For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું થાય જ્યારે કોઇ રાજ્યમાં 370ની કલમ લાગે ત્યારે...

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે જમ્મૂમાં લલકાર રેલીને સંબોધી હતી. આ રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મિર સરકાર અને કેન્દ્રની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના ભાષણમાં એવા મુદ્દાઓને ઉલેચ્યા કે દેશના રાજકારણમાં તે ચર્ચાનો વિષય બની ગયો.

નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદમાં જમ્મૂ-કાશ્મીરમાં લાગૂ 370ની કલમનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે 'જમ્મૂ-કાશ્મીરમાં આ સાથે વધુ એક મુદ્દો છે અને એ છે ધારા 370નો. જમ્મૂ-કાશ્મીરના નાગરીકોના અધિકાર માટે અને ધારા 370થી અહીંના લોકોનું ભલું થયું છે કે નહીં તેની ચર્ચા તો કરો.'

મોદીએ જણાવ્યું હતું કે ''મનમોહનસિંહ હું તમને યાદ અપાવવા માગું છું કે, એ સમયની સંસદમાં વડાપ્રધાન નહેરુએ કહ્યું હતું કે સમય રહેતા ધારા 370 ઘસાઇ જશે. જો તમે કહેતા હોવ કે મોટા નેતાઓએ જે કહ્યું તે કરવું જોઇએ તો નહેરુજીએ જે કહ્યું તે તમારી સરકારે કર્યું છે ખરું? ધારા 370ને કવચ બનાવી દેવામાં આવ્યું છે અને તેથી તેની ચર્ચા કરવામાં આવતી નથી. તેની ચર્ચા થવી જોઇએ.''

જમ્મૂ કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ગુરુવારે મોદીને આ મુદ્દે પડકાર ફેંકતા જણાવ્યું કે 'તેઓ ચર્ચા કરવા તૈયાર છે અને કલમ 370ને લઇને તેઓ ગમે તે સ્થળે અને ગમે તે સમયે મોદી સાથે ચર્ચા કરવા તૈયાર છે. નરેન્દ્ર મોદી ઇચ્છે તો તેઓ અમદાવાદમાં પણ આવીને ચર્ચા કરવા માટે તૈયાર છે'

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા 370ની ધારા આખરે છે શું? અને કોઇ રાજ્યમાં 370ની ધારા લાગુ થાય તો શું થાય જુઓ અને જાણો સ્લાઇડરમાં...

બેવડી નાગરિકતા

બેવડી નાગરિકતા

જમ્મૂ-કાશ્મીરના નાગરીકોની પાસે બેવડી નાગરિકતા હોય છે.

રાષ્ટ્રધ્વજ પણ અલગ

રાષ્ટ્રધ્વજ પણ અલગ

જમ્મૂ-કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ પણ અલગ હોય છે.

વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષોનો

વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષોનો

જમ્મૂ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષોનો હોય છે. જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.

રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગૂનો બનતો નથી

રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગૂનો બનતો નથી

જમ્મૂ-કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગૂનો બનતો નથી.

સુપ્રીમ કોર્ટના આદેશ લાગૂ નથી પડતા

સુપ્રીમ કોર્ટના આદેશ લાગૂ નથી પડતા

ભારતીય સુપ્રીમ કોર્ટના આદેશ જમ્મૂ-કાશ્મીરની અંદર લાગૂ નથી પડતા.

મર્યાદીત ક્ષેત્રમાં કાનૂન બનાવી શકે

મર્યાદીત ક્ષેત્રમાં કાનૂન બનાવી શકે

ભારતની સંસદ જમ્મૂ-કાશ્મીરના સંબંધમાં અત્યંત મર્યાદીત ક્ષેત્રમાં કાનૂન બનાવી શકે છે.

તો તે મહિલાની નાગરિકતા સમાપ્ત

તો તે મહિલાની નાગરિકતા સમાપ્ત

જમ્મૂ-કાશ્મીરની કોઇ મહિલા જો ભારતના કોઇ અન્ય રાજ્યના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે મહિલાની નાગરિકતા સમાપ્ત થઇ જાય છે. આનાથી ઉલટું જો તે કોઇ પાકિસ્તાનના વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો પણ જમ્મૂ-કાશ્મીરનું નાગરિકત્વ મળી જશે.

કાયદા લાગૂ નથી

કાયદા લાગૂ નથી

ધારા 370ના કારણે કાશ્મીરમાં આરટીઆઇ અને આરટીઈ જેવા કાયદા લાગૂ નથી. સીએજી લાગૂ નથી હોતું. ભારતનો કોઇપણ કાયદો લાગૂ નથી પડતો.

પંચાયતના અધિકાર નથી

પંચાયતના અધિકાર નથી

કાશ્મીરમાં મહિલાઓ પર શરિયત કાયદો લાગૂ છે.
કાશ્મીરમાં પંચાયતના અધિકાર નથી.
કાશ્મીરમાં પટાવાળાને માત્ર 2500 રૂપિયા જ પગાર મળે છે.
કાશ્મીરમાં લઘુમતીઓ એટલે કે હિન્દુઓ/શીખોને 16 ટકા જ અનામત નથી મળતું.

જમીનની ખરીદી નહીં

જમીનની ખરીદી નહીં

ધારા 370ના કારણે કાશ્મીરમાં બહારના લોકો જમીનની ખરીદી કરી શકે નહીં.

પાકિસ્તાનીઓને પણ ભારતીય નાગરીકતા મળી જાય છે

પાકિસ્તાનીઓને પણ ભારતીય નાગરીકતા મળી જાય છે

ધારા 370ના કારણે જ પાકિસ્તાનીઓને પણ ભારતીય નાગરીકતા મળી જાય છે. આના માટે પાકિસ્તાનીને માત્ર કોઇ કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરવાના હોય છે.

મોદીની પહેલ...

મોદીની પહેલ...

સારી શરૂઆત છે કે નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવાની દિશામાં પહેલ તો કરી, અને વર્ષોથી સૂતા પડેલા આ મુદ્દાને ફરી ચર્ચાનો વિષય બનાવ્યો છે. હવે કોઇ સેક્યુલર આ તથ્યો અંગે કંઇ કહેવા માગે તો તેનું સ્વાગત છે.

English summary
know about 370 Act in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X