Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય રેલ ઇતિહાસના ભયાવહ અકસ્માતો

બિહારના સહરસા જિલ્લામાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા નીપજ્યાં હોવાના અહેલાવ મળી રહ્યા છે. આ દુર્ઘટના સહરસા માનસી રેલ ખંડના કે ધમહારા હોલ્ટમાં થયો છે. ટ્રેન સહરસાથી પટણા જઇ રહી હતી. શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કાત્યાયિની મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રેલવેના પાટા પર ઉભા હતા. યાત્રીઓ ટ્રેન આવે એટલે ટ્રેન પકડવા માંગતા હતા. આ દુર્ઘટનાને આંખે જોનારાઓનું કહેવું છે કે રાજરાની ટ્રેન પસાર થઇ અને પાટા પર ઉભેલા અનેક લોકોને કચડીને આગળ ચાલી ગઇ.

ત્યારે અમે અહીં ભારત ભૂમિ પર છેલ્લા કેટલાક 10-12 વર્ષમાં થયેલા ભયાવહ ટ્રેન અકસ્માત અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી 2001થી 2013 સુધીમાં થયેલા આ ભયાનક અકસ્માતો અંગે જાણીએ.

22 જૂન 2001

22 જૂન 2001

મેંગ્લોર-ચેન્નાઇ મેઇલ કેરળના કોઝિકોડે નજીક નદીમાં ખાબકી હતી, જેમાં 40 લોકોના મોત નીપજ્યાં હતા.

5 જાન્યુઆરી, 2002

5 જાન્યુઆરી, 2002

સિકન્દરાબાદ-મુન્મદ એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતમાં 21 લોકોના મોત નીપજ્યાં હતા અને 31 લોકોને ઇજા પહોંચી હતી.

12 માર્ચ, 2002

12 માર્ચ, 2002

શ્રમજીવી એક્રસપ્રેસને ઉત્તરપ્રદેશના જ્હોનપુર ખાતે અકસ્માત નડ્યો હતો, જેમાં 12 લોકોના મોત નીપજ્યાં હતા.

4 જૂન 2002

4 જૂન 2002

કાસગુંજ એક્સપ્રેસ અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 34 લોકોના મોત નીપજ્યાં હતા.

9 સપ્ટેમ્બર 2002

9 સપ્ટેમ્બર 2002

રાજધાની એક્સપ્રેસને નડેલા અકસ્માતમાં 100 લોકોના મોત નીપજ્યાં હતા અને 150 લોકોને ઇજા પહોંચી હતી.

10 સપ્ટેમ્બર 2002

10 સપ્ટેમ્બર 2002

બિહાર ખાતે રાજધાની એક્સપ્રેસને નેડેલા અકસ્માતમાં 120 લોકોના મોત નીપજ્યાં હતા.

15 મે, 2003

15 મે, 2003

ફ્રોન્ટિયર મેલમાં લાગેલી આગમાં 38 લોકોના મોત નીપજ્યાં હતા અને 13ને ઇજા પહોંચી હતી.

22 જૂન, 2003

22 જૂન, 2003

સેન્ટ્રલ હોલીડે સ્પેશિયલ ટ્રેનને નડેલા અકસ્માતમાં 53 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી.

2 જુલાઇ, 2003

2 જુલાઇ, 2003

વારંગલ ખાતે થયેલા આ ટ્રેન અકસ્માતમાં 18 લોકોના મોત નીપજ્યાં હતા.

27 ફેબ્રુઆરી, 2004

27 ફેબ્રુઆરી, 2004

કાંચનજંગા એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 30 લોકોના મોત નીપજ્યાં હતા.

15 ડિસેમ્બર, 2004

15 ડિસેમ્બર, 2004

જમ્મૂ તાવી એક્સપ્રેસ અને લોકલ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતમાં 34 લોકોના મોત નીપજ્યાં હતા અને 50 લોકોને ઇજા પહોંચી હતી.

9 નવેમ્બર, 2006

9 નવેમ્બર, 2006

પશ્ચિમ બંગાળ ખાતે થયેલા રેલવે અકસ્માતમાં 40 લોકોના મોત અને 15ને ઇજા પહોંચી હતી.

1 ડિસેમ્બર, 2006

1 ડિસેમ્બર, 2006

બિહારમાં એક 150 વર્ષ જૂનો રેલવે બ્રીજ તૂટી પડતા 35 લોકોના મોત અને 17ને ઇજા પહોંચી હતી.

14 નવેમ્બર, 2009

14 નવેમ્બર, 2009

માન્ડોર એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 60ને ઇજા પહોંચી હતી.

21 ઓક્ટોબર, 2009

21 ઓક્ટોબર, 2009

ગોઆ એક્સપ્રેસ અને મેવાડ એક્સપ્રેસ વચ્ચે થયેલા અકસ્માતમાં 22 લોકોના મોત નીપજ્યાં હતા અને 26 લોકોને ઇજા પહોંચી હતી.

2 જાન્યુઆરી, 2010

2 જાન્યુઆરી, 2010

પાંચ ટ્રેન વચ્ચે થયેલા ત્રણ અકસ્માતમાં ઉત્તર પ્રદેશમાં 15 લોકોના મોત નીપજ્યાં હતા.

16 જાન્યુઆરી, 2010

16 જાન્યુઆરી, 2010

કાલિન્દી એક્સપ્રેસ અને શ્રમ શક્તિ એક્સપ્રેસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા અને ડઝનેક લોકોને ઇજા પહોંચી હતી.

28 મે, 2010

28 મે, 2010

નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જ્યાનેશ્વરી એક્સપ્રેસના 148 મુસાફરોના મોત નીપજ્યાં હતા.

19 જુલાઇ, 2010

19 જુલાઇ, 2010

ઉત્તરબંગા એક્સપ્રેસ અને વનાંચલ એક્સપ્રેસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 56 લોકોના મૃત્યુ થયા હતા.

20 સપ્ટેમ્બર, 2010

20 સપ્ટેમ્બર, 2010

ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ભાદરવાહ રેલવે સ્ટેશન ખાતે ખોટા ટ્રેકમાં જતી રહેલી ટ્રેનને નડેલા અકસ્માતમાં 21 લોકોના મોત અને 53 લોકોને ઇજા પહોંચી હતી.

22 મે, 2011

22 મે, 2011

બિહારમાં એક વ્હીકલ અને ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 16 લોકોના મોત નીપજ્યાં હતા.

7 જુલાઇ, 2011

7 જુલાઇ, 2011

ટ્રેન અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 31 લોકોના મોત નીપજ્યાં હતા.

20 માર્ચ, 2012

20 માર્ચ, 2012

ટ્રેન અને ટેક્સી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 15 લોકોના મોત નીપજ્યાં હતા.

22 મે, 2012

22 મે, 2012

હામ્પી એક્સપ્રેસ અને ગૂડ્સ ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યાં હતા અને 35 લોકોને ઇજા પહોંચી હતી.

30 જુલાઇ, 2012

30 જુલાઇ, 2012

તમિળનાડુ એક્સપ્રેસ(નવી દિલ્હી-ચેન્નાઇ)ના એક કોચમાં આગ લાગી હતી. જેમાં 47 લોકોના મોત નીપજ્યાં હતા અને 25ને ઇજા પહોંચી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X