For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેશ્યાવૃત્તિ માટે ઇંજેક્શન આપી મોટી કરવામાં આવી રહી છે છોકરીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 12 સપ્ટેમ્બર: બાળપણ ખુશનુમા અહેસાસ છે. તેમાં સાચા-ખોટાનો ફરક કરવાની સમજ હોતી નથી. બાળપણનો અર્થ તો બસ ખુશીઓ છે, પરંતુ સમાજમાં કેટલાક એવા પણ છે જે તે ખુશીને બીજાના આનંદમાં બદલી નાંખે છે. જે ઉંમરમાં બાળક છોકરા-છોકરીનો ફરક સુધી સમજતો નથી તે ઉંમરમાં તેમને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. વેશ્યાવૃત્તિ એક પ્રકારે રોકડ બળાત્કાર અથવા સ્વેચ્છિક ગુલામી છે. આ ધંધામાં કોઇ પોતાની મરજીથી જતું નથી. અહીં તો બસ પુરૂષો પૈસા આપીને સ્ત્રીની સાથે જે કરવા માંગે છે તે કરી શકે છે.

આ ધંધો દિવસ કરતાં રાતના અંધારામાં વધારે ફૂલ્યોફાલેલો છે. ના તો તેના માટે કોઇ કાયદો છે અને ના તો કોઇ કલમ જે આ ધંધાને રોકી શકે. દલાલોના દમ પર ચાલતા આ ધંધામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળે છે. દલાલ જ જે ગરીબી, અભાવ, ભુખમરો, રમખાણ, અસરગ્રસ્ત, પ્રભાવિત વિસ્તારોમાં ગીધની જેમ નજર માંડીને બેસે છે. આ વિસ્તાઓમાં તેમને ધંધા માટે સરળતાથી છોકરી ઓછામાં ઓછા ભાવે મળી જાય છે.

આટલું જ નહી સ્કુલની નાની છોકરીઓ તેમના માટે સૌથી સરળ શિકાર હોય છે, કારણ કે તે કંઇ સમજી શકતી નથી અને ના તો તે વિરોધ કરી શકતી. આ ધંધાના મૂળિયા એટલા મજબૂત થઇ ગયા છે કે હવે બળજબરીપૂર્વક છોકરીઓને તૈયાર કરવામાં આવી રહી છે. સાંભળ્યું હતું કે દૂધી અને તુરીયાને જલદી મોટા કરવા માટે ઇંજેક્શન લગાવવામાં આવે છે, પરંતુ હવે આ ભૂખ્યા વરૂઓ નાની બાળકીઓને ઇંજેક્શનથી મોટી કરી રહ્યાં છે. ફરૂખાબાદની એક સંસ્થા પર છોકરીના વેપારનો આરોપ છે.

આ કિસ્સો ફારૂખાબાદના સિકત્તરબાગની એક યુનિવર્સિટીનો છે. અહીં વારંવાર ફરિયાદો મળી છે. ફેબ્રુઆરી 2012માં તત્કાલીન ડીએમ રોગ્જિયાન ફેમ્ફિલ પાસેથી પરવાનગી લઇને અહીં રેડ પાડી હતી. ઘણી અનિયમિતતા જોવા મળી. વેશ્યાવૃત્તિની આ ફેક્ટરીમાં છોકરીઓને કેદીઓની જેમ રાખવામાં આવતી હતી. એવી 27 છોકરીઓ છે જે 18 વર્ષથી નાની છે.

આશા છે કે ટૂંક સમયમાં માસૂમ છોકરીઓને વેશ્યાવૃત્તિના ધંધામાં જતાં રોકવામાં આવશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ફક્ત આ ફેક્ટરીને બંધ કરી દેવાથી વેશ્યાવૃત્તિની આ કાળી સચ્ચાઇ મટી જશે? શું બાળકીઓને વેશ્યા બનાવનાર દલાલોથી બચાવી શકાય? શું આપણી સરકાર આ પ્રમાણે ઉંઘતી રહેશે? કે પછી કોઇ સખત કાયદો આ દલાલોને પાઠ શિખવાડશે? જો વેશ્યાવૃત્તિ સ્વેચ્છાનું બજાર છે તો પછી બળજબરીપૂર્વક આ માસૂમોને કેમ ધંધામાં ધકેલવામાં આવે છે?

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

વેશ્યાવૃત્તિ એક પ્રકારે રોકડ બળાત્કાર અથવા સ્વિચ્છિક ગુલામી છે. આ કાળા ધંધામાં કોઇ પોતાની મરજીથી જવા માંગતું નથી. અહીં પુરૂષો પૈસા ખર્ચીને સ્ત્રી સાથે જે કરવા માંગે તે કરી શકે છે.

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

આ ધંધામાં છોકરીઓને બળજબરીપૂર્વક ધકેલવામાં આવી રહી છે. તેમને ઇંજેક્શન આપી તેમની ઉંમર પહેલાં મોટી બનાવવામાં આવે છે.

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનના માધ્યમથી નાની-છોકરીઓના હોર્મોન્સમાં પરિવર્તન કરી તેમને સમય કરતાં પહેલાં મોટી બનાવી દેવામાં આવે છે. છોકરીઓ મોટી થતાં જ તેમને વેશ્યા અથવા કોલગર્લ બનાવીને બજારમાં ઉતારવામાં આવે છે.

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

દલાલોના આ બજારમાં છોકરીઓને નાની ઉંમરમાં જ નાના શહેરો જેવા કે કલકત્તા, બિહાર, ઝારખંડથી અપહરણ કરવામાં આવે છે. પછી તેમને બળજબરીપૂર્વક મોટી કરવામાં આવે છે.

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનથી મોટી કરવામાં આવે છે છોકરીઓ

ઇંજેક્શનથી તૈયાર થયેલી આ જવાન છોકરીઓ જ્યારે ગ્રાહકો માટે તૈયાર થઇ જાય છે તો પછી તેમને મુંબઇ, દિલ્હી, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં મોકલવામાં આવે છે. જ્યાંથી છોકરી પૈસા કમાવવાનું મશીન બની જાય છે.

English summary
Minor Girls are being injected with hormonal injection called 'Oxitone' in Farrukhabad . According to the sources these girls abducted and dumped into the racket after fast growth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X