For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ ઉજવવામાં આવે છે ભાઇબીજ, શું છે સત્ય

By Staff
|
Google Oneindia Gujarati News

દિવાળીના એક દિવસ પછી ભાઇબીજ આવે છે. આ તહેવાર બહેન અને ભાઇનો તહેવાર દર્શાવે છે. શું તમને ખબર છે કે ભાઇબીજ મનાવવા પાછળ પૌરાણિક કથા પણ છે. આવો જાણીએ એક પૌરાણિક કથા:

ભાઇબીજની એક કથા

સૂર્યની સંજ્ઞાથી બે સંતાનો હતા એક પુત્ર યમરાજ અને બીજી પુત્રી યમુના. સંજ્ઞા સૂર્યનું તેજ સહન કરી ન શકવાથી પોતાની છાયામૂર્તિનું નિર્માણ કરી તેને જ પોતાના પુત્ર-પુત્રીની સોંપીને ત્યાંથી જતી રહી. છાયાને યમ અને યમુનાથી કોઇ પ્રકારનો લગાવ ન હતો. પરંતુ યમ અને યમુના વચ્ચે ખૂબ પ્રેમ હતો.

diwali

યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ વધારે પડતા કામના ભારણના લીધે પોતાની બહેનને મળવા જઇ શકતા ન હતા. એક દિવસ યમ પોતાની બહેનની નારાજગીને દૂર કરવા માટે મળવા ગયા. યમુના પોતાના ભાઇને જોઇને ખુશ થઇ ગઇ. ભાઇ માટે વ્યંજન બનાવ્યા અને આદર સત્કાર કર્યું.

આ આદર સત્કર અને બહેનના પ્રેમને જોતાં યમરાજ એટલા પ્રસન્ન થયા કે તેમણે આ પહેલાં આવી આશા પણ કરી ન હતી. આ ખુશી બાદ યમે પોતાની બહેન યમુનાને વિવિધ ભેટ સમર્પિત કરી.

યમરાજ જ્યારે પોતાની બહેનને મળ્યા બાદ વિદાય લેવા લાગ્યા તો બહેન યમુનાને કોઇપણ પોતાની ઇચ્છાનુસાર વરદાન માંગવા માટે કહ્યું. યમુનાએ તેમના આ આગ્રહને સાંભળીને કહ્યું ભાઇ જો તમે મને વરદાન આપવા માંગો છો તો એ વરદાન આપો કે આજના દિવસે દરવર્ષે તમે મારા ઘરે આવશો અને મારા આતિથ્યને સ્વિકાર કરશો.

જાણકારોનું માનવું છે કે આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ્ય ભાઇ અને બહેનના પ્રેમ અને બંધનને જાળવી રાખવાનો છે.

English summary
Know Why Bhaidooj celebrates after Diwali! Diwali and Bhaidooj gifts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X