#AvaniChaturvedi : મિગ પ્લેન ઉડાવનાર પહેલી મહિલા ફાઇટર પાયલોટ
અવની ચતુર્વેદીએ મિગ પ્લેન ઉડાવીને ભારતની પહેલી મહિલા ફાઇટર પાયલોટ તરીકે સિદ્ધી મેળવી છે. ગુજરાતના જામનગર ખાતે જ મિગ પ્લેનને ઉડાવીને ઇતિહાસ બનાવનાર અવની ચુતર્વેદી વિષે જાણવા જેવી કેટલીક ખાસ વાતો વાંચો
24 વર્ષિય ઇન્ડિયન એરફોર્સની ફ્લાઇંગ ઓફિસર અવની ચતુર્વેદીનું નામ હવે ઇતિહાસમાં લખાઇ જશે. અવનીએ એકલા ફાઇટર જેટ મિગ 21 બાઇસન ઉડાવીને આ નવો ઇતિહાસ રચ્યો છે. અવનીએ જૂન 2016માં હૈદરાબાદની એરફોર્સ એકેડમીમાંથી નીકળેલી તે ત્રણ મહિલા ફાઇટર પાઇલોટમાં સામેલ હતી. જો કે આ રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જામનગરથી તેણીએ મિગ 21 સાથે ઉડ્ડાન ભરી હતી અને તે વાતને 21 ફેબ્રુઆરીના રોજ સાર્વજનિક કરવામાં આવી. ફાઇટર જેટ પ્લેન ઉડાવીને અવનીએ તેવી અનેક મહિલાઓની આશા વધારી દીધી છે જે પોતાના સપનાઓ સાથે ઉડવાની આશા રાખે છે. ત્યારે કોણ છે અવની ચતુર્વેદી જેણે ઇતિહાસ બનાવ્યો છે તેના અંગે વધુ જાણો...

મધ્યપ્રદેશની રહેવાસી
અવની ચતુર્વેદી જે દેશની પહેલી મહિલા ફાઇટર પાયલોટ છે તે મધ્યપ્રદેશના રિવા જિલ્લાની નિવાસી છે. તેમને મોહના સિંહ અને ભાવના કાંત સાથે દેશની મહિલા ફાઇટર પાયલોટ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ત્રણેય ફાઇટર પાયલોટ જૂન 2016માં ઇન્ડિયન એરફોર્સની ફાઇટર સ્ક્વાડ્રનમાં કમીશંડ થઇ હતી. તે સમયે રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે તેમને કમીશન આપ્યું હતું.

કોણે આપી પ્રેરણા?
27 ઓક્ટોબર 1993માં અવનીનો જન્મ થયો હતો તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી. અવનીના પિતા દિનકર ચતુર્વેદી મધ્ય પ્રદેશની સરકારના જલ સંશાધન વિભાગમાં એક્ઝિક્યૂટિવ એન્જિનિયર છે. અવનીના મોટા ભાઇ પણ આર્મી ઓફિસર છે. અવની તેમના ભાઇ અને બીજા આર્મી ઓફિસરો દ્વારા જ પ્રેરણા મળી અને તે પણ સેનામાં જોડાઇ.

સ્કૂલિંગ અને અવની
અવનીએ સ્કૂલી શિક્ષા મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લા દેવલાંદથી કરી છે જે એક નાનકડી જગ્યા છે. તે પછી અવનીએ રાજસ્થાનની બનસ્થલી યુનિવર્સિટીમાં 2014માં બીટેકનું ભણતર પૂરું કર્યું. અને તે જ વર્ષે એટલે કે 2014માં જ તેણે ઇન્ડિયન એરફોર્સની પરીક્ષા પણ પાસ કરી હતી.

પ્લેન ઉડાવવાનો શોખ
અવનીને નાનપણથી જ પ્લેન ઉડાવવાનો શોખ હતો. કોલેજના દિવસોમાં પણ કેટલાક જ કલાકોમાં ફ્લાઇંગ પૂરી કરવાનું ગૌરવ તેમને મળેલું છે. આ કારણે અવનીએ પાછળથી ઇન્ડિયન એરફોર્સમાં જોડાવવાનું મન બનાવ્યું હતું. હૈદરાબાદના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડમીમાં કડક ટ્રેનિંગ લીધા પછી જૂન 2016માં દક્ષ ફાઇટર પાયલોટ બનીને તે બહાર નીકળી હતી.

સુખોઇ પણ ઉડાવી જાણે છે
અવનીએ કર્ણાટકના બીદરમાં સ્ટેજ થ્રીની ટ્રેનિંગ લીધી હતી. અને ટ્રેનિંગ દરમિયાન તેમણે સફળતાપૂર્વક સુખોઇ અને તેજસ જેવા ફાઇટર જેટ્સ ઉડાવ્યા હતા. વધુમાં અવનીને ચેસ અને ટેબલ ટેનિસ રમવાનો પણ શોખ છે. આ સિવાય સ્કેચિંગ અને પેટિંગ પણ તે ખૂબ જ સારી રીતે કરી લે છે.












Click it and Unblock the Notifications
