For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૌરવોનો સાથ આપનાર કર્ણને શ્રીકૃષ્ણએ આપ્યા હતા ત્રણ વચન

કર્ણ મહાભારતના વીર અને બહાદુર યોદ્ધાઓમાંના એક હતા. ભલે તે યુદ્ધ કૌરવો તરફથી લડ્યા હોય તેમ છતાંય કૃષ્ણને તે પ્રિય હતા. કારણ કે તેમનું હ્રદય પવિત્ર અને સાફ હતું. સાથે જ તે એક સારા ગુણ ધરાવતા વ્યક્તિ હતા

|
Google Oneindia Gujarati News

કર્ણ મહાભારતના વીર અને બહાદુર યોદ્ધાઓમાંના એક હતા. ભલે તે યુદ્ધ કૌરવો તરફથી લડ્યા હોય તેમ છતાંય કૃષ્ણને તે પ્રિય હતા કારણ કે તેમનું હ્રદય પવિત્ર અને સાફ હતું. સાથે જ તે એક સારા ગુણ ધરાવતા વ્યક્તિ હતા. એક સાચા માણસ હોવાની સાથે સાથે તે નીડર યોદ્ધા પણ હતા.

તીરંદાજીમાં નિપુણ થનાર કર્ણ બાળપણથી જ દુઃખ વેઠતા આવ્યા હતા. કર્ણ દુર્યોધનના પરમ મિત્ર હતા એટલે મહાભારતમાં પાંડવો વિરુદ્ધ લડ્યા હતા. કર્ણને દાનવીર પણ કહેવાય છે. માન્યતા છે કે તેમની પાસે કોઈ કશુંક માગી લે તો તેઓ ક્યારે ના નહોતા પાડતા. ભલે આ માગણી તેમનો જીવ પણ સંકટમાં કેમ ન નાખી દે.

ચલો જાણીએ કર્ણના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો અને એ ત્રણ વચન જે કૃ।્ણએ કર્ણને અંતિમ સમય દરમિયાન આપ્યા હતા.

પિતા પાસેથી મળ્યુ હતું કવચ

પિતા પાસેથી મળ્યુ હતું કવચ

કર્ણના માતા કુંતી હતા, જે પાંડવોના પણ માતા હતા. કર્ણનો જન્મ કુંતી અને પાંડુના લગ્ન પહેલા થયો હતો. સૂર્યદેવના આશીર્વાદથી જ કુંતીને કર્ણનો જન્મ થયો હતો. એટલે જ કર્ણ સૂર્યપૂત્ર તરીકે પણ ઓળખાય છે. સૂર્યદેવે પોતાના આ પુત્રને કવચ આપ્યું હતું, જેના લીધે કોઈ તેમને હરાવી નહોતું શક્તું.

કર્ણને આજે પણ એક મહાન યોદ્ધા તરીકે યાદ કરાય છે જે તમને સમસ્ત જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડતા રહ્યા. હકીકતમાં તે જેના હકદાર હતા તેમાંનું કશું જ તેમને ન મળ્યું.

જ્યારે સૂર્યદેવે કર્ણને આપી હતી ચેતવણી

જ્યારે સૂર્યદેવે કર્ણને આપી હતી ચેતવણી

કહેવાય છે કર્ણ રોજ સૂર્યદેવને જળ ચડાવતા હતા. તે ક્યારેય પોતાનો નિયમ નહોતા તોડતા. અને આ સમયે જો કોઈ વ્યક્તિ તેમની પાસે કશુંક માગે તો ના પણ નહોતા પાડતા.

કર્ણ અને અર્જુન બંને બળવાન અને વીર હતા. પરંતુ કર્ણ પાસે પિતાનું કવચ હોવાથી તે અર્જુન કરતા વધુ શક્તિશાળી મનાતા હતા. બીજી તરફ ઈન્દર દેવ આ વાતથી ચિંતિત હતા કે કર્ણ પાસે કવચ છે. એટલે તેમણે નિર્ણય કર્યો કે જ્યારે કર્ણ સૂર્યદેવને જળ ચડાવે ત્યારે જ દાન તરીકે કવચ માગી લેવું.

જ્યારે સૂર્યદેવને ઈન્દ્રના આ ઈરાદાની જાણ થઈ તો તેમણે કર્ણને ચેતવ્યા અને જળ ચડાવવાની પણ ના પાડી. પરંતુ કર્ણએ તેમની વાત ન માની, અને સૂર્યદેવને કહ્યું કે તેઓ ફક્ત દાનના ભયથી પોતાના પિતાની પૂજા કરવાનું ન છોડી શકે.

ઈન્દ્ર દેવે ધર્યો બ્રાહ્મણનો વેશ

ઈન્દ્ર દેવે ધર્યો બ્રાહ્મણનો વેશ

સૂર્યદેવની મનાઈ છતાંય બીજા દિવસે કર્ણ તેમને જળ ચડાવવા નદી કિનારે પહોંચ્યા, ત્યારે ઈન્દ્ર અગાઉથી જ બ્રાહ્મણના સ્વરૂપમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. જેવી સૂર્યપૂજા સમાપ્ત થઈ કે તરત જ ઈન્દ્ર દેવ તેમની પાસે પહોંચ્યા અને દાનમાં કવચ માગ્યુ. પોતાના સ્વભાવ અનુસાર કર્ણએ ખુશી ખુશી આ કવચ દાન કરી દીધું. જો કે આ વાતથી ખુશ થઈને ઈન્દ્રએ કર્ણને એક અસ્ત્ર આપ્યું, જેનો ઉપયોગ કર્ણ પોતાની રક્ષા માટે માત્ર એક જ વાર કરી શકે તેમ હતા.

અર્જુન સાથે યુદ્ધમાં કર્ણની થઈ હાર

અર્જુન સાથે યુદ્ધમાં કર્ણની થઈ હાર

કહેવાય છે કે ઈન્દ્ર દેવને કવચ દાન કરવું જ યુદ્ધમાં અર્જુન સામે કર્ણના પરાજયનું કારણ હતું. આ ઉપરાંત કર્ણએ ઈન્દ્ર દેવ દ્વારા અપાયેલા અસ્ત્રનો ઉપયોગ પણ અર્જુન સાથે યુદ્ધ પહેલા જ કરી લીધો હતો. જો કે તેના સારા કર્મ અને સત્ય પ્રત્યે સમર્પણને કારણે જ કર્ણ કૃષ્ણના નજીક હતા.

શ્રીકૃષ્ણએ કર્ણને આપ્યા હતા ત્રણ વચન

શ્રીકૃષ્ણએ કર્ણને આપ્યા હતા ત્રણ વચન

કહેવાય છે કે કર્ણની હારથી કૃષ્ણ ખૂબ દુ:ખી હતા. તેની અંતિમ ક્ષણોમાં કૃષ્ણ પ્રગટ થયા હતા. અને અંતિમ ઈચ્છા પણ પુછી હતી. ત્યારે કર્ણએ ત્રણ વચન માગ્યા.

પોતાના પહેલા વચનમાં કર્ણએ શ્રીકૃષ્ણને જાત પાતનો ભેદભાવ સમાપ્ત કરવા કહ્યું જેથી તમામ લોકોને એક સરખો દરજ્જો મળે. કર્ણ આ વાતથી હંમેશા દુઃખી રહેતા હતા કે તેમની માતાએ લગ્ન પહેલા સૂર્યદેવના આશીર્વાદથી જન્મ આપ્યો હતો. તેમના ચરિત્ર પર સવાલ ન થાય તે માટે માતાએ તેમને સમાજ સામે ક્યારેય સ્વીકાર ન કર્યા. આ કારણે કર્ણને સૂતપૂત્ર એટલે કે નીચલી જાતિના માની લેવાયા.

ત્રણ વચન

ત્રણ વચન

કર્ણ સાથે હંમેશા ભેદભાવ થયો અને અપમાન પણ કરાયું. ગુરુ દ્રોણાચાર્યએ પણ કર્ણને શિષ્ય બનાવવાનો ઈનકાર કરી દીધો હતો. આ કારણે કર્ણ ઈચ્છતા હતા કે જેવું તેમની સાથે થયું તે બીજા સાથે ન થાય.

પોતાના બીજા વચનમાં કર્ણએ કૃષ્ણને કહ્યું જ્યારે તેઓ આગામી અવતારમાં ધરતી પર આવે તો પોતાના જ રાજ્યમાં જન્મ લે.

પોતાના અંતિમ અને ત્રીજા વચનમાં કર્ણએ શ્રીકૃષ્ણને કહ્યું તેમના અંતિમ સંસ્કાર એવા સ્થાન પર થાય જે પવિત્ર હોય, પાપથી મુક્ત હોય. જ્યાં ક્યારેય ખોટું ન થયું હોય. પરંતુ મહાભારતના યુદ્ધ બાદ આવી કોઈ જગ્યા નહોતી વધી. એટલે કૃષ્ણએ કર્ણના અંતિમ સંસ્કાર પોતાની હથેળીમાં કરવાનો નિર્ણય લીધો હતો.

English summary
when loard krishna gave 3 promises to karna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X