Maha kumbh 2025 : કડકડતી ઠંડીમાં પણ નાગા સાધુઓ કુંભમાં કેવી રીતે કપડા વગર ફરે છે? શું છે શરીરની ગરમીનું રાઝ?
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવનારૂ છે. આ મેળામાં ભારતભરમાંથી લોકો સાથે સાથે લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચશે.
નાગા સાધુઓ તેમનામાં એક રહસ્ય છે. નાગાઓની દુનિયા વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે. શરીર પર એક પણ કપડું ન પહેરનારા નાગા સાધુઓ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખુલ્લા ફરે છે.

માન્યતા છે કે મહાકુંભની શરૂઆત નાગા સાધુઓના શાહી સ્નાનથી થાય છે. બધા અખાડાના નાગા સાધુઓ ઢોલ-નગારા સાથે ભેગા થાય છે અને સંગમ કિનારે ડૂબકી લગાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કડકડતી ઠંડીમાં પણ નાગા સાધુઓ નગ્ન રહીને ધ્યાન કરે છે. તેમને ઠંડી નથી લાગત. આ પાછળનું વિજ્ઞાન જાણવા જેવુ છે.
કઠોર ધ્યાન દ્વારા મન પર નિયંત્રણ
કહેવાય છે કે સખત મહેનત અને તપસ્યા દ્વારા કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે. સાધના દ્વારા મન પર નિયંત્રણ મેળવી શકાય છે. આ શારીરિક સુખ અને દુઃખ સહન કરવા માટે તૈયાર કરે છે. નાગા સાધુઓ નિયમિતપણે આ તપસ્યા અને ધ્યાનનો અભ્યાસ કરે છે અને તેમના મન અને શરીર પર નિયંત્રણ મેળવે છે. આ કારણે તેમને વધુ ઠંડી અને ગરમીનો અનુભવ થતો નથી.
નિયમિત યોગ
યોગ એ કોઈપણ તપસ્વીના જીવનનો એક અભિન્ન ભાગ છે. યોગ દ્વારા તે પોતાના શરીરની ઉર્જા વધારે છે અને પરિસ્થિતિ અનુસાર પોતાના શરીરને અનુકૂળ બનાવે છે. નાગા સાધુઓ પણ નિયમિત યોગાભ્યાસ દ્વારા આ કરી શકે છે.
શરીર પર રાખ
નાગા સાધુઓ શરીર પર રાખ લગાવે છે. રાખને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે રાખ એ અંતિમ સત્ય છે અને શરીર એક દિવસ રાખમાં ફેરવાઈ જશે. નાગા સાધુઓનું માનવું છે કે રાખ તેમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.
વિજ્ઞાન પણ માને છે કે શરીર પર રાખ લગાવવાથી શરદી થતી નથી. વ્યક્તિને ઠંડી અને ગરમીનો અનુભવ પણ થતો નથી. આ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે.












Click it and Unblock the Notifications
