For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો સામાન સુરક્ષિત પહોંચાડવા કેટલું પ્લાસ્ટિક વપરાય છે

કેન્દ્ર સરકારે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીએ 150મી જયંતી પર આખા દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પૂર્ણ પ્રતિબંધનો નિર્ણય ભલે ટાળ્યો હોય

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીએ 150મી જયંતી પર આખા દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પૂર્ણ પ્રતિબંધનો નિર્ણય ભલે ટાળ્યો હોય પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકનૌ સૌથી વધુ કચરો ગ્રાહકોની સેવા માટે જ એકત્ર થાય છે. આપણે ઘરે બેઠા મોબાઈલ પર ક્લિક કરીને જે ઓર્ડર કરીએ છીએ, તે ઓર્ડર તમારા સુધી પહોંચવામાં ઢગલાબંધ પ્લાસ્ટિક વપરાય છે. સરકારી આંકડા પ્રમાણે ઈ કોમર્સ કંપનીઓ પેકેજિંગમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાય છે. દેશભરમાં વાર્ષિક 1.78 કરોડ ટન પ્લાસ્ટિક વપરાય છે. તેના પેકેજિંગમાં 35 ટકા હિસ્સો પેકેજિંગનો છે.

70 ટકા પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડક્ટ ટૂંક સમયમાં જ કચરો બની જાય છે

70 ટકા પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડક્ટ ટૂંક સમયમાં જ કચરો બની જાય છે

ઈ કોમર્સ કંપનીઓ સામાન સુરક્ષિત રીતે પહોંચાડવા માટે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે બાદમાં કચરો બની જાય છે. 35 ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ પેકેજિંગ માટે થાય છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રિપોર્ટ પ્રમાણે 70 ટકા પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડક્ટ ટૂંક સમયમાં જ કચરો બની જાય છે. ઈ કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં પેકેજિંગના કારણે કેટલું પ્લાસ્ટિક કચરો બને છે, તેના પર હજી સુધી કોઈ સર્વે નથી થયો એટલે પર્યાવરણે ખૂબ જ નુક્સાન થાય છે. તમને જાણ જ હશે કે કે ઈ કોમર્સ કંપનીઓ જુદા જુદા લેયરમાં પેકેજિંગ કરે છે. તેમાં પ્લાસ્ટિક, પેપર, બબલ રેપ, એર પેકેટ, ટેપ અને કાર્ડબોર્ડ કાર્ટૂન્સ હોય છે. તે રિસાઈકલ નથી થતા અને કચરો બનીને પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આ ઈ કોમર્સ કંપનીઓ પ્રોડક્ટની ડિલિવરી બાદ કચરો એક્ઠો નથી કરતો, લોકો તેને ફેંકી જ દે છે.

ભારતનો દરેક નાગરિક વર્ષે 11 કિલો પ્લાસ્ટિક વાપરે છે

ભારતનો દરેક નાગરિક વર્ષે 11 કિલો પ્લાસ્ટિક વાપરે છે

આપણા દેશમાં પેકેજિંગ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ ઝડપથી થઈ રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં પ્લાસ્ટિક પેકેજિંગમાં 14થી 20 ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ ઈ કોમર્સ ઈન્ડ્સ્ટ્રીનો વિકાસ છે. ઉલ્લેખનીય છે કે ભારતનો દરેક નાગરિક વર્ષે 11 કિલો પ્લાસ્ટિક વાપરે છે. તેનો અર્થ છે કે દરેક વ્યક્તિ વાર્ષિક 11 કિલો પ્લાસ્ટિક વાપરે છે.

ઈ કોમર્સ કંપનીઓ કરે છે આ ઉપાય

ઈ કોમર્સ કંપનીઓ કરે છે આ ઉપાય

બેંગ્લોરમાં વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરનારી બિન સરકારી સંસ્થા ‘સાહસ ઝીરો વેસ્ટ'ના ફાઉન્ડર વિલ્માએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈ કોમર્સ કંપનીઓ પેકેજિંગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના ઉપાય જણાવ્યા છે. તેમણે કહ્યું કે કંપનીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. કંપનીઓ નાની નાની પ્રોડ્ક્ટસ ને પણ 2થી 3 લેયરમાં પેકેજ કરે છે, જેની જરૂર નથી હોતી, ત્યારે આવું કરવું જોઈએ. આ ઉપરાંત કંપનીઓએ પ્લાસ્ટિક, થર્મોકોલ, બબલ રેપનો વિકલ્પ શોધવાની જરૂર છે. સૌથી મહત્વની વાત એ છે કે કંપનીઓએ ગ્રાહકને પ્રોડક્ટ આપ્યા બાદ પેકેજિંગ મટિરિયલ પાછું લઈને તેનો ફરી ઉપયોગ કરવો જોઈએ. કંપનીઓ આ માટે રિવર્સ લોજિસ્ટિક કે બાયબેક સ્કીમ શરૂ કરી શકે છે.

એમેઝોન શોધી રહ્યું પ્લાસ્ટિકના વિકલ્પ

એમેઝોન શોધી રહ્યું પ્લાસ્ટિકના વિકલ્પ

એમેઝોને પેકેજિંગ માટે વપરાતી બબલ બેગ, પેકેજિંગ મેલર્સ, સ્ટ્રેચ રેપ અને ટેપના વિકલ્પ શોધી રહ્ય છે. આ વર્ષે શરૂઆતમાં કંપનીએ પેકેજિંગ ફ્રી શિપમેન્ટ લોન્ચ કર્યું હતું. જે અંતર્ગત ગ્રાહકોને અસર પેકેજિંગમાં જ પ્રોડક્ટ ડિલિવર કરાઈ રહી છે. દેશના 13 શહેરમાં આ સુવિધા શરૂ થઈ ચૂકી છે. એમેઝોન પેન્ટ્રી (જેનાથી ગ્રાહકોને બીજા જ દિવસે ડિલિવરી મળી જાય)ના 60 ટકા ઓર્ડર ટોટ્સમાં ડિલિવર કરવામાં આવે છે.

ફ્લિપકાર્ડ મલ્ટી યુઝ ક્લોથ ઝિપર બેગનો કરશે ઉપયોગ

ફ્લિપકાર્ડ મલ્ટી યુઝ ક્લોથ ઝિપર બેગનો કરશે ઉપયોગ

ફ્લિપકાર્ટ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ત્રણ વિકલ્પો પર કામ કરી રહી છે. પહેલો વિકલ્પ છે બ્રાન્ડ્ઝ તરફથી ઈ કોમર્સ રેડી પેકેજિંગ જેમાં બ્રાન્ડ્ઝ જ પોતાના પ્રોડક્ટનું પેકિંગ એવી રીતે કરશે જેનાથી ઈ કોમર્સ કંપની તેને સુરક્ષિત ડિલિવર કરી શકે. અને એક્સ્ટ્રા પેકેજિંગની જરૂર ન પડે. બીજો ઉપાય છે પેકેજિંગ માટે રિસાઈકલ્ડ પેપરનો ઉપયોગ. ત્રીજો ઉપાય છે મલ્ટી યુઝ ક્લોથ ઝિપર બેગનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. પહેલા પણ ફ્લિપ કાર્ટ પેકેજિંગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ 25 ટકા ઘટાડી ચૂકી છે. માર્ચ 2021 સુધી સપ્લાય ચેનમાં 100 ટકા રિસાઈકલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ થશે. પેકેજિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કંપની ઈકો ફ્રેન્ડલી પેપર કવર, પોલી પાઉચના બદલે રિસાઈકલ પેપર બેગ અ બબલ રેપ્સ એરબેગ્સના બદલે કાર્ટન વેસ્ટ શ્રેડેડ મટિરિયલ અ 2 પ્લાય રોલ જેવા મટિરિયલનો ઉપયોગ કરવા પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયદો લાગુ થતા લાખો લોકો બેરોજગાર થશે

English summary
Learn how much plastic is used to deliver goods safely
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X