• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી વિરોધીઓ માટે ‘સાપે છછુંદર ગળ્યા’ જેવો ઘાટ!

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 25 જુલાઈ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકા વિઝા આપશે કે કેમ? તે તો સમય જ બતાવશે, પણ અમેરિકી વિઝાના આ મુદ્દાએ મોદી વિરોધીઓને ક્ષોભમાં નાંખી દીધો છે. વાત માત્ર ગુજરાતના રમખાણોની હોય, તો તે અંગે મોદીને ઘેરવું અને ખુલ્લા શબ્દોમાં તેમની ટીકા કરવાની ઔપચારિકતા તો આજે દરેક સામાન્ય રાજકારણી પૂર્ણ કરવા તૈયાર અને લાલાયિત રહે થે, પરંતુ અમેરિકી વિઝાનો આ મુદ્દો મોદી વિરોધીઓ માટે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ બની ગયો છે. આ મુદ્દો તેમના માટે ન રુઝાતા ઘા જેવો છે.

જોકે એ પણ સર્વવિદિત છે કે મોદીને અમેરિકા તરફથી વિઝા આપવાનો ઇનકાર કરવાનું કારણ પણ ગુજરાતના રમખાણો જ છે, પરંતુ બીજી બાજુ રમખાણોના નામે મોદીને ભાંડનાર તેમના વિરોધીઓ અમેરિકી વિઝા મુદ્દે તેમનો વિરોધ કરતા મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. હકીકતમાં નરેન્દ્ર મોદીને અમેરિકી વિઝાનો મુદ્દો કોઈ હલકા રાજકારણનો ભાગ નથી, પણ આ મુદ્દો ભારતની આંતરિક બાબતોમાં બાહ્ય દખલ સાથે જોડાયેલો છે અને તેથી જ આ મુદ્દો શરુઆતથી જ સંવેદનશીલ રહ્યો છે.

જો આ મુદ્દો સંવેદનશીલ અને બે દેશો વચ્ચોનો ન હોત, તો કદાચ મોદીને જ્યારે પ્રથમ વાર વિઝા આપવાનો અમેરિકાએ ઇનકાર કર્યો હતો, ત્યારે તે વખતની યૂપીએ સરકારે વાંધો ન ઉઠાવ્યો હોત. તેવી જ રીતે તે વખતે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ મોદીને અમેરિકી વિઝા નહીં આપવાના નિર્ણયને ભારતની આંતરિક બાબતમાં દખલ સમાન ગણાવ્યો હતો.

હકીકતમાં નરેન્દ્ર મોદી અને અમેરિકી વિઝાનો મુદ્દો બે દેશો વચ્ચેનો મામલો છે અને તેથી જ તે ગંભીર પણ છે, પરંતુ મોદી વિરોધના આદી થઈ ગયેલા લોકોની ટોળકીમાંના કેટલાંક સાંસદોએ એવી ચાલ ચાલી કે જેમાં તેઓ પોતે જ ભરાઈ ગયાં. કહે છે કે લોકસભા અને રાજ્યસભાના 65 સભ્યોએ મળી અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર લખી મોદીને વિઝા નહીં આપવાનો આગ્રહ કર્યો હતો. હવે જ્યારે ભાજપ પ્રમુખ રાઝનાથ સિંહે અમેરિકા પ્રવાસ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો, તો આ સાંસદોએ આ પત્ર ફરીથી ઓબામાને મોકલી આપ્યો. જોકે આ પત્રમાં સહી માત્ર પચ્ચીસ સભ્યોની જ છે અને આ સાંસદોમાં સૌથી મોટુ નામ ડાબેરી સાંસદ સીતારામ યેચુરીનું સામે આવ્યું, પરંતુ યેચુરીએ એમ કહી હાથ ખંખેરી નાંખ્યાં કે પત્રમાં તેમની સહી નથી.

આવો તસવીરો સાથે જાણીએ મોદી વિરોધીઓની મુશ્કેલી :

મુશ્કેલીમાં મોદી વિરોધીઓ

મુશ્કેલીમાં મોદી વિરોધીઓ

પત્ર અને તેની ઉપર સહી કરનાર સાંસદોની સત્યતા એક જુદો મુદ્દો છે, પરંતુ જે રીતે આ પત્ર અંગે આ સાંસદોની ટીકા થઈ, તે પછી મોદી વિરોધીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. કાયમ મોદી વિરોધનો ઝંડો બુલંદ કરનાર આ નેતાઓને સમજાતું નથી કે મોદીને અમેરિકી વિઝા નામનો આ ન રુઝાતો ઘા તેમના નાકે દમ કરે છે અને તેઓ નિઃસહાય અનુભવે છે.

મોદીને લાડૂ-વિરોધીઓની મુશ્કેલી

મોદીને લાડૂ-વિરોધીઓની મુશ્કેલી

મોદી વિરોધીઓ માટે અમેરિકી વિઝાનો મુદ્દો એટલા માટે પણ ન રુઝાતો ઘા છે, કારણ કે આ મુદ્દો વ્યક્તિગત મોદીથી ખસી રાષ્ટ્રની સમ્પ્રભુતા સાથે જોડાયેલો છે અને આ બાબતે વિઝા મળે કે ન મળે, મોદીને બંને પરિસ્થિતિઓમાં ફાયદો છે. જો અમેરિકા મોદીને વિઝા આપે, તો સ્પષ્ટ થશે કે અમેરિકા રમખાણો અંગે મોદીની કથિત ભૂમિકાની બાબતમાં નરમ પડ્યું છે અને જો વિઝા ન આપે, તો મોદી-વિઝા-સમ્પ્રભુતાનો મુદ્દો ગરમ જ રહેશે કે જે અંતે મોદી માટે જ ફાયદાકારક રહેશે.

દેશદ્રોહી તરીકે ફટકાર

દેશદ્રોહી તરીકે ફટકાર

મોદીને વિઝા વિરુદ્ધ પત્ર લખનાર આ સાંસદોની ચારેબાજુથી ટીકાઓ થઈ રહી છે, તો સોશિયલ મીડિયામાં આ સાંસદોને દેશદ્રોહી ગણાવાઈ રહ્યાં છે. એટલું જ નહિં godaddy.com નામની વેબસાઇટ તરફથી આ સાંસદોને દેશદ્રોહી ગણાવતી એક ખાસ વેબસાઇટ 65traitors.com પણ શરૂ કરાઈ છે.

પત્રની વિસ્તૃત માહિતી

પત્રની વિસ્તૃત માહિતી

65traitors.com વેબસાઇટમાં ઓબામાને ડિસેમ્બર-2012માં પત્ર લખનાર લોકસભા અને રાજ્યસભાના 65 સાંસદોના નામોની યાદી છે, તો સાથે જ પત્રની નકલપણ છે. ઉપરાંત પત્ર ઉપર કરવામાં આવેલ સાંસદોની સહી પણ દર્શાવાઈ છે.

ફૅશન બની ગયો મોદી વિરોધ

ફૅશન બની ગયો મોદી વિરોધ

ગુજરાતના રમખાણોના નામે મોદીનો વિરોધ કરવો એક ફૅશન બની ગયો છે અને આજે તો કોઈ પણ નેતા રમખાણો મુદ્દે મોદીને ભાંડવાની તક નથી છોડતો. દેશના એક ભાગમાં થયેલ રમખાણો માટે કોઈ નેતાને જવાબદાર ગણાવવો અને તેને ભાંડવુ કદાચ એટલો ગંભીર મુદ્દો નથી, પણ રમખાણો નામે મોદી વિરોધની હીન હરકત તે વખતે શરમજનક બની જાય છે કે જ્યારે આ હરકત ભારતીય સમ્પ્રભુતાને દાવ ઉપર લગાડી દે.

ઓવૈસીના ભાઈ પણ

ઓવૈસીના ભાઈ પણ

મોદીને વિઝા વિરુદ્ધ પત્ર લખનાર સાંસદોમાં અકબરુદ્દીન ઓવૈસીના મોટા ભાઈ અસદુદ્દીન ઓવૈસીનો પણ સમાવેશ થાય છે. અકબરુદ્દીન ઓવૈસી તાજેતરમાં જ હિન્દૂ વિરોધી નિવેદન આપવા બદલ ચર્ચામાં આવ્યા હતાં અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી અલ્કા-પ્રવીણ

ગુજરાતમાંથી અલ્કા-પ્રવીણ

મોદીનો વિરોધ કરનાર સાંસદોમાં ગુજરાતમાંથી બે રાજ્યસભા સાંસદો અલ્કા ક્ષત્રિય તેમજ પ્રવીણ રાષ્ટ્રપાલ પણ હતાં. આ બંને કોંગ્રેસના સભ્યો છે. તેમાં પણ પ્રવીણ રાષ્ટ્રપાલ તો હાલ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી બનાવાયાં છે. જોકે આ બંને જ સાંસદોએ સહી નથી કરી.

English summary
Issue of American Visa became a canker for Anti Modi. 65 Indain Mp's, who wrote a letter to Barack Omaba, are criticised as traitors on Social Media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more