• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના જનક મૂળ હિંદુ હતા, જાણો મહમ્મદ અલી ઝીણા વિશેના રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

અંગ્રેજો સામેની લડાઈએ ગુજરાતમાંથી કેટલાય મહાપુરુષોને જન્મ આપ્યો, જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રપિતા ગાંધી અને મહમ્મદ ઝીણાનું ખાસ યોગદાન રહ્યું હતું. સરદાર પટેલ ભારતના પહેલા નાયબ વડાપ્રધાન તો મહાત્મા ગાંધી રાષ્ટ્રપતિ તરીકે ખ્યાતી પામ્યા પણ મહમ્મદ અલિ ઝીણા ભારતના નહીં પણ પાકિસ્તાનના જનક બન્યા. જેટલો તેમનો ફાળો ભારતને આઝાદ કરાવવામાં રહ્યો તેટલો જ ભારતના ભાગલા પડાવવામાં પણ રહ્યો હતો. અહીં જાણો મહમ્મદ અલી ઝીણા વિશેના રસપ્રદ તથ્યો.

સૌરાષ્ટ્રે આપ્યા બે દેશના રાષ્ટ્રપિતા

સૌરાષ્ટ્રે આપ્યા બે દેશના રાષ્ટ્રપિતા

સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો જ્યારે સૌરાષ્ટ્રના પાનેલીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણાનો જન્મ થયો હતો. આમ સૌરાષ્ટ્રે એક નહી પણ બે દેશના રાષ્ટ્રપિતા આપ્યા છે. 25 ડિસેમ્બર 1876ના રોજ પાનેલીમાં મહમ્મદ અલી ઝીણાનો જન્મ થયો હતો જ્યારે 11 સપ્ટેમ્બર 1948ના રોજ કરાચીમાં તેમનું નિધન થયું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો ઝીણાની જીદ અને લાલચે ભારતના બે ભાગલા પાડી નાખ્યા હતા. મોટા ભાગના લોકો કદાચ અજાણ નહી જાણતા હોય કે મુસ્લિમ દેશના પહેલા રાષ્ટ્રપિતાનો જન્મ મૂળ હિંદુ પરિવારમાં થયો હતો.

મૂળ હિંદુ પરિવારમાં થયો હતો જન્મ

મૂળ હિંદુ પરિવારમાં થયો હતો જન્મ

મહમ્મદ અલી ઝીણાનો જન્મ કાપડ વણકરના ઘરે થયો હતો. ઝીણાના પિતા અને માતા બંને પાનેલી ગામના જ હતાં. મૂળ લોહાણા પરિવારમાં જન્મેલા મોહમ્મદ ઝીણાના પૂર્વજોએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે વણકર કામ કરીને ઘરનું ભરણપોષણ કરતા ઝીણાના દાદાએ માછીમારીનો ધંધો શરૂ કર્યો હતો, લોહાણા સમાજને આ પસંદ ન આવતાં ના છૂટકે ઝીણાના પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. આમ ઝીણાનો જન્મ મૂળ હિંદુ પરિવારમાં જ થયો હતો.

ગાંધીથી દૂર પણ ટિળકથી હતા નજીક

ગાંધીથી દૂર પણ ટિળકથી હતા નજીક

મહમ્મદ અલી ઝીણા બ્રિટિશ રાજના કટ્ટર દુશ્મન હતા. સરોજીની નાયડુએ ઝીણાનું વર્ણન કરતા કહ્યું કે તેઓ શરમાળ અને આદર્શવાદી વ્યક્તિ હતા. જ્યારે ફ્રી સમય મળતો ત્યારે મહમ્મદ અલી ઝીણા વિદ્યાર્થીઓને રાજકારણમાં સક્રિય થવા માટે સલાહ આપતા રહેતા હતા. ઝીણા ગાંધીથી દૂર હતા પણ ટીળકની એકદમ નજીક હતા. ટિળકના અંતિમ દિવસોમાં તેઓ ટિળકની નજીક આવી ગયા હતા અને બંનેમાં હિંદુ-મુસ્લિમ સમાજમાં રાજકીય ભાગીદારીને લઈને એક સમજ વિકસી હતી. જો કે 1920માં ટિળકના મૃત્યુ બાદ જીણા કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા.

સત્તા માટે રમ્યો આ ખેલ

સત્તા માટે રમ્યો આ ખેલ

ઝીણાને પહેલેથી જ શંકા હતી કે આઝાદી બાદ બાપુ તેમને વડા પ્રદાન કોઈ સંજોગોમાં નહીં બનાવે, માટે ઝીણાના બદઈરાદે દેશમાં કોમી રમખાણોનો સિલસિલો શરૂ થયો. ઝીણાએ બીજી બાજુ અલગ પાકિસ્તાનની માગણી કરી. જો કે ગાંધીજીએ ઝીણાની માગણીને ન સ્વીકારી મુસ્લિમોને મુખ્ય હોદ્દાઓ આપવાનું વચન આપ્યું ત્યારે વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરૂએ બાપુને અટકાવ્યા અને કહ્યું કે આનાથી હિંદુઓમાં ઉંધો મેસેજ જશે અને સ્થિતિ વધુ બગડી શકશે. ત્યારે બાપુએ નાછૂટકે પાકિસ્તાનને અલગ દેશ તરીકે સ્થાપવાની મંજૂરી આપી દીધી.

ઝીણાનું મૃત્યુ

ઝીણાનું મૃત્યુ

પાકિસ્તાન આઝાદ થયા બાદ ઝીણા પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન તો બની ગયા પણ શરૂઆતના વર્ષોમાં જ પાકિસ્તાનની હાલત જોઈને ઝીણાને ભારતથી અલગ થવાનો અફસોસ થયો હતો. પરંતુ જેવી રીતે છૂટા પડ્યા એ બાદ ઝીણા ફરી ભારતમાં જોડાવવાની વાત કરી શકે એમ ન હતા. આખરે સપ્ટેમ્બર 1948ના રોજ 71 વર્ષની ઉંમરે ઝીણાએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. ઝીણાના મૃત્યુ બાદ મહાત્મા ગાંધીને પણ અફસોસ થયો હતો અને એમણે પોતાના એક પત્રમાં લખ્યું પણ હતું કે ઝીણાને ક્ષય રોગ છે એ ખ્યાલ હોત તો હું આઝાદીની લડત 2 મોડી ચાલુ કરત. આ પણ વાંચો-આવો જાણીએ આઝાદી સાથે જોડાયેલ 7 રસપ્રદ વાતો...

English summary
here is why muhammad ali jinnah wanted pakistan, but in end jinnah regret it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X