• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હવે દિલ તૂટેલા યુવા દિલોનો ઈલાજ વિજ્ઞાનમાં સંભવ છે? જાણો અહીં

|
Google Oneindia Gujarati News

દિલ તૂટવાની અસર ભયાનક હોય છે. આના કારણે વ્યક્તિ શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણી પીડાય છે. વ્યક્તિના જીવનનો આ સમય બહુ દુઃખદાયક હોય છે. કદાચ એટલા માટે જ વૈજ્ઞાનિક આને તૂટેલા દિલની પીડાનો સમય કહે છે. દિલના તૂટવાનો પ્રભાવ ઘણી વાર બહુ જ ગંભીર થઈ જાય છે.

દિલ તૂટવાનુ કારણ

દિલ તૂટવાનુ કારણ

દિલ તૂટવાનુ કારણ માત્ર બે પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થઈ જવુ નથી હોતુ ઘણી વાર કોઈ એવા વ્યક્તિ સાથે જે તમારા દિલની બહુ નજીક હોય તેનાથી રિલેશન તૂટી જાય કે કોઈ નજીકની વ્યક્તિ દુનિયા છોડીને જતુ રહે, જે વ્યક્તિને તોડી નાખે છે. આ કારણે વ્યક્તિની ઉપર મનોવૈજ્ઞાનિક જ નહિ પરંતુ તેના શરીર પર પણ અસર થાય છે. કોઈ વસ્તુમાં મન ન લાગવુ, ઉંઘ ન આવવી કે આની અસરના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જતો રહે છે. હવે સવાલ ઉઠે છે કે તૂટેલા દિલોનો ઈલાજ શું વિજ્ઞાનમાં સંભવ છે? ચાલો જાણીએ આ અંગે હાલમાં જ થયેલ શોધનુ પરિણામ..

દિલ તૂટ્યા બાદ થઈ શકે છે બચાવ

દિલ તૂટ્યા બાદ થઈ શકે છે બચાવ

દિલ તૂટી જવા વિશે વિચારવુ કોઈ સુખદ અહેસાસ નથી પરંતુ આના માટે હંમેશા તૈયાર રહેવુ જરૂરી છે. જો તમારો સાથી તમને છોડી દે ત્યારે તમે શું કરશો. આ સમય મોટાભાગના લોકોના જીવનમાં આવતો હોયછે. આ સમય લાંબો હોઈ શકે છે, અઠવાડિયા, મહિના કે કદાચ તેનાથી પણ વધુ અને તમારા જીવન અને દિનચર્ચા પર પણ આનો દુષ્પર્ભાવ પડી શકે છે.

દિલ તૂટવા પર ગભરાવાની જરૂર નથી

દિલ તૂટવા પર ગભરાવાની જરૂર નથી

બ્રોકન હાર્ટ સિંડ્રોમના કારણે ભાવનાત્મક શોક બાદ વ્યક્તિ યોગ્ય રીતે લોહીને પંપ કરવાનુ બંધ કરી દે છે. આના લીધે ઘણી વાર વ્યક્તિનુ મોત પણ થઈ ચૂક્યુ છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. હાલમાં જ થયેલ એક શોધમાં સિદ્ધ થઈ ચૂક્યુ છે આપણે આ રોકવા માટે સક્ષમ છીએ. વિજ્ઞાનમાં આનાથી બચવા અને આવા સમયમાંથી કેવી રીતે બહાર નીકળવુ તેના રસ્તા શેર કરીને નવી દિશા આપવામાં આવી છે.

સ્પેનમાં થયેલા અભ્યાસમાં થયો ખુલાસો

સ્પેનમાં થયેલા અભ્યાસમાં થયો ખુલાસો

સ્પેનમાં હાલમાં જ થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દિલ તૂટવાથી પેદા થતી દર્દભરી યાદોને રોકવામાં એનેસ્થેસિયાનો પ્રયોગ કારગર છે. આવી સ્થિતિમાં એનેસ્થેસિયાનો ઉપયોગ પીડાનાયક સાબિત થાય છે. આ શોધ દરમિયાન દિલ તૂટવાથી બેહાલ લોકોને તેમની દર્દભરી વ્યથિત કહાની સાંભળવા સાથે તેમને દવા ઈંજેક્ટ કરવામાં આવી. તેના 24 કલાક બાદ તેમને ફરીથી એ જ બધુ યાદ કરવા માટે કહેવામાં આવ્યુ. ત્યારે એ લોકોને એ વાતો પોતાની સ્મૃતિમાં ઓછી સ્પષ્ટ હતી. આનો અર્થ કે ઘણી હદે તે તેને ભૂલાવી ચૂક્યા હતા.

હેરાન કરતી જૂની યાદોને દબાવવામાં પણ છે કારગર

હેરાન કરતી જૂની યાદોને દબાવવામાં પણ છે કારગર

સ્પેનના વૈજ્ઞાનિકોનો આ શોધનો મુખ્ય ઉદ્દેશ્ય પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પીટીએસડી)ના લક્ષણોને દૂર કરવાનો હતો. મેડિડની ટેકનિકલ યુનિવર્સિટીના ડૉ. બ્રેયન સ્ટેંજ અને તેના સાથીઓ દ્વારા આ સ્ટડી કરવામાં આવ્યો છે. જો કે શોધમાં એ પણ જોવામાં આવ્યુ કે આપણને હેરાન કરતી બીજી યાદોને દબાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. નહિ દેખાતા એવા નુકશાન જેનાથી દિલનુ તૂટવુ દર્દનાક બની શકે છે પરંતુ અમુક લોકો આનાથી ભળતા લક્ષણો બતાવે છે.

મસ્તિષ્કમાં થઈ છે હલચલ

મસ્તિષ્કમાં થઈ છે હલચલ

ઉલ્લેખનીય છે કે જૈવિક માનવવાદી હેલન ફિશરે ચાલીસ વર્ષો સુધી મનુષ્યના દિમાગ પર પ્રેમનો પ્રભાવ શું પડે છે તેનુ અધ્યયન કર્યુ. એમઆરઆઈ સ્કેન કરીને તેમણે શોધમાં જોયુ કે કોઈ પ્રિયજનને ગુમાવવા અને એક યાદને છોડાવવા વચ્ચે ચોંકાવનારી સમાનતાઓની ઓળખ કરી છે. તેમણે આવા લોકોના મસ્તિષ્કમાં તરસ અને જૂનૂન જેવી ગતિવિધિઓ જોઈ. સાથે જ શારીરિક દર્દ સાથે જોડાયેલા ક્ષેત્ર અને આ સાથે થતી ચિંતાના ક્ષેત્રમાં પણ શક્તિશાળી મસ્તિષ્ક પ્રતિક્રિયા જોઈ.

ફિશરની છે આ સલાહ

ફિશરની છે આ સલાહ

ફિશર અનુસાર તમે કાર્ડ અને પત્રો બહાર ફેંકી દો. તેને ન સંદેશ મોકલો, ન કૉલ કરો. વ્યાયામ કરો, આ ડોપામાઈન અને દર્દના પ્રતિરોધને વધારે છે. સાથે જ ખાંડનો ઉપયોગ ઘટાડી દો. પૂર્વ સાથી સાથે દોસ્તી કરવાની કોશિશ ન કરો, કમસે કમ ત્યાં સુદી નહિ જ્યાં સુધી તમે ખુદને સંભાળી ન લો. તમારે નવા લોકો સાથે બહાર જવુ જોઈએ.

તૂટેલા દિલના સંકેત

તૂટેલા દિલના સંકેત

કટુ અનુભવ કદાચ પુરુષો માટે ઓછા પીડાદાયક હોઈ શકે છે પરંતુ સ્ત્રી-પુરુષ બંને માટે જ એક અપ્રિય સમય હોય છે. આ એક અભ્યાસ અનુસાર ગુસ્સો, ડિપ્રેશન, ધ્યાન ભંગ થવુ અને ચિંતા એક બ્રેકઅપ બાદ સૌથી સામાન્ય ભાવનાત્મક પ્રતિક્રિયાઓ હતી. જો શારીરિક પ્રભાવોની વાત કરીએ તો ઉંઘ ન આવવી અને એક દમથી વજન વધવુ અને ઓછુ થવુ સામાન્ય હતા.

કોને વધુ દુઃખ થાય છે, છોકરીને કે છોકરાને?

કોને વધુ દુઃખ થાય છે, છોકરીને કે છોકરાને?

પહેલા થયેલી શોધમાં એ સાબિત થઈ ચૂક્યુ છે કે પુરુષોની તુલનામાં એક બ્રેકઅપ બાદ મહિલાઓને ઘણી વધુ પીડામાંથી પસાર થવુ પડે છે. પરંતુ એમાં કોઈ શંકા નથી કે સમય સાથે તે માત્ર આમાંથી બહાર નથી નીકળતી પરંતુ આ વાત તેને વધુ સુદ્દઢ પણ બનાવે છે. બીજી તરફ ઉપર ઉપરથી એવુ જરૂર પ્રતીત થાય છે કે પુરુષોને ઓછી પીડા થાય છે પરંતુ તે ક્યારેય એક સંબંધને સંપૂર્ણપણ ભૂલાવી નથી શકતા અને સમય સાથે તેમને અહેસાસ થાય છે કે બીજા સાથીની શોધ કેટલી મુશ્કેલ છે.

દિલને શાંત કરનાર એપ

દિલને શાંત કરનાર એપ

તમને જણાવી દઈએ કે દિલ તૂટવાના દર્દને શાંત કરવા માટે મેંડ, આરએક્સ બ્રેકઅપ અને બ્રેકઅપ બૉસ એપ્સની સીરિઝ જારી કરવામાં આવી હતી. આમાં માર્ગદર્શન, સલાહ અને ધ્યાન ભટકાવનાર ગતિવિધિઓને શામેલ કરવામાં આવી. 2017માં આવેલા અભ્યાસમાં આ રીતની મસ્તિષ્ક પ્રશિક્ષણ શેલીના અભ્યાસથી આત્મ નિયંત્રણને વધારીને આવેગ બાદના વ્યવહારને પણ રોકવામાં આવ્યા.

આ પણ વાંચોઃ નવજાત શિશુને જ્યારે ડૉક્ટરે રડાવાની કોશિશ કરી તો બાળક ગુસ્સે થઈ ગયુ, ફોટો વાયરલઆ પણ વાંચોઃ નવજાત શિશુને જ્યારે ડૉક્ટરે રડાવાની કોશિશ કરી તો બાળક ગુસ્સે થઈ ગયુ, ફોટો વાયરલ

English summary
Is there a cure for broken young hearts in science know what research says
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X