Manmohan Singh Love Story : કિર્તન સિંગરને જોતા જ ફિદા થઈ ગયા હતા મનમોહન સિંહ, આવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી

Manmohan Singh Love Story : ભારતના સૌથી સફળ વડાપ્રધાનમાંથી એક ડો. મનમોહન સિંહ દુનિયા છોડીને અનંત યાત્રાએ રવાના થયા છે.

દેશને ઘણી મુશ્કેલીઓમાંથી ઉગારનારા ડો. મનમોહન સિંહ એક શર્મિલા માણસ રહ્યાં છે. તેમના પરિવારમાં પત્ની અને 3 દિકરીઓ છે.

Dr Manmohan Singh Love Story

સાદી અને સ્વચ્છ છબી ધરાવતા ડૉ. મનમોહન સિંહ એકદમ શાંત સ્વભાવના માણસ હતા. તેમના વિરોધીઓ પણ તેમના સ્વભાવના મુરીદ હતા.

મનમોહન સિંહે વર્ષ 1958માં ઇતિહાસના પ્રોફેસર, લેખક અને કીર્તન ગાયક ગુરુશરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા. કેમ્બ્રિજમાં ભણેલા મનમોહન સિંહને પહેલી જ મુલાકાતમાં ગુરુશરણ સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો.

1957માં કેમ્બ્રિજમાં અભ્યાસ કરીને ભારત પરત ફરેલા મનમોહન સિંહ તેમના લગ્નને લઈને ચિંતિત હતા અને પરિવારે તેમના માટે છોકરીઓ શોધવાનું શરૂ કર્યું હતું. કહેવાય છે કે પરિવારે પહેલા તેમના સંબંધની વાત એક સમૃદ્ધ પરિવારમાં કરી હતી, જ્યાંથી ઘણું દહેજ મળવાનું હતું પરંતુ છોકરી ભણેલી નહોતી.

મનમોહન સિંહને આ વાતની જાણ થઈ તો તેમણે આ લગ્નનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે, મારે દહેજ નહીં, ભણેલી છોકરી જોઈએ છે. આ સમયે કીર્તન ગાયક ગુરુશરણ સિંહની મોટી બહેન બસંતને મનમોહન સિંહ વિશે ખબર પડી અને તે સંબંધીને લઈને તેમના ઘરે પહોંચ્યા.

મનમોહન સિંહ અને ગુરુશરણ સિંહનો પરિચય કરાવ્યો. આ બેઠક ટેરેસ પર થઈ હતી, જ્યાં ગુરુશરણ સિંહ સફેદ સલવાર કમીઝમાં મનમોહન સિંહને મળવા આવ્યા હતા. મનમોહન સિંહ જોતા જ હા પાડી દીધી.

આ સમયે તે ઈતિહાસમાં MA કરી રહી હતી. આ પછી ગુરુશરણ સિંહે એક કોન્સર્ટમાં કીર્તન ગાયું, પરંતુ આ ગીત પછી તેમના ગુરુએ તેમની ખૂબ ટીકા કરી અને કહ્યું કે સારું ગીત નથી ગાયું.

આ પછી મનમોહન સિંહે કહ્યું કે, ના ગુરુજી, એવું નથી, તેણીએ સારું ગાયું અને આ પછી તેમણે ગુરુશરણ સિંહને બીજા દિવસે સવારે નાસ્તા માટે તેમના ઘરે બોલાવ્યા. જ્યાં તેણે અંગ્રેજી નાસ્તા એટલે કે ઈંડા અને ટોસ્ટથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. આ વાતનો ખુલાસો ખુદ ગુરુશરણ સિંહે એક ઈન્ટરવ્યુમાં કર્યો.

1958માં મનમોહ સિંહ સાથે લગ્ન કરનાર ગુરુશરણ સિંહે તેમના પતિને અંતિમ શ્વાસ સુધી સાથ આપ્યો અને તેમની સાદગી માટે પણ જાણીતી છે. તેણીએ ગ્રે વાળ સાથે 2009 જી-20 સમિટમાં હાજરી આપી હતી અને આવું કરનાર તે પ્રથમ પ્રથમ મહિલા હતી અને વોગ મેગેઝીને આ માટે તેણીની પ્રશંસા કરી હતી.

મનમોહન સિંહની પત્ની ગુરશરણનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને ભાગલા બાદ તેમનો પરિવાર ભારતમાં સ્થાયી થયો. તેમનો જન્મ સરદાર ચતર સિંહ કોહલી ભગવંતી કૌરને ત્યાં થયો હતો. તે સાત ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી અને જલંધર રેડિયો પર પણ પ્રોગ્રામ આપતી હતી.

ગુરશરણ કૌરે માત્ર પત્ની તરીકે નહીં મનમોહન સિંહના કરિયરમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. 1991માં જ્યારે મનમોહન સિંહ દેશના નાણામંત્રી બન્યા અને આર્થિક સુધારાનો ઐતિહાસિક સમયગાળો શરૂ થયો ત્યારે ગુરશરણ કૌરે પરિવારની જવાબદારીઓ સંભાળી અને તેમને તેમના કામ કરવામાં સંપૂર્ણ સહયોગ આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X