For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: આવી ગઈ મારૂતિની સૌથી શ્રેષ્ઠ કાર સ્ટિંગ્રે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ ભારતીય બજારમાં પોતાના વાહનોની વિશાળ શ્રેણીમાં વધુ એક શાનદાર વધારો કર્યો છે. આ વખતે કંપનીએ દેશના માર્ગો પર પોતાની લોકપ્રિય હૈચબૈક કાર વૈગનઆરના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી સ્ટિંગ્રેને લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં નવી મારૂતિ સુઝુકી સ્ટિંગ્રેની શરૂઆતી કિંમત 4.09 લાખ રૂપિયા નક્કી કરી છે.

એકદમ આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતા ધરાવતી આ નવી મારૂતિ સુઝુકી સ્ટિંગ્રે ઘણા પ્રકારે એકદમ ખાસ છે. જો કે શરૂઆત કહેવામાં આવતું હતું કે કંપની વૈગનઆરના ફેસલિફ્ટ વર્જનને સ્ટિંગ્રેના રૂપમાં રજૂ કરશે પરંતુ કંપનીએ આ કારને બિલકુલ અલગ પ્રકારના મોડલ તરીકે લોન્ચ કરી છે.

કંપનીએ સ્ટિંગ્રેને બે અલગર-અલગ મોડલ સાથે બજારમાં ઉતારી છે. તો આવો તસવીરોમાં જોઇએ નવી મારૂતિ સુઝુકી સ્ટ્રિગ્રેને.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

કંપનીએ નવી સ્ટિંગ્રેમાં 1.0 લીટરની ક્ષમતાવાળા 3 સિલેન્ડરના સીરીજ એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિનનો ઉપયોગ કંપનીએ વૈગનઆરમાં પણ કર્યો છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

એકદમ આકર્ષણ દેખાતી આ કારની એવરેજના મામલે પણ શાનદાર છે. કંપનીએ દાવો કર્યો છે કે નવી સ્ટિંગ્રે 1 લીટર પેટ્રોલમાં 20.51 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. કંપનીએ આ કારમાં 5 સ્પીડ મૈનુઅલ ગિયરબોક્સનો ઉપયોગ કર્યો છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

કંપનીએ સ્ટિંગ્રેમાં નવા આકર્ષક ફ્રન્ટ ગીલનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત નૈરો હેડલાઇટ તેની સુંદરતને વધુ બોલ્ડ લુક પુરો પાડે છે. કંપની તેના બોનેટ વર્ગાકાર બનાવ્યો છે. અને સાથે જ ફ્લેટ પણ છે. આ ઉપરાંત આકર્ષણ ફોગ લેમ્પ ફ્રન્ટ લુકને સુંદર બનાવે છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

કંપનીએ સ્ટિંગ્રેના વીએક્સઆઇ વૈરિએન્ટમાં ગન મેટલ કલર એલોય વ્હિલનો સમાવેશ થાય છે. જે ખાસકરીને સ્પોર્ટી લુક ધરાવતી કારોમાં જોવા મળે છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

કંપનીએ સ્ટિંગ્રેના પાછળના ભાગને ખાસ કરીને ક્રોમ ટચ આપ્યો છે. કંપની તેના ટેલલાઇટમાં ક્રોમ બેસ્ડ લાઇટ અને સાથે જ ક્રોમના ડોર હેન્ડનો ઉપયોગ કર્યો છે. જેના પર કંપનીએ સ્ટિંગ્રે લખ્યું છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

કંપનીએ આ કારમાં એક્સટીરિયરની સાથે-સાથે તેના ઇન્ટીરિયરને પણ ખાસ પ્રકારે તૈયાર કર્યું છે. જેમ કે કંપનીએ કારની ફ્રન્ટ રોમાં ડ્રાઇવર અને સહચાલક બંનેને વધુ સ્પેશની સથે લેગરૂમની વ્યવસ્થા આપી છે. આ ઉપરાંત આ કારમાં કંપનીએ એસી વેંટ, ડોર હેન્ડલ અને ઓપ્શનલ પેકની સાથે સ્ટીયરિંગ વ્હિલ પર માઉન્ટેડ કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ કરી છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

આ નવી સ્ટિંગ્રેનું સ્પીડોમીટર જેના પર કંપનીએ લગભગ જરૂરિયાતના બધા નિર્દેશોનો સમાવેશ કર્યો છે. કારની સ્પીડ,અ માઇલેજ, ઈંઘણ ક્ષમતા, સ્ટીયરિંગ અને વિંડો નિર્દેશ વગેરે. ડ્રાઇવર આ આકર્ષક સ્પીડોમીટરને જોઇને માહિતી મેળવી શકે છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

કંપનીએ આ કાર માટે ડ્રાઇવર એરબેગ અને એબીએસ (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ)ને ઑપ્સનલ રીતે રજૂ કરી છે. આ ઉપરાંત ડી ફૉગર અને અન્ય સિક્યુરિટી સિસ્ટમને કંપનીએ વીએક્સઆઇ વૈરિયન્ટમાં સામેલ કર્યા છે.

જાણો સ્ટિંગ્રે વિશે

જાણો સ્ટિંગ્રે વિશે

નવી સ્ટિંગ્રે ભારતીય બજારમાં કુલ 5 આકર્ષક કલરમાં ઉપલબ્ધ છે. જે આ પ્રકારે છે.
મારૂતિ સુઝુકી સ્ટિંગ્રેના કલર
મિડનાઇટ બ્લૂ
પૈસન રેડ ગ્લીસ્ટનિંગ
ગ્રે સુપરિયર
વ્હાઇટ
સિલ્કી સિલ્વર

English summary
Maruti Suzuki Stingray launched in India. Maruti Suzuki Stingray priced at Rs. 4.09 lakhs (ex-showroom, Delhi). Suzuki Stingray will be offered in two variants, LXi and VXi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X