Iran-Israel War : ઈરાનના કાફલામાં કુલ કેટલી મિસાઈલ? જાણો ઇઝરાયેલમાં કઈ મિસાઈલોએ તબાહી મચાવી?
Iran-Israel War : ઇઝરાયેલ પર ઈરાનના હુમલાએ દુનિયાને ફરીથી યુદ્ધમાં ઘકેલી દીધી છે. ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી ઇઝરાયેલ પર હુમલો કરીને મોટી તબાહી મચાવી છે.
ઈરાને ઇઝરાયેલના હુમલા દરમિયાન 180 થી વધુ મિસાઈલો છોડી હતી. આ તમામ મિસાઈલો બેલેસ્ટિક મિસાઈલ હતી અને ટાર્ગેટ હિટ કરવામાં સફળ રહી હતી.

જણાવી દઈએ કે, ઇઝરાયેલની જેમ જ ઇરાન પાસે હથિયારોની મોટી હરોળ છે. આ લિસ્ટમાં મિસાઈલોની વાત કરીએ તો ફત્તાહ-2, શહાબ-3 અને હજ કાસિમ મિસાઇલો મુખ્ય છે.
ફત્તાહ-2 હાઇપરસોનિક મિસાઇલ
ઈરાને પહેલીવાર હુમલામાં આ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઈલ હાઈપરસોનિક ઝડપે ટ્રાવેલ કરે છે અને સૌથી ખતરનાક મિસાઈલોમાંથી એક છે. તેની ઝડપ લગભગ 16,000 કિલોમીટર પ્રતિ કલાક છે. તેને રોકલી મુશ્કેલ છે. ઈરાને દાવો કર્યો છે કે આ મિસાઈલ અમેરિકા અને ઈઝરાયલની એડવાન્સ એન્ટી બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમને ચકમો આપી શકે છે.
શહાબ-3 બેલેસ્ટિક મિસાઈલ
શહાબ-3 ઈરાનની મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે, જેનો ઉપયોગ 2003થી થઈ રહ્યો છે. મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ 760 થી 1,200 કિમી છે અને તેને મોબાઇલ લોન્ચરથી પણ લોંચ કરી શકાય છે.
ઈરાનના મિસાઈલ પ્રોગ્રામનો પાયો માનવામાં આવતી આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે. 1 ઓક્ટોબરના ઇઝરાયેલ પરના હુમલામાં શહાબ-3ના ઈમાદ અને કાદર વેરિઅન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હજ કાસેમ મિસાઈલ
આ હુમલામાં હજ કાસિમ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિસાઈલ 1,400 કિલોમીટરની રેન્જને મારવામાં સક્ષમ છે અને તેના વોરહેડનું વજન 500 કિલોગ્રામ છે. હજ કાસિમ મિસાઇલનું નામ જનરલ કાસિમ સુલેમાનીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેની 2020 માં યુએસ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ઈરાની કમાન્ડરોનું કહેવું છે કે આ મિસાઈલ દુશ્મનની સંરક્ષણ પ્રણાલીને પાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને શોધ્યા વગર જ લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
ઈરાન હથિયારોની દ્રષ્ટિએ એક સક્ષમ દેશ છે અને તેની પાસે ઘણા હથિયારો છે. ઈરાન પાસે સેંકડો બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છે.
યુએસ એરફોર્સ જનરલ કેનેથ મેકેન્ઝી અનુસાર, ઈરાન પાસે 3,000 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છે, અને તે સતત નવા ભૂગર્ભ મિસાઈલ ડેપો બનાવી રહ્યું છે. ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ મોટાભાગે ઉત્તર કોરિયા અને રશિયન ડિઝાઈન પર આધારિત છે, જેમાં ચીનની મદદ છે.
ઈરાન દ્વારા લોન્ચ કરાયેલી ફત્તાહ-2, શહાબ-3 અને હજ કાસિમ જેવી મિસાઈલોએ આ સંઘર્ષને વધુ ગંભીર બનાવી દીધો છે. આ મિસાઈલોનો જવાબ આપવામાં ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મહત્વની ભૂમિકા ભજવી પરંતુ આ તંગ વાતાવરણમાં ભવિષ્યમાં આનાથી પણ મોટા હુમલા થઈ શકે છે. ઈરાને ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરશે તો તે વધુ મિસાઈલ હુમલા કરશે.












Click it and Unblock the Notifications
