આ ગધેડાના દૂધથી બને છે વિશ્વનું સૌથી મોંઘુ પનીર, કિંમત સાંભળતા જ ચક્કર આવશે

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનું સૌથી મોંઘુ પનીર યુરોપના સર્બિયાના એક ફેાર્મમાં ગર્દભના દૂધમાંથી બનાવવામાં આવે છે. જેની કિંમત લગભગ 78 હજાર રૂપિયે કિલો છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનું સૌથી મોંઘુ પનીર યુરોપના સર્બિયાના એક ફેાર્મમાં ગર્દભના દૂધમાંથી બનાવવામાં આવે છે. જેની કિંમત લગભગ 78 હજાર રૂપિયે કિલો છે. આ પનીર વિશે અન્ય કેટલીક રસપ્રદ માહિતી પણ છે, જે સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. ચાલો જાણીએ કે આ પનીરમાં એવું શું ચે જેના કારણ તે આ ટલું મોંઘુ હોવાની સાથે સાથે વિશ્વભરમાં જાણીતું છે.

સફેદ રંગનું, ગાઢ જામેલું અને ફ્લેવરયુક્ત આ સ્વાદિષ્ટ પનીર સર્બિયાના એક ફાર્મમાં ગર્દભના દૂધમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવનાર વ્યક્તિ સ્લોબોદાન સિમિકના કહેવા પ્રમામે આ પનીર સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ શ્રેષ્ઠ છે. ઉત્તર સર્બિયાના એક કુદરતી રિઝર્વને જૈસાવિકાના નામે ઓળખવામાં આવે છે. અહીં સિમિક 200થી વધુ ગધેડા પાળે છે અને તેમના દૂધમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવે છે. ચાલો જાણીએ વિશ્વના સૌથી મોંઘા પનીર વિશે રસપ્રદ વાતો.

માંના દૂધ જેટલું હેલ્ધી

માંના દૂધ જેટલું હેલ્ધી

સિમિકનો દાવો છે કે સર્બિયાની આ ગધેડીના દૂધમાં માતાના દૂધ જેવા જ ગુણ હોય છે. સિમિકના કહેવા પ્રમાણે,'એક માનવ શરીરને જન્મના પહેલા જ દિવસથી આ દૂધ આપી શકાય ચે એ પણ પાતળું કર્યા વગર.' સિમિકનો દાવો છે કે તેનું સેવન અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવા રોગોમાં ફાયદો કરાવે છે. જો કે આ દાવા છતાંય આ દૂધ પર કોઈ વૈજ્ઞાનિક સંશોધન નથી થયું. હાલ યુનાઈટેડ નેશન્સે કહ્યું હતું કે જે લોકોને ગાયના દૂધથી એલર્જી છે તેમના માટે આ સારો વિકલ્પ છે. કારણ કે આ દૂધમાં પ્રોટીનની માત્રા સારી હોય છે.

25 કિલો દૂધમાંથી નીકળે છે એક કિલો પનીર

25 કિલો દૂધમાંથી નીકળે છે એક કિલો પનીર

કહેવાય છે કે ગધેડીના 25 કિલો દૂધમાંથી એક કિલો પનીર બને છે, જેનો સ્વાદ ઘેંટાના દૂધના પનીર જેવો જ હોય છે. એ પણ ચર્ચા છે કે જૂના જમાનામાં મિસ્રની બે સુંદર રાણી ક્લિયોપેટ્રાની સુંદરતાનું કારણ ગધેડાના દૂધથી કરાતું સ્નાન હતું. એટલે જ લોકોને આ ગધેડાનું પનીર ગમે છે.

પનીર બનાવવાનો આઈડિયા

પનીર બનાવવાનો આઈડિયા

સિમિકની વાત માનીએ તો દુનિયામાં ક્યારેય કોઈએ ગધેડીના દૂધમાંથી પનીર નથી બનાવ્યું. જ્યારે તેમને આ દૂધમાંથી પનીર બનાવવાનો વિચાર આવ્યો તો પહેલી મુશ્કેલી એ હતી કે દૂધમાં કૈસીનનું સ્તર ઓછું હોય છે, જે પનીર માટે બાઈંડિંગ એજન્ટનું કામ કરે છે. પરંતુ ચીઝ બનાવવા માટે જૈસાવિકાના એક સભ્યએ સિમિકની મદદ કરી અને રસ્તો કાઢ્યો કે જો આ દૂધમાં બકરીનું દૂધ મિક્સ કરવામાં આવે તો પનીર બની શકે છે.

વર્ષે 15 કિલો જ પનીર બને છે.

વર્ષે 15 કિલો જ પનીર બને છે.

ખાસ વાત એ છે કે એક ગધેડી દિવસમાં એક લિટર દૂધ પણ નથી આપતી. જ્યારે એક ગાય રોજ 40 લિટર દૂધ આપે છે. એટલે જ પનીરનું ઉત્પાદન ઓછું થાય છે. એક વર્ષમાં આ રીતે માત્ર 6થી 15 કિલો જ પનીર બનાવે છે અને વેચાય છે. પનીરનું ઉત્પાદન ઓછું હોવાને કારણે જ તેની કિંમત વધુ છે. તેને મોટા ભાગે વિદેશી અને પર્યટકો ખરીદે છે. 2012માં જ્યારે સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે કહ્યું હતું કે તેના માટે આ પનીર વાર્ષિક જથ્થામાં આવે છે. ત્યારથી આ પનીર ચર્ચામાં આવ્યું હતું. જો કે બાદમાં નોવાક જોકોવિચે આ અહેવાલ ફગાવી દીધા હતા.

વિશેષ શું?

વિશેષ શું?

આ ફાર્મમાં પાળવામાં આવતા ગધેડા બાલ્કન પ્રજાતિના છે, જે સર્બિયા અને માંટે નેગ્રો પ્રાંતમાં જ મળે છે. વિશ્વબરમાં આ ગધેડાના દૂધ અને પનીરની ડિમાન્ડ વધી રહી છે. આ ઉપરાંત આ ફોર્મમાં ગધેડીના દૂધથી સાબુ અને દારુ પણ બને છે. ગધેડીના દૂધમાંથી બનતા પનીરને વિશ્વનું સૌથી મોંઘુ પનીર માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X