For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ: હાથી ઘોડા પાલખી, જયકનૈયા લાલ કી

|
Google Oneindia Gujarati News

બધાં જ દેવતાઓમાં માત્ર કૃષ્ણ જ એક ભગવાન છે જેના દરેક રૂપની પૂજા થાય છે. ઘરે ઘરે કૃષ્ણ પૂજાય છે. ખાસ કરીને કૃ્ષ્ણ જન્મોત્સના દિવસે સવારથી જ ભક્તો ઉપવાસ રાખી, પ્રભુ ગીતો ગાઈ ભક્તિમાં મગ્ન રહે છે. આખો દિવસ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોની સાથે મળીને મધ્યરાત્રે કૃષ્ણ જન્મને વધાવી લેવા ઘેલો બને છે.

ઘર ઘરમાં જન્માષ્ટમી પર વ્હાલાના જન્મને વધાવવા માટે ભક્તો એ રીતે ઘેલા બને છે કે જાણે પોતાના ઘરે જ કૃષ્ણનો જન્મ થયો હોય. નાના બાળકને જે રીતે પવિત્ર સ્નાન કરાવવામાં આવે છે, જે રીતે પારણે ઝૂલાવવામાં આવે છે. તે બધા જ લાડ ઘેલો ભક્ત બાલ કૃષ્ણને કરે છે.

બાલ કૃષ્ણને ભાવતા મિષ્ઠાન જેમકે પંચામૃત, દહીં, દૂધ, મીઠાઈ, મીસરી, પંજરી અને માખણનો પ્રસાદ પ્રભુને ધરાવી પોતાના સ્નેહીજનોને વહેંચે છે. અને પ્રભુ ભક્તિનો અદભૂત આનંદ માણે છે. વન ઈન્ડીયાના એક નિયમીત વાંચકે કૃષ્ણ જન્મની એવી જ કેટલીક તસવીરો અમારી સાથે શેર કરી હતી.. આવો જોઈએ......

બાલ કૃ્ષ્ણ

બાલ કૃ્ષ્ણ

પ્રભુ ભક્તિમાં હંમેશા લાલ અને પીળા રંગનું મહત્વ છે. બંને રંગ સૌભાગ્યના પ્રતિક છે. તસવીરમાં ભક્તે પ્રભુના જન્મના વધામણા માટે ફુલો વડે પારણનું સજાવ્યું છે.

શણગાર

શણગાર

જે રીતે ઘરમાં બાળકના જન્મને વધાવવા માટે તૈયારીઓ થતી હોય છે. તેજ રીતે કૃષ્ણ જન્મના વધામણા માટે કાન્હાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. પ્રભુને ગુલાબી કલરના વસ્ત્ર, મુગટ, મોરલી અને આભૂષણો પહેરાવવામાં આવ્યાં છે.

ભોગ-પ્રસાદ

ભોગ-પ્રસાદ

ખુશીના અવસરમાં સ્નેહી જનો, સગા સંબંધીઓ, તેમજ મિત્રોને મીઠાઈ ઈત્યાદીનું પણ મહત્વ હોય છે. બસ એજ રીતે કૃષ્ણ જન્મોત્સવના અવસરે મીઠાઈ, ફળ, પંચામૃત ઈત્યાદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

સાથે મળીને પૂજા

સાથે મળીને પૂજા

આપણો દેશ ઉત્સવ પ્રિય દેશ છે. અને ઉત્સવ બધાં ભેગા મળીને મનાવતા હોય છે. શેરી, નાની સોસાયટી અને ફલ્ટે કલ્ચરમાં આસપડોશના લોકો ભેગા મળીને કૃષ્ણ જન્મોત્સવને ઉજવતા હોય છે.

English summary
Last day and night in all over india's various places on the occasion of janmashtami different celebrations are celebrated by all. Even Janmashtami celebration at devotees home also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X