For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ: કુંભના ત્રીજા અને છેલ્લા સ્નાનમાં ઉમટ્યા ભક્તોના ઘોડાપુર

|
Google Oneindia Gujarati News

નાસિક ત્ર્યંબકેશ્વરમાં ચાલી રહેલા કુંભના મેળામાં ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન થયું. નાસિકમાં ગોદાવરી નદીના કિનારે વૈષ્ણવ સંપ્રદાયના અખાડાનું સ્નાન થયુ હતુ. કુંભના મેળામાં ડુબકી લગાવવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.

કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પ્રશાસન તરફથી પણ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાહી સ્નાન શુક્રવારે સવારે 4.15 કલાકે રામ કુંડ પર શરૂ થયુ હતુ. જેમા દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. શાહી સ્નાન પહેલા ભવ્ય શાહી યાત્રા કાઢવામાં આવી હતી. નાસિકના રામકુંડ અને ત્ર્યંબકેશ્વરમાંથી નીકળેલી શાહી યાત્રામાં મોટી સંખ્યામાં અખાડાના સાધુ-સંતોએ ભાગ લીધો હતો. અને ત્યારબાદ ઘાટ પર પવિત્ર ડુબકી લગાવી ધન્યતા અનુભવી હતી.

આસ્થાના આ મહાપર્વની સુંદર તસવીરોના સાક્ષી બનવા માટે તમે પણ નીચેની સ્લાઇડ પર ક્લીક કરો.

ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન

ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન

કુંભ મેળામાં ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન આજે નાસિકના ત્ર્યંબકેશ્વરમાં સંપન્ન થયુ.

લાખોની સંખ્યામાં ભક્તો

લાખોની સંખ્યામાં ભક્તો

આજે લાખોની સંખ્યામાં ભક્તોએ આસ્થાની ડુબકી લગાવી

સઘન સુરક્ષા

સઘન સુરક્ષા

કોઇ અનિચ્છનીય ઘટના ના બને તેમ માટે અહીં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા.

શાહી સ્નાન

શાહી સ્નાન

આજના શાહી સ્નાનમાં આસપાસના જિલ્લાની સાથે દેશના અન્ય ભાગોમાંથી તેમજ વિદેશમાંથી પણ લોકો ઉમટ્યા હતા.

સુરક્ષામાં વધારો

સુરક્ષામાં વધારો

કુંભ મેળામાં સુરક્ષા બંદોબસ્ત પહેલેથી જ સઘન હતો પરંતુ આજના શાહી અને છેલ્લા સ્નાનને લઈને 7000 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

શાંતિ અને સમૃદ્ધિ

શાંતિ અને સમૃદ્ધિ

કુંભ મેળો વિશ્વ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. અને એટલે જ કુંભ મેળામાં હજારો લાખો લોકો આવે છે.

English summary
Seers and devotees on Friday took shahi snan' at Kushavartatirthi pond on the third parvani of the ongoing Kumbh Mela.Today was the last 'shahi snan' at Trimbakeshwar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X