• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાત ફેરા પછી પણ કેમ નથી ચાલી શકતો પ્રેમનો સંબંધ?

By Desk
|
Google Oneindia Gujarati News

સામંથા અક્કિનેની અને નાગા ચૈતન્ય બંને સાઉથના સુપરસ્ટાર છે અને આ બંનેની ઑન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન કેમેસ્ટ્રી હંમેશા દર્શકોને ગમી છે. વર્ષ 2009માં ફિલ્મ બંને મૈયા ચેસવેના સેટ પર મળ્યા અને પછીવર્ષ 2014માં તેમના પ્રેમની શરૂઆત થઈ. વર્ષ 2017માં બંને લગ્નના બંધનમાં બંધાયા. હાલમાં જ જ્યારે આ બંને સ્ટાર્સે ડિવૉર્સ લેવાની વાત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી તો સહુ કોઈ ચોંકી ગયા. કોઈને એ સમજમાં નથી આવતુ કે છેવટે આ પ્રેમભરી જોડી અલગ કેવી રીતે થઈ ગઈ. એવા ઘણા કપલ છે જેમણે લવ મેરેજ કર્યા અને એક લાંબો સમય સાથે પસાર કર્યો પરંતુ બાદમાં તેમના રસ્તા અલગ થઈ ગયા. આ પરિસ્થિતિઓને જોતા મનમાં એ સવાલ આવે કે છેવટે એવા કયા કારણો હોય છે જે કોઈ સંબંધમાં તિરાડ પેદા કરે છે અને આ તિરાડ પણ એટલે હદે વધી જાય છે કે તેને ભરવી સંભવ નથી હોતી અને છેવટે કપલ્સ અલગ થઈ જાય છે. તો આવો, જાણીએ આવા અમુક કારણો વિશે -

કમ્યુનિકેશન પ્રૉબ્લેમ

કમ્યુનિકેશન પ્રૉબ્લેમ

કોઈ પણ રિલેશનનો પાયો અને મજબૂતી સારા કમ્યુનિકેશન પર જ ટકે છે. સામાન્ય રીતે જ્યારે પણ ડિવૉર્સની વાત થાય છે ત્યારે લોકો પૈસા બાબતે સંમતિ થવા કે ન થવા કે પછી કમિટમેન્ટ ઈશ્યુને લઈને વાત કરે છે. પરંતુ જોવા જઈએ તો આ બધા પ્રૉબ્લેમ્સ સેકન્ડરી હોય છે અને કમ્યુનિકેશન ગેપ કે પરસ્પર અંડરસ્ટેન્ડીંગ ન હોવાના કારણે જ પેદા થાય છે. જ્યારે એક કપલ પોતાના પ્રૉબ્લેમ્સ તેમજ પ્લાનિંગને લઈને એકબીજા સાથે સારી રીતે કમ્યુનિકેટ નથી કરી શકતા તો તેમની વચ્ચે સમસ્યાઓ થવાની શરૂ થઈ જાય છે. જો તે આ કમ્યુનિકેશન ગેપને ન ભરે તો તેમનો સંબંધ છેવટે તૂટી જાય છે.

ઈંટિમસી ન હોવી

ઈંટિમસી ન હોવી

આ પણ એક કારણ છે જે કપલ્સ વચ્ચે અંતર થવા અને તેમના અલગ થવાનુ કારણ બને છે. માત્ર આઈ લવ યુ કહેવુ જ તમારા પ્રેમને પ્રદર્શિત નથી કરતો પરંતુ તે તમારા વ્યવહારથી પણ દેખાય છે. જરૂરી નથી તે તમે એકબીજા સાથે બેડરુમમાં જ સમય પસાર કરો. તમારો ફિઝિકલ ટત પણ ઘણુ બધુ કહે છે. એકબીજાને હગ કરવુ, કિસ કરવુ કે પછી હાથમાં હાથ નાખીને બેસવુ અમુક એવા સ્વીટ જેસ્ચર્સ છે જે કપલ્સને એકબીજા સાથે કનેક્ટેડ અનુભવાય છે. પરંતુ જો તે ફિઝિકલ ડિકનેક્શન થઈ જાય તો સંબંધોમાં નીરસતા એટલી હદે આવી જાય છે કે ડિવૉર્સ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

લગ્નમાં પાર્ટનરશિપ ન રહેવી

લગ્નમાં પાર્ટનરશિપ ન રહેવી

જ્યારે તમે એક કપલ હોય તો તેનો અર્થ છે કે તમારી બધી વસ્તુઓ ભેગી છે. પરંતુ જો તમે એક રિલેશનમાં હોવા છતાં પણ એવુ અનુભવતા હોય કે તમે એકદમ એકલા છે, તો તે સમસ્યા પેદા કરી શકે છે. ભલે બંને પાર્ટનરની પોત-પોતાની લાઈફ સારી હોય પરંતુ હવે તે પાર્ટનર તરીકે કંઈ નથી કરતા. આવુ એટલા માટે પણ થઈ શકે છે કે તેમની ભવિષ્યની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ હોય કે પછી તેમને પોતાના સંબંધમાં એવુ કંઈ પણ ન દેખાતુ હોય જેને તે બચાવી શકે છે. આ અલગાવ અને એકલતા ડિવૉર્સ માટે પૂરતા કારણ હોઈ શકે છે.

ઈમોશનલ સપોર્ટની કમી

ઈમોશનલ સપોર્ટની કમી

એક સંબંધ સારા ફાઈનાન્સિયલ સ્ટેટસના દમ પર ન ચાલી શકે. આના માટે એકબીજાને ઈમોશનલી સપોર્ટ કરવો પણ ખૂબ જરૂરી છે. પરંતુ ક્યારેક-ક્યારેક કમ્યુનિકેશન ગેપ સાથે કપલ્સને ઈમોશનલ સપોર્ટમાં પણ કમીનો અહેસાસ થાય છે. તેમને લાગે છે કે જેમ સંબંધમાં તેમના સાથે હોવા કે ન હોવાનુ કોઈ મહત્વ નથી. એવામાં માત્ર શારીરિક જ નહિ ભાવનાત્મક અંતર પણ આવવાનુ શરૂ થઈ જાય છે અને એક વાર જ્યારે એકબીજા માટે સહાનુભૂતિ અને કમ્પેશન ઝીરો થઈ જાય છે. તો એક સાથે પાછા આવવાનુ ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

English summary
Know the reason behind couple divorce in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X