For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાજવાબ સૌંદર્યનો માલિક જમ્મૂ

|
Google Oneindia Gujarati News

જમ્મૂ કે જેને દુગ્ગરદેશના નામે પણ ઓળખવામાં આવે છે તે, કાશ્મિર રાજ્યની શીતકાલિન રાજધાનીછે. અહીનું નૈસર્ગિક સૌંદર્ય પર્યટકોને સતત પોતાની તરફ આકર્ષિત કરે છે. માનવામાં આવે છે કે, આ શહેરની સ્થાપના 8મી સદીમાં રાજા લોચને કરી હતી. જમ્મૂ મુસ્લિમ આબાદી મોટી માત્રામાં ધરાવતું હોવા છતાં મંદિરોની સંખ્યા અન્ય રાજ્યો કરતા વધારે છે.

આ કારણે જમ્મૂના મંદિરોનું શહેર કહેવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ તીર્થ સ્થળ વૈષ્ણોદેવી ધામ, બહુ ફોર્ટ, અમર મહલ વગેરે પર્યટન સ્થળો પર્યટકોને પોતાના તરફ ખેંચી લાવે છે. જમ્મૂ મહાન હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણ અને પંજાબમાં મેદાની વિસ્તારોની ઉત્તરમાં સ્થિત છે. જમ્મૂ ના નીચેના ક્ષેત્રોમા અખરોટ અને ઓકના જંગલોની અધિકતા છે, જ્યારે ઉત્તરમાં દેવદારના ઝાડોનું જંગલ છે.

જે યાત્રી જમ્મૂ જાય તે વૈષ્ણોદેવી, રઘુનાથ મંદિર, મુબારક મંડી પેલેસ, મનસર ઝીલ, બહુ ફોર્ટ અને અમર મહલની યાત્રા કરવાનું ના ભૂલે. વૈષ્ણોદેવી મંદિર ખરા અર્થમાં એક ગુફા છે, જે હિન્દુ દેવી વૈષ્ણોદેવીને સમર્પિત છે. દેવીની ત્રણ અલગ-અલગ રૂપોમાં બનેલી મૂર્તિઓ અહી આવનારા પર્યટકોએ મુખ્ય આકર્ષણ છે જેમા મહાકાળી મૃત્યું અને સમયની દેવી, મહાસરસ્વતી જ્ઞાનની દેવી અને મહાલક્ષ્મી ઘન અને વૈભવની દેવી સામેલ છે. રઘુનાથ મંદિર જેનું નિર્માણ મહારાજા રણબીર સિંહ અને તેમના પિતા ગુલાબ સિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતુ. અહી આવતા લોકો માટે મુખ્ય પર્યટક આકર્ષણ છે. તે અહીનું મુખ્ય તીર્થ સ્થળ છે, જેનું નિર્માણ મુગલિયા શૈલીમાં કરાવવામાં આવ્યું છે.

જ્યારે તમે જમ્મૂમાં હોવ તો મુબારક મંડી પેલેસ જરૂર જાઓ, જેને ડોગરા રાજવંશોએ બનાવ્યો હતો. આ પેલેસની ખાસિયત એ છે કે પેલેસ રાજસ્થાની, મુગલ અને યૂરોપીય શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. આ પેલેસના મંદિર પરિસરમાં બનેલો શીશ મહેલ આ સ્થાનનું એક અન્ય આકર્ષણ છે. આ લોકો દ્વારા અહીં વહેતા મનસર ઝીલને ઘણુ પવિત્ર માનવામાં આવે છે. ગાઢ જંગલો વચ્ચે સ્થિત આ ઝીલના કિનારે શેષનાગનું એક મંદિર પણ છે.

અહીનું બહુ ફોર્ટ પણ એક ટોચનું પર્યટક આકર્ષણ છે. જેનું નિર્માણ રાજા બહુ લોચન દ્વારા આજથી 300 વર્ષ પહેલા બનાવવામાં આવ્યુ હતુ, આ કિલ્લો સૌર્ય વંશના દર્શન કરાવે છે. આ કિલ્લાના કિનારે એક સુંદર લોન છે, જેને બાગ એ બહુના નામથી ઓળખવામાં આવે છે. બહુ ફોર્ટની નજીકમાં એક અન્ય પર્યટક સ્થળ છે. જેનું નામ બવઇ વાલી માતા મંદિર છે, જે સમય અને મૃત્યુની દેવીને સમર્પિત છે.

અખનૂર કિલ્લા

અખનૂર કિલ્લા

અખનૂર કિલ્લાનો અનોખો નજારો

સુરિસર ઝીલ

સુરિસર ઝીલ

મન મોહી લે તેવુ સુરિસર ઝીલ

બાગ એ બહુ માછલીઘર

બાગ એ બહુ માછલીઘર

બાગ એ બહુ ખાતે આવેલુ માછલીઘર

બવેય વાલી માતા મંદિર

બવેય વાલી માતા મંદિર

જમ્મૂમાં બિરાજમાન બવેય વાલી માતાનું મંદિર

બવેય વાલી માતા મંદિર

બવેય વાલી માતા મંદિર

જમ્મૂ ખાતે આવેલું બવેય વાલી માતાનું મંદિર

રંબિરેશ્વર મંદિર

રંબિરેશ્વર મંદિર

જમ્મૂનું રંબિરેશ્વર મંદિર

મહામાયા મંદિર

મહામાયા મંદિર

ભક્તોને આકર્ષતુ જમ્મૂનું મહામાયા મંદિર

મહામાયા મંદિર

મહામાયા મંદિર

ભક્તોને આકર્ષતુ મહામાયા મંદિર

બાગ એ બહુ

બાગ એ બહુ

જમ્મૂમાં આવેલું બાગ એ બહુ

અમર મહલ

અમર મહલ

જમ્મૂનું ટોચનું પર્યટક આકર્ષણ અમર મહલ

અમર મહલ

અમર મહલ

જમ્મૂનું પ્રમુખ પર્યટક આકર્ષણ અમર મહલ

રઘુનાથ મંદિર

રઘુનાથ મંદિર

ભક્તોના મનમાં બીરાજેલુ રઘુનાથ મંદિર

શિવ કોરી

શિવ કોરી

આ તસવીરમાં આપણે શિવ કોરીની ગુફાને નીહાળી શકીએ છીએ

શિવ કોરી

શિવ કોરી

આ તસવીર શિવ કોરીની છે

વૈષ્ણોદેવી મંદિર

વૈષ્ણોદેવી મંદિર

આ તસવીરમાં આપણે વૈષ્ણોદેવી મંદિર જોઇ શકીએ છીએ

માનસબલ

માનસબલ

આ તસવીર માનસબલની છે

ચાર મિનાર

ચાર મિનાર


આ તસવીર ચાર મિનારની છે

અમર મહલ

અમર મહલ

આ તસવીર અમર મહલની છે.

English summary
Jammu, otherwise known as Duggardesh, is one of the most visited destinations of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X