• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ: દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના કેવા હતા એ છેલ્લા 4 દિવસ?

|

નવી દિલ્લીઃ ભારતના ઈતિહાસમાં આજે એટલે કે 27 મેનો દિવસ ખૂબ જ યાદગાર છે. 27 મેના જ દિવસે વર્ષ 1964માં દેશમાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનુ હ્રદયરોગના હુમલાથી નિધન થઈ ગયુ હતુ. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી ભૂમિકા નિભાવ્યા બાદ આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુની ઉપલબ્ધિઓથી ઈતિહાસ ભર્યો છે. જવાહરલાલ નહેરુના છેલ્લા દિવસોમાં તેમનુ સ્વાસ્થ્ય બરાબર નહોતુ. વર્ષ 1964ની શરૂઆતથી જ તેમની તબિયત બગડવા લાગી હતી. જાન્યુઆરી 1964માં જવાહરલાલ નહેરુને ભુવનેશ્વરમાં હ્રદયરોગનો હુમલો થયો હતો. ત્યારબાદથી જ તેમની તબિયત ખરાબ રહેવા લાગી હતી. આ વર્ષે જવાહરલાલ નહેરુનુ મોટાભાગનુ કામ લાલ બહાદૂર શાસ્ત્રી જોતા હતા. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ પર આવો અમે તમને તેમના અંતિમ દિવસો વિશે જણાવીએ.

23થી 26 મે પોતાના મનગમતા શહેર દહેરાદૂનમાં

23થી 26 મે પોતાના મનગમતા શહેર દહેરાદૂનમાં

જવાહરલાલ નહેરુ પોતાના અંતિમ દિવસોમાં પોતાના સૌથી મનગમતા શહેર દહેરાદૂનમાં હતા. 1964માં 23થી 26 મે સુધી જવાહરલાલ નહેરુના અંતિમ ચાર દિવસ દહેરાદૂન શહેરમાં વ્યતીત થયા જેને તે ખૂબ જ પ્રેમ કરતા હતા. આરામ અને વિશ્રામ માટે જવાહલાલ નહેરુ ઘણી વાર દહેરાદૂન જતા હતા. પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુ અહીં સર્કિટ હાઉસમાં રહેતા હતા જે હવે રાજભવનમાં પરિવર્તિત થઈ ગયુ છે. અહીંના વાતાવરણમાં નહેરુ ખૂબ આરામ અનુભવતા હતા. નહેરુ ત્યાંના વિશાળ જંગલભર્યા મેદાનમાં ટહેલતા હતા તો ક્યારેક પોતાનો પસંદગીના કપૂરના વૃક્ષ નીચે કલાકો સુધી ચૂપચાપ બેસીને પક્ષીઓના અવાજ સાંભળતા હતા. 23થી 26 મે સુધી જવાહરલાલ નહેરુએ દહેરાદૂનમાં આ રીતે આરામમાં પસાર કર્યો હતો.

25 મે 1964ના રોજ જવાહરલાલ નહેરુએ શું કર્યુ?

25 મે 1964ના રોજ જવાહરલાલ નહેરુએ શું કર્યુ?

26 મેના રોજ જવાહરલાલ નહેરુ દહેરાદૂનથી દિલ્લી આવ્યા હતા. આના બરાબર એક દિવસ પહેલા 25 મેએ જવાહરલાલ નહેરુએ પોતાના જૂના મિત્ર અને પૂર્વ મંત્રી અને રાજ્યપાલ શ્રી પ્રકાશ સાથે કોટલગાંવમાં બપોરે ભોજન કર્યુ. કોટલગાંવ અજો મસૂરી રોડ પર આઠ મીલના અંતરે છે. બપોર બાદ ઈન્દિરા અને નહેરુએ સહસ્ત્રધારા સલ્ફર સ્પ્રિંગ્ઝની મુલાકાત લીધી. સાંજ પડતા પહેલા નહેરુ ઈન્દિરા સાથે સર્કિટ હાઉસ પાછા આવ્યા. જો કે તેમના સ્વજનોને તેમની તબિયતમાં બહુ સુધારો નહોતો દેખાઈ રહ્યો.

26 મેના રોજ જવાહરલાલ નહેરુ દહેરાદૂનથી દિલ્લી આવ્યા

26 મેના રોજ જવાહરલાલ નહેરુ દહેરાદૂનથી દિલ્લી આવ્યા

26મેના રોજ નહેરુએ ઘણી વાર દિલ્લી આવવાના પોતાના પ્લાનને ટાળવાની કોશિશ કરી હતી. તે ઈમાનદારીથી પોતાના પ્રવાસને વધારવા માટે તરસી રહ્યા હતા પરંતુ આવુ ન થયુ કારણકે આગલા દિવસે દિલ્લીમાં તેમની અમુક મહત્વપૂર્ણ નિયુક્તિઓ હતી. છેવટે, 26 મેએ બપોરે નિર્ધારિત પ્રસ્થાન કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પ્લાન હતો કે દિલ્લીમાં નહેરુને એક રાતનો આરામ આપવામાં આવશે અને આગલા દિવસે તેમને નિયુક્તિઓમાં શામેલ થવાનુ રહેશે.

26 મેની સાંજે દહેરાદૂનથી દિલ્લી આવ્યા

26 મેની સાંજે દહેરાદૂનથી દિલ્લી આવ્યા

26 મેની સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે નહેરુ હેલીકૉપ્ટરથી દહેરાદૂનથી દિલ્લી આવ્યા હતા. દહેરાદૂનથી હેલીકૉપ્ટર લઈને છેલ્લી વાર નેહરુને સાર્વજનિક રીતે જોવામાં આવ્યા હતા. નાની ભીડ તેમને વિદાય કરવા આવી હતી. હેલીકૉપ્ટરના દરવાજે ઉભા રહીને નહેરુએ બધાને ડાબો હાથ બતાવ્યો. ત્યાં હાજર પત્રકાર રાજ કંવરના જણાવ્યા મુજબ નહેરુને પોતાનો ડાબો હાથ ઉઠાવવામાં મુશ્કેલી પડી તો ઈન્દિરા ગાંધીએ તેમને સહારો આપ્યો. દિલ્લી આવ્યા બાદ 26 મેની રાતે જવાહરલાલ નહેરુ જલ્દી સૂવા ચાલ્યા ગયા. જો કે તેમને સારી ઉંઘ ન આવી અને ઘણી વાર રાતે ઉઠ્યા. રાતે તે પીઠ અને ખભામાં પીડાની ફરિયાદ કરતા રહ્યા. તેમને પેઈન કિલર દવા આપીને સૂવડાવવાની કોશિશ કરવામાં આવી હતી.

27 મેની સવારે આવ્યો હાર્ટ એટેક

27 મેની સવારે આવ્યો હાર્ટ એટેક

જવાહરલાલ નહેરુને 27 મેના રોજ સવારે લગભગ 6.30 વાગે પેરાલિટિક એટેક આવ્યો અને તેની થોડી જ વાર પછી હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ તે બેભાન થઈ ગયા. ઈન્દિરા ગાંધીએ તાત્કાલિક ડૉક્ટરોને ફોન કર્યો. 3 ડૉક્ટર આવ્યા અને જવાહરલાલ નહેરુનો ઈલાજ શરૂ કર્યો પરંતુ ત્યાં સુધી જવાહરલાલ નહેરુનુ શરીર કોમામાં જતુ રહ્યુ હતુ. ઈલાજનનો જવાહરલાલ નહેરુ કોઈ રિસ્પોન્સ નહોતા કરી રહ્યા. ડૉક્ટરોને ખબર પડી ગઈ હતી કે જવાહરલાલ નહેરુના શરીર પર ઈલાજની અસર નથી થઈ રહી. ઘણા કલાકોની કોશિશ બાદ 27 મે બપોરે 2 વાગે જવાહરલાલ નહેરુનના નિધનની ઘોષણા કરવામાં આવી.

English summary
Jawaharlal Nehru Death Anniversary 27 may: Nehru last 4 days in Dehradun and delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X