ભારતના આ મંદિરમાં પુજા કરવા પુરૂષોએ મહિલા બનીને શણગાર કરવા પડે છે, જાણો ક્યાં આવેલુ છે આ મંદિર?
ભારતમાં હજારો મંદિરો આવેલા છે અને આ તમામ મદિરોની એક અલગ વિશેષતા છે. આવુ જ એક મંદિર કેરળમાં આવેલુ છે.
મંદિરો સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી હોય છે ત્યારે આ મંદિરની પણ આ આવી જ વિશેષતા છે. અહીં પુજા કરવા માટે પુરૂષોએ મહિલાઓની જેમ શણગાર કરવા પડે છે.

કેરળમાં દર વર્ષે ચમયાવિલક્કુ નામનો તહેવાર ઉજવાય છે. આ તહેવારની ઉજવણી કોલ્લમ સ્થિત કોટ્ટનકુલંગારા શ્રી દેવી મંદિરમાં કરવામાં આવે છે.
માર્ચ મહિનામાં 10-12 દિવસના આઓ તહેવારના છેલ્લા દિવસે પુરુષો સ્ત્રીઓની જેમ પોશાક પહેરે છે, સાડીઓ પહેરે છે, ઘરેણાં પહેરે છે, મેક-અપ કરે છે અને તેમની દાઢી અને મૂછ સાફ કરે છે. આ રીતે તે સંપૂર્ણપણે સ્ત્રી જેવા દેખાય છે.
મંદિર આસપાસ રહેતા પુરુષો આ કરે છે. ઘણા લોકો કેરળના અન્ય ભાગોમાંથી પણ અહીં આવે છે. આ તહેવારમાં ટ્રાન્સજેન્ડર પણ ભાગ લે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પુરૂષો સ્ત્રીના રૂપમાં શા માટે દેવીની પૂજા કરે છે?
માનવામાં આવે છે કે વર્ષો પહેલા કેટલાક ભરવાડ છોકરાઓ તેમની ગાયો ચરતી વખતે અહીં છોકરીઓના રૂપમાં રમતા હતા. તે એક પથ્થર પાસે રમતા હતા અને તેને ભગવાન માનતા હતા. માનવામાં આવે છે કે એક દિવસ તેમના પથ્થરમાંથી એક દેવી પ્રગટ થઈ. આ સમાચાર ગામમાં ઝડપથી ફેલાઈ ગયા અને તેમના માનમાં અહીં મંદિર બનાવવામાં આવ્યું.
આ રીતે આ મંદિરમાં પુરૂષો સ્ત્રીઓના વેશ ધારણ કરીને દેવીની પૂજા કરવા લાગ્યા. લોકો પોતાની સાથે એક દીવો લાવે છે. સવારના 2 થી 5 વચ્ચેનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે અહીં આવનાર લોકોની મનોકામના હંમેશા પૂરી થાય












Click it and Unblock the Notifications
