ભારતના સાચા હિરો, શારીરિક ખામી ભુલી રચ્યો ઈતિહાસ

Written By:
Subscribe to Oneindia News

22 વર્ષની નાની ઉંમરે ટ્યુનીશિયામાં યોજાયેલી આઈપીસી ગ્રાંડ પ્રિક્સમાં પુરુષોની હાઇ જમ્પિંગની પેરાઓલમ્પિકમાં સુવર્ણપદક સાથે ભારતનું નામ રોશન કરનાર મરિયપ્પન ખુબ જ ગરીબ અને નાના પરિવારમાંથી આવે છે. તેણે પોતાની મહેનતથી શારીરિક ખામીને શક્તિમાં બદલીને એક નવી જ દ્રષ્ટિ આપી છે. કોઈ પણ વ્યક્તિની શારીરિક ખામી કોઈ બીજી શક્તિ સાથે લાવે છે. માત્ર એ શક્તિને શોધવાની જરૂર હોય છે, જે આપણને નવી દિશા અને નવા રસ્તા બતાવે.

mariyppa

ટ્યુનીશિયામાં યોજાયેલી આઈપીસી ગ્રાંડ પ્રિક્સમાં પુરુષોની હાઇ જમ્પિંગમાં 5 ફુટ 10ની લાંબી કુદ સાથે ભારતને સુવર્ણપદક અપાવ્યો હતો. મરિયપ્પનના અદ્વિતિય સાહસ અને મહેનતને સન્માનિત કરવા માટે તથા તેના રમતમાં યોગદાન બદલ જાન્યુઆરી, 2017માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. સાથે જ અર્જુન પુરસ્કાર માટે પણ તેમનું નામ મોકલવામાં આવ્યું છે.

28 જુલાઈ 1995ના રોજ તમિલનાડુના પેરિયાવાડગમ્પટ્ટી ગામમાં મરિયપ્પનનો જન્મ થયો હતો. તેની માતા સરોજે માતા અને પિતા બંનેની જવાબદારી સંભાળી હતી. મતિયપ્પન અને તેના પાંચ ભાઈઓને તેની માતાએ એક શાકની નાની દુકાન ચલાવીને ઉછેર્યા હતા. તે સમયે તેમના ઘરની સ્થિતિ સારી ન હતી અને એવામાં એક દુર્ઘટના ઘટી. 5 વર્ષના મરિયપ્પનનો અકસ્માતમાં થયો, જેમાં તેના એક પગને ઈંજા પહોંચી. આટલી નાની ઉંમરે જ મરિયપ્પન વિકલાંગ થઈ ગયો, પરંતુ મનથી તે ન હાર્યો. વિકલાંગતાને કારણે તેને શિષ્યવૃત્તિ મળતા તેણે આગળ અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન તેની રમત-ગમતની રુચિને જોતા શિક્ષકોએ તેને પ્રોત્સાહિત કર્યો, જેના પરિણામે 2016માં હાઇ જમ્પિંગ-ટી42માં તેણે સુવર્ણપદક મળવ્યો.

English summary
All of 22 years of age, Mariyappan Thangavelu is an inspiration in every sense.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.