• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે?

|
Google Oneindia Gujarati News

આમ તો પીરિયડ્ઝ સાથે જોડાયેલ ભ્રમ કે ખોટી ધારણાઓ દુનિયાભરમાં છે જેમાંથી અમુક તો હાસ્યાસ્પદ છે. જેમ કે ઘણા લોકો માને છે કે પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ, ભલા આવુ કોણે કહ્યુ?? માસિક ધર્મ દરમિયાન શેમ્પુનો ઉપયોગ ન કરવાનુ ખરેખર તો કોઈ કારણ જ નથી. તમે તમારા વાળ ધોઈ શકો છો, વાળ કપાવી શકો છો, હેર સ્પા લઈ શકો છો, વાળમાં કલર કરી શકો છો અને વાળને સ્ટ્રેટ પણ કરાવી શકો છો. આવા જ અમુક ભ્રમ છે જેની આસપાસ આપણે મોટા થયા અને આ જ વાતોને આપણે સાચી માની બેઠા છે. તો હવે આવી ખોટી વાતો પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ Periods સાથે જોડાયેલી ભ્રમણાઓ વિશે...

1. Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે

1. Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે

આમાં ગંદકી અને અશુદ્ધતા જેવુ કંઈ પણ નથી ઉલટાનુ આ તો એક પ્રૂફ છે કે તમારામાં reproduce કરવાની ક્ષમતા છે. બસ એટલુ જ કે તમારા egg unfertilized છે માટે તમે તેને તમારા શરીરમાંથી release કરી રહ્યા છો.

2. જો તમે પોતાનો પીરિયડ મિસ કર્યો તો તમે પ્રેગ્નેન્ટ છો

2. જો તમે પોતાનો પીરિયડ મિસ કર્યો તો તમે પ્રેગ્નેન્ટ છો

એ પહેલા કે તમે એમ માની લો કે તમારી ડ્યુટી 9 મહિલના માટે ફિક્સ થઈ ગઈ છે અમે તમને જણાવી દઈએ કે પીરિયડ્ઝ ન આવવાના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે - સ્ટ્રેસ, ખરાબ ડાયેટ, વેઈટ લૉસ અને હોર્મોનલ ચેન્જીસ વગેરે. આવુ જો ઘણી વાર થતુ હોય તો ડૉક્ટરની સલાહ લો.

3. જો તમે tamponsનો ઉપયોગ કરો છો તો તમે વર્જિન નથી

3. જો તમે tamponsનો ઉપયોગ કરો છો તો તમે વર્જિન નથી

Virginityને hymen સાથે કોઈ લેવા-દેવા નથી. જે પણ વ્યક્તિ સેક્સ્યુઅલ-ઈન્ટરકોર્સમાં involve નથી તે virgin છે. સેક્સ ઉપરાંત પણ ઘણી બધી રીત છે hymen તોડવાની. સેનિટરી પેડ્ઝ કે ટેમ્પોનને તમારી વર્જિનિટી સાથે કોઈ મતલબ નથી. તમે બિન્દાસ તેનો ઉપયોગ કરી શકો છો.

4. Periodsમાં પૂજા ન કરવી જોઈએ

4. Periodsમાં પૂજા ન કરવી જોઈએ

આજના સમયમાં પણ આ ભ્રમ સૌથી વધુ માનવામાં આવે છે. આ દિવસોમાં મહિલાઓના પૂજા પાઠ, વ્રત અને મંદિરમાં જવા પર પ્રતિબંધ છે. પરંતુ આ એકદમ ખોટો વિચાર છે. વિચારવાની વાત એ છે કે ભગવાન જેમણે આપણે આ આપ્યુ છે તે કોઈ પણ આવી મહિલાને સ્પર્શવાથી કેવી રીતે અશુદ્ધ થઈ શકે છે. નારીત્વ પ્રકૃતિનો સૌથી અનમોલ ઉપહાર છે જેના પર આપણને સૌને ગર્વ હોવો જોઈએ.

5. Periodsમાં અથાણા અડવાથી ખરાબ થઈ જાય

5. Periodsમાં અથાણા અડવાથી ખરાબ થઈ જાય

અથાણાં ખરાબ થવાની ભ્રમણા સૌથી વધુ સામાન્ય છે જે એકદમ નિરાધાર અને હાસ્યાસ્પદ છે. એવુ લાગે કે એ દિવસોમાં મહિલાઓના હાથમાં જીવાણુ અને કીટાણુ એક સાથે નીકળીને અથાણાંમાં જતા રહેશે અને અથાણાને બરબાદ થવાથી કોઈ રોકી નહિ શકે.

6. માસિક ધર્મમાં શરીર નબળુ થઈ જાય છે

6. માસિક ધર્મમાં શરીર નબળુ થઈ જાય છે

આ બિલકુલ સાચુ નથી, તમારુ શરીર લોહીની કમીથી નબળુ નથી થતુ. એ સત્ય છે કે તમારા શરીરમાં 150 મિલી લોહીની કમી થાય છે જે માત્ર 4-5 ચમચી હોય છે. પરંતુ જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો એ સ્થિતિ અલગ હોય છે.

7. Periodsનુ લોહી ગંદુ હોય છે

7. Periodsનુ લોહી ગંદુ હોય છે

માસિક ધર્મ ચક્ર દરમિયાનનુ લોહી નિયમિત રીતે વહેતા લોહી સમાન જ હોય છે. આમાં ગંધ નથી હોતી અને તેમાં કંઈ અસામાન્ય પણ નથી હોતુ. મહિલાઓ, આ યાદ રાખો..

8. ન્હાવાથી વાંઝિયાપણુ આવે છે

8. ન્હાવાથી વાંઝિયાપણુ આવે છે

આ ખોટો ભ્રમ અફઘાનિસ્તાનથી આવ્યો છે જ્યાં માનવામાં આવે છે કે આ સમયે જો મહિલાઓ ન્હાય અને માથા પર પાણી નાખે તો તેમની પ્રજનન ક્ષમતા પર અસર પડે છે.

9. સેનિટરી નેપકિનથી કેન્સર ફેલાય છે

9. સેનિટરી નેપકિનથી કેન્સર ફેલાય છે

બોલીવિયામાં માને છે કે ઉપયોગમાં લીધેલો નેપકિન જો પુરુષ જોઈ લે તો તેને કેન્સર થઈ શકે છે. આ વિશે કડક સૂચના આપવામાં આવી છે. સ્કૂલે જતી છાત્રાઓ ઘણીવાર યુઝ્ડ પેડને પોતાની બેગમાં રાખીને ઘરે લઈ જાય છે કારણકે તેમને સ્કૂલની ડસ્ટબિનમાં રાખવાની મંજૂરી નથી હોતી.

મહિલાઓ કરતા પુરુષો વધુ ખોટુ બોલે છે, જાણો પુરુષો વિશે આવી જ રસપ્રદ વાતોમહિલાઓ કરતા પુરુષો વધુ ખોટુ બોલે છે, જાણો પુરુષો વિશે આવી જ રસપ્રદ વાતો

English summary
Know the most common myths about periods and their facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X