિસેમ્બર) સુધી ભારતમાં રેકોર્ડ સ્તરે 20 મિલિયન એટલે કે બે કરોડથી વધુ બાળકોનો જ જન્મ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ યુનિસેફે એ પણ ચેતવણી આપી છે કે દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી દરમિયના ગર્ભવતી માતાઓ અને શિશુઓની મેડીકલ સેવાઓમાં ઉત્પન્ન થતી અડચણોને કારણે જોખમ પણ છે.

મહામારીના ભયમાં પણ લગભગ 116 મિલિયન બાળકો પેદા થશે

મહામારીના ભયમાં પણ લગભગ 116 મિલિયન બાળકો પેદા થશે

10મેના રોજ ઉજવાતા મધર્સ ડે પહેલા ઉજવાતા મધર્સ ડે પહેલા યુનિસેફે બુધવારે કહ્યુ કે કોવિડ-19 મહામારીના ભય વચ્ચે લગભગ 116 મિલિયન બાળકો પેદા થશે. કોરોના વાયરસને 11 માર્ચે વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી હતી અને બાળકોના જન્મનુઆ આકલન 40 સપ્તાબ સુધીનુ છે. ભારતમાં 11 માર્ચથી 16 ડિસેમ્બર વચ્ચે 20.1 મિલિયન એટલે કે 2 કરોડથી વધુ બાળકોના જન્મની સંભાવના છે. ત્યારબાદ ચીનમાં 13.5 મિલિયન, નાઈજિરીયમાં 6.4 મિલિયન, પાકિસ્તાનમાં 5 મિલિયન અને ઈન્ડોનેશિયામાં 4 મિલિયન બાળકો પેદા થશે. યુનિસેફે કહ્યુ છે કે આ દેશોમાં મહામારીથી પહેલા પણ ઉચ્ચ નવજાત મૃત્યુદર હતો અને કોવિડ-19 સ્થિતિઓ સાથે આ સ્તરોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.

ભારતમાં આ દરમિયાન 2.41 કરોડ બાળકો પેદા થવાની સંભાવના

ભારતમાં આ દરમિયાન 2.41 કરોડ બાળકો પેદા થવાની સંભાવના

યુનિસેફે કહ્યુ છે કે ભારતમાં જાન્યુઆરીથી ડિસેમ્બર, 2020 વચ્ચે 2.42 કરોડ બાળકોના જન્મની સંભાવના છે. યુનિસેફે કહ્યુ કે કોવિડ-19 પર નિયંત્રણ માટે લાગુ પ્રતિબંધોના કારણે લાઈફ સેવિંગ હેલ્થ સર્વિસ જેવા બાળકોના જન્મ દરમિયાન મળતી ચિકિત્સા સેવા પ્રભાવિત છે. આના કારણે લાખો ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર ખતરાનો સામનો કરી રહી છે. યુનિસેફ અનુસાર અહીં સુધી પૈસાવાળા દેશ પણ આ સંકટથી પ્રભાવિત છે. સૌથી વધુ જન્મની અનુમાનિત સંખ્યાના કેસ છઠ્ઠા નંબરે રહેલ અમેરિકામાં પણ 11 માર્ચથી 16 ડિસેમ્બર વચ્ચે 3.3મિલિયનથી વધુ બાળકોના જન્મ લેવાનુ અનુમાન છે.

કોરોનાના કારણે મા અને બાળકને ખતરો

કોરોનાના કારણે મા અને બાળકને ખતરો

યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરીટા ફોરેએ કહ્યુ કે દુનિયાભરમાં લાખો માતાઓ અને માતૃત્વની યાત્રાની શરૂઆત કરી છે. કોરોનાના આ દોરમાં પેદા થનાર બાળકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમકે લૉકડાઉન અને કર્ફ્યુ. આ દરમિયાન તેમને મેડીકલ સેવાઓ પણ વ્યવસ્થિત મળી શકશે નહિ. આ ઉપરાંત કોરોના વાયરસના ડરથી મહિલાઓ રેગ્યુલર ચેકઅપ અને ડિલિવરી માટે પણ હોસ્પિટલ જવાથી ડરશે.

દર 11 સેકન્ડમાં એક મોત ગર્ભવતી મહિલાનુ

દર 11 સેકન્ડમાં એક મોત ગર્ભવતી મહિલાનુ

યુનિસેફે ચેતવણી આપી છે કે પુરાવા જણાવે છે કે ગર્ભવતી માતાઓ બીજાની તુલનામાં કોવિડ-19થી વધુ પ્રભાવિત નથી. પરંતુ દેશોએ એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે કે આ નવી માતાઓના પ્રસવ અને પ્રસવોત્તર સેવાઓ સુધી પહોંચી શકે. યુનિસેફે જણાવ્યુ કે કોવિડ-19 મહામારીથી પહેલા પણ દર વર્ષે લગભગ 2.8 મિલિયન ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના મૃત્યુ થઈ જતા હતા. એટલે કે દર 11 સેકન્ડમાં એક મોત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X