For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલના આકાશમાં ચમકી રહ્યા છે આ 7 ભારતીય તારલાઓ!

|
Google Oneindia Gujarati News

ગૂગલે હાલમાં જ સુંદર પિચ્ચઇને એન્ડ્રોયડ ડિવિઝનના હેડ બનાવ્યા છે આ પહેલા પિચ્ચઇ ક્રોમ અને એપ્પ ડિવિઝનના હેડ હતા. ગૂગલમાં આ ઉંચા હોદ્દા પર કામ કરનારા માત્ર સુંદર પિચ્ચઇ નથી પરંતુ ઘણા ભારતીયો ગૂગલમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. તેમાંથી નિકેશન અરોરા જે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર છે, અમિત સિંગલ જે ગૂગલ ફેલોના વાઇસ પ્રેસિડેન્ટ છે.

આ તમામ એવા લોકો છે જેમની પર ગૂગલને ઘણો વિશ્વાસ છે આવો એક નજર નાખીએ ગૂગલમાં કાર્ય કરનાર કેટલાંક ભારતીયો પર જે ગૂગલમાં મોટા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે.

નિકેશ અરોરા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ડ અને ચિફ બિઝનેસ ઓફીસર

નિકેશ અરોરા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ડ અને ચિફ બિઝનેસ ઓફીસર

ગૂગલ વેબસાઇટ અનુસાર નિકેશ રેવન્યૂ અને કસ્ટમર ઓપરેશનનું કામ સંભાળે છે અને ઉપરાંત તેઓ માર્કેટિંગ અને પાર્ટનરશિપ ડિપાર્ટમેન્ટ પણ જુએ છે.

સુંદર પિચ્ચઇ, ગૂગલ એન્ડ્રોઇડ ચીફ

સુંદર પિચ્ચઇ, ગૂગલ એન્ડ્રોઇડ ચીફ

પિચ્ચઇએ આઇઆઇટી ખપગપૂરથી બીટેક કર્યા બાદ 2004માં ગૂગલ જોઇન્ટ કર્યું હતું હાલમાં પિચ્ચઇ ગૂગલ એન્ડ્રોયડના હેડ છે.

અમિત સિંઘલ, વાઇસ સીનિયર પ્રેસિડેન્ટ અને ગૂગલ ફેલો

અમિત સિંઘલ, વાઇસ સીનિયર પ્રેસિડેન્ટ અને ગૂગલ ફેલો

અમિત સિંઘલની વેબસાઇટ અનુસાર તેમણે ગૂગલ 2000માં જોઇન્ટ કર્યું હતું. આઇઆઇટી રૂરકીથી કમ્પ્યુટર સાઇન્સમાં બીઇ કર્યા બાદ હાલમાં તેઓ ગૂગલ ફેલોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે.

વિક ગંડોતરા, ગૂગલ પ્લસના ચીફ

વિક ગંડોતરા, ગૂગલ પ્લસના ચીફ

વિક ગંનડોતરાએ 11 વર્ષની ઉમરમાં જ કોડિંગ કરવાનું હુનર વિકસાવી લીધું હતું. હાલમાં તે વિક ગૂગલ પ્લસના ચીફ છે.

કૃષ્ણા ભારત, સાઇંટિસ્ટ

કૃષ્ણા ભારત, સાઇંટિસ્ટ

કૃષ્ણા ભારત ગૂગલ ઇંકમાં પ્રિન્સિપલ સાઇંટિસ્ટના પદ પર કાર્યરત છે. તે યૂઝર ઇંટરફેસ અને વેબ સર્ચની સાથે કંટેન્ટ એનાલિસિસ પર ધ્યાન આપે છે.

લલિતેશ, ગૂગલ રિસર્ચ હેડ

લલિતેશ, ગૂગલ રિસર્ચ હેડ

લલિતેશ ગૂગલમાં કામ કરનાર એ ભારતીય છે જે જેમણે ગૂગલ મેપ બનાવ્યો છે. હાલમાં લલિતેશ ગૂગલ રિસર્ચ હેડ તરીકે કાર્યરત છે.

મનિક ગુપ્તા, સીનિયર પ્રોડેક્ટ મેનેજર, ગૂગલ મેપ

મનિક ગુપ્તા, સીનિયર પ્રોડેક્ટ મેનેજર, ગૂગલ મેપ

મનિક ગૂગલ ઓફિસમાં સીનિયર પ્રોડેક્ટ મેનેજરના પદ પર કામ કરી રહ્યા છે. મનિકે હૈદરાબાદથી ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએ કર્યું હતું.

English summary
Know seven Indian origin people who work at top position in Google.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X