Republic Day Parade 2020: જાણો ક્યાં થઈ હતી ગણતંત્ર દિવસની પહેલી પરેડ, વાંચો ખાસ વાતો
દરેક ભારતીય માટે 26 જાન્યુઆરીનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે, આ દિવસે પહેલી વાર આપણે ગણતંત્ર થયા હતા. આ માત્ર એક પર્વ નથી પરંતુ આપણા ગૌરવનુ માનક છે. આ દિવસે ગણતંત્ર દિવસ પરેડનુ વિશેષ આકર્ષણ હોય છે. ભારતના આ શૌર્ય અને પરાક્રમની પળના સાક્ષી બનવા માટે દર વર્ષે રાજપથથી લઈને લાલ કિલ્લા સુધી લાખો લોકોની ભીડ એકઠી થાય છે. આ ભવ્ય પરેડમાં ભારતીય સેનાના વિવિધ રેજિમેન્ટ, વાયુસેના, નૌકાદળના જવાન ભાગ લે છે જ્યારે આ સમારંભમાં રાષ્ટ્રીય કેડેટ કોર અને શાળાના બાળકો પણ ભાગ લે છે.

પરેડનુ સીધુ પ્રસારણ નેશનલ ચેનલ પર થાય છે
ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ રાજ્યોની પ્રદર્શની પણ થાય છે. પ્રદર્શનીમાં દરેક રાજ્યના લોકોની વિશેષતા, તેમના લોકગીત અને કલાનુ દ્રશ્યચિત્ર હોય છે. પરેડનુ સીધુ પ્રસારણ નેશનલ ચેનલ પર થાય છે.

અમુક ખાસ વાતો
26 જાન્યુઆરી પર ગણતંત્ર દિવસ પરેડની શરૂઆત 1950માં આઝાદ ભારતનુ બંધારણ લાગુ થવા સાથે થઈ હતી.
વર્ષ 1950થી 1954 સુધી ગણતંત્ર દિવસની પરેડ રાજપથ પર નહિ પરંતુ ચાર અલગ અલગ જગ્યાએ થઈ હતી.
1950થી 1954 સુધી ગણતંત્ર દિવસની પરેડનુ આયોજન ક્રમશઃ ઈરવિન સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લા અને રામલીલા મેદાનમાં થયુ હતુ.

પહેલા ગણતંત્ર દિવસ સમારંભમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા મુખ્ય અતિથિ
1955થી ગણતંત્ર દિવસ પરેડનુ આયોજન રાજપથ પર શરૂ કરવામાં આવ્યુ.
26 જાન્યુઆરી 1950ના રોજ પહેલા ગણતંત્ર દિવસ સમારંભમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણા મુખ્ય અતિથિ બન્યા હતા.
26 જાન્યુઆરી 1955માં રાજપથ પર આયોજિત પહેલા ગણતંત્ર દિવસ સમારંભમા પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મહોમ્મદ વિશેષ અતિથિ બન્યા હતા.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર 2020: વાંચો, નાના બાળકોની મોટી બહાદૂરીની કહાનીઓ