For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે અરવિંદ કેજરીવાલ ટીમના સંભવિત મંત્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: સોમવારે જનસભા અને જનતા દ્વારા મળેલા એસએમએસ બાદ આમ આદમી પાર્ટીએ એ જાહેરાત કરી છે કે તે દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. કૌશાંબી સ્થિત આમ આદમી પાર્ટીની ઓફિસ પર મીડિયા સાથે વાતચીત કરતાં પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી હશે અને 26 ડિસેમ્બરના રોજ જંતર-મંત્ર પર શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ પોતાના સાથીઓ સાથે ઉપરાજ્ય પાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનતાં જ દિલ્હી સહિત દેશના રાજકારણને એક નવી દિશા મળી ગઇ છે. હવે બધાની નજરો 26 તારીખ પર મંડાયેલી છે તે દિવસે લોકો વચ્ચે અરવિંદ કેજરીવાલ સીએમ તરીકે રજૂ થશે.

આવો તમને જણાવીએ કે કેજરીવાલની ટીમમાં તે કયા-કયા ચહેરા છે જેને અરવિંદ કેજરીવાલની સરકારમાં સ્થાન મળી શકે છે.

મનીષ સિસોદિયા (41)

મનીષ સિસોદિયા (41)

પૂર્વ પત્રકાર મનીષ સિસોદિયા જન લોકપાલ આંદોલનથી પ્રકાશમાં આવ્યા. મનીષ સિસોદિયાએ ભાજપના નકુલ ભારદ્વાજને પટપડગંજ વિધાનસભા સીટ પરથી 11,478 મતોથી પરાજિત કર્યા. તેમને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. તે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

સૌરવ ભારદ્વાજ (34)

સૌરવ ભારદ્વાજ (34)

એન્જિયરના વ્યવસાય સાથે સંકળાયેલા સૌરવ ભારદ્વાજે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે. તેમને ભાજપના દિગ્ગજ નેતા વી.કે. મલ્હોત્રાના પુત્ર અજય કુમાર મલ્હોત્રાને ગ્રેટર કૈલાશ સીટ પરથી 13,092 મતોના અંતરથી પરાજિત કર્યા હતા.

વિનોદ કુમાર બિન્ની (40)

વિનોદ કુમાર બિન્ની (40)

વિનોદ કુમાર બિન્ની પૂર્વી દિલ્હીની લક્ષ્મીનગર સીટ પરથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી એ.કે. વાલિયાને 8,000 મતોથી પરાજિત કર્યા છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક વિનોદ કુમાર બિન્ની 2009 થી 2011 સુધી કોંગ્રેસના સભ્ય રહ્યા હતા, પરંતુ જન લોકપાલ આંદોલન સાથે જોડાયા બાદ કોંગ્રેસનો સાથ છોડી દિધો હતો.

સોમનાથ ભારતી (39)

સોમનાથ ભારતી (39)

આઇઆઇટી દિલ્હીથી વિજ્ઞાનમાં માસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ તેમને કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી. તે આઇઆઇટી-દિલ્હી એલુમની એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તેમને ભાજપની આરતી મેહરા અને કોંગ્રેસની કિરણ વાલિયાને માલવીય નગર સીટ પરથી હરાવ્યા હતા.

રાખી બિડલા (26)

રાખી બિડલા (26)

સંભવિત મંત્રીઓની યાદીમાં રાખી બિડલા સૌથી નાની ઉંમરની છે. તે પૂર્વ પત્રકાર છે અને પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમને શીલા સરકારના કદાવર મંત્રી રાજ કુમાર ચૌહાણને મંગોલપુરીથી 10,585 મતોના અંતરથી પરાજિત કર્યા હતા.

બંદના કુમારી (39)

બંદના કુમારી (39)

સ્નાતક ડિગ્રીધારી બંદના ગરીબ મહિલાઓ માટે લડતી રહી છે. તેમને ભાજપના રવિન્દ્રનાથ બંસલને શાલીમાર બાગથી 10,000થી વધુ મતોથી હરાવ્યા છે.

જનરલ સિંહ

જનરલ સિંહ

12મી પાસ સિંહ એક વોટર પ્યૂરીફાયર કંપનીના માલિક છે. તેમને ભાજપના રાજીવ બબ્બરને પશ્વિમી દિલ્હીની તિલક નગર સીટ પરથી 2,088 મતોના અંતરથી હરાવ્યા કર્યા હતા.

English summary
The following is a list of Aam Aadmi Party (AAP) legislators who could be part of Arvind Kejriwal's cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X