For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું થાય જ્યારે ઘરમાં ઘુસતા જ સિંહ આવી ચડે?

|
Google Oneindia Gujarati News

આપણે સામાન્ય રીતે તમે વૈભવી જીવન જીવતા લોકોના ઘરે ગયા હશો ત્યારે તમને તેમની પાસે પાળતું પ્રાણી જોવા મળતા હશે, જેમાં સામાન્ય રીતે કૂતરાં અથવા તો બિલાડી હોય છે. પરંતુ શું થાય, ત્યારે જ્યારે તમે કોઇ એવા ઘરમાં જતા રહો, જ્યાં કૂતરાં જે રીતે ઘરમાં વિહરતા હોય તેવી રીતે જંગલનો રાજા સિંહ અને ટાઇગર ફરતા હોય. તમને આ વાંચીને એવું લાગશે કે આવું તે કંઇ હોતું હશે, પરંતુ આ હકિકત છે.

આજે અમે તમને અહીં એવી જ કેટલીક તસવીરો દર્શાવવા જઇ રહ્યાં છે. આ અહેવાલ અને તેનો વીડિયો ડેઇલી મેઇલમાં રજુ કરવામાં આવ્યો છે. જેમાં પેરેસિયન ગલ્ફમાં કેવી રીતે સિંહ અને વાઘને પાળતું પ્રાણી તરીકે રાખવાનો ક્રેઝ છે. ગલ્ફ આરબ રાજ્યોમાં એવા ઘણા પરિવારો અને વૈભવી લોકો છે કે,જેઓ પોતાની લેમ્બોર્ગિની અને મર્સીડિઝમાં તેમની સાથે કૂતરાં નહીં પરંતુ સિંહ અને ચિત્તા લઇને ફરવા માટે નીકળે છે. અહીં નીચેની સ્લાઇડ્સમાં તસવીરો થકી તમે જોઇ શકશો કે કેવી રીતે ગલ્ફ આરબના ધનિક લોકો સિંહ, વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓ સાથે રહે છે.

સ્પીડબોટ અને લેમ્બોર્ગિનીમાં ફરે છે આ જંગલી પ્રાણીઓ

સ્પીડબોટ અને લેમ્બોર્ગિનીમાં ફરે છે આ જંગલી પ્રાણીઓ

ગોલ્ફ આરબ રાજ્યોમાં રીચ લોકો પોતે ધનિક હોવાનું કહેતા નથી, પરંતુ તેમની લેમ્બોર્ગિની અને સ્પીડ બોટમાં તેમની સાથે જોવા મળતા સિંહ અને ચિત્તા જ જણાવી દે છે કે આ લોકો કેટલા ધનિક હશે.

અલ્ટીમેટ સ્ટેટ્સ સિમ્બોલ

અલ્ટીમેટ સ્ટેટ્સ સિમ્બોલ

પેરસ્યિન ગોલ્ફ્સમાં હાલ આવા જંગલી પ્રાણીઓને પાળવા એ એક અલ્ટિમેટ સ્ટેટ્સ સિમ્બોલ બની ગયા છે. આ ધનિક લોકો, સિંહ અને ચિત્તા સાથે રહે છે, મસ્તી કરે છે ઉપરાંત ક્યારેક ઘરની રખેવાળી કરતા પણ જોવા મળે છે.

હુમેદ અલ્બુકાઇસના ઘરે છે સિંહ અને વાઘ

હુમેદ અલ્બુકાઇસના ઘરે છે સિંહ અને વાઘ

હુમેદ અલ્બુકાઇસ નામની વ્યક્તિ સતત પોતાની તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરે છે. તેના ઘરમાં સિંહ, વાઘ અને ચિત્તા જેવા જંગલી પ્રાણીઓ છે, જો કે, તેને તેનાથી કોઇ ખતરો નથી, તે આ જંગલી પ્રાણીઓ સાથે સતત મસ્તી કરતો પણ તસવીરોમાં દર્શાવવામાં આવે છે.

માત્ર હુમેદ નહીં અનેક ધનિકોને ત્યાં છે જંગલી પ્રાણી

માત્ર હુમેદ નહીં અનેક ધનિકોને ત્યાં છે જંગલી પ્રાણી

એવું નથી કે માત્ર હુમેદને ત્યાં જ જંગલી પ્રાણીઓને પાળવામાં આવે છે, પરંતુ અમે અગાઉ કહ્યું તેમ કે આ એક અલ્ટિમેટ સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે, ત્યારે અનેક ધનિક પરિવારને ત્યાં આ જંગલી પ્રાણીઓને પાળવામાં આવે છે.

જંગલી પ્રાણી સાથે મસ્તી કરતો હુમેદ

જંગલી પ્રાણી સાથે મસ્તી કરતો હુમેદ

આ તસવીરમાં જંગલી પ્રાણી સાથે મસ્તી કરતો હુમેદ જોવા મળે છે.

English summary
latest craze in the Persian Gulf for big cats as pets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X